પ્રાદેશિક સમાચાર

જુલાઇ 27, 2024 8:03 પી એમ(PM)

views 24

નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા મુખ્મમંત્રીએ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠક સંપન્ન થઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુ...

જુલાઇ 27, 2024 7:54 પી એમ(PM)

views 28

કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું છે કે, છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને આર્થિક સહાયમાં 340 ટકાનો વધારો કર્યો

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું અંદાજપત્ર એ ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ બિહાર અને આંધ્રપ્રદેશ...

જુલાઇ 27, 2024 3:05 પી એમ(PM)

views 32

ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને SRPને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને રાજ્ય અનામત પોલીસ દળ – SRPને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો. તાપીના સોનગઢ ખાતે “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM)

views 22

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે. જ્યારે કુડાલ-અમદાવાદ...

જુલાઇ 27, 2024 8:15 એ એમ (AM)

views 31

ગુજરાત સરકાર અગ્નિવીરોને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલિસ દળ-એસઆરપીનીભરતીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ દ...

જુલાઇ 26, 2024 8:01 પી એમ(PM)

views 19

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારોને વર્ષ 2022-23 માટેના સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારો માટે વર્ષ 2022-23ની સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે.સત્તાવાર યાદી મુજબ, ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ ગુજરાતી સાહિત્ય પુરસ્કાર અપાશે.એવી જ રીતે, સાહિત્ય ક્ષેત્રે તારિણી બહેન દેસાઇને,કલાક્ષેત...

જુલાઇ 26, 2024 7:52 પી એમ(PM)

views 28

ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજે રાત્રે 11 વાગ્યાથી આરંભ થશે – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 3 સહિત તમામ ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

રમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજથી આરંભ થશે. ભારતીય સમય મુજબ આજે રાત્રે 11 વાગ્યે ઓલિમ્પિક સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ સેન નદી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 ખેલાડીઓ હરમીત દેસાઇ, માનવ ઠક્કર અને ઇલાવેનિલ વાલારિવાન ઉપરાંત ...

જુલાઇ 26, 2024 7:45 પી એમ(PM)

views 21

રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો

રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓ- EDLની યાદીમાં આ વર્ષે નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારની EDLની યાદીમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વધીને ૧ હજાર ૩૮૨ થઇ છે. તેમણે કહ્યું કે, રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને...

જુલાઇ 26, 2024 3:28 પી એમ(PM)

views 27

રેલવે ટ્રેક પર સિંહોના વધતા જતાં અકસ્માતને ધ્યાનમાં લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે

રેલવે ટ્રેક પર સિંહોના વધતા જતાં અકસ્માતને ધ્યાનમાં લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વન વિભાગને કરેલી તાકીદને પગલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ તૈયાર કરવામાં આવી છે.વન વિભાગ અને રેલવે દ્વારા રેન્જ લેવલ, ડિવિઝનલ લેવલ અને સર્કલ...

જુલાઇ 26, 2024 3:10 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અંદાજે 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર, મેયર, ધારાસભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.