પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 1, 2025 3:04 પી એમ(PM)

views 14

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી – KSU-ના અમદાવાદના શિલજ પરિસરમાં નવા અભ્યાસક્રમ શરૂ કરાશે.

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી – KSU-ના અમદાવાદના શિલજ પરિસરમાં નવા અભ્યાસક્રમ શરૂ કરાશે. આ માટે યુનિવર્સિટીએ અદાણી સ્કિલ્સ ઍન્ડ ઍજ્યુકેશન સાથે લૅટર ઑફ ઇન્ટેન્ટ એટલે કે, ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ગાંધીનગરમાં કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમ...

ડિસેમ્બર 1, 2025 3:03 પી એમ(PM)

views 14

મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં 81 ટકાથી વધુ મતદારોના ગણતરી પત્રક ડિજીટાઈઝ કરી દેવાયા

મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં 81 ટકાથી વધુ મતદારોના ગણતરી પત્રક ડિજીટાઈઝ કરી દેવાયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે એક હજાર 810 બૂથ સ્તરના અધિકારી-BLO એ 14 લાખ 53 હજાર 649 ગણતરી પત્રકો અપલોડ કર્યા છે. જિલ્લામાં એક લાખ 9 હજારથી વધુ મતદારોના નામ રદ થશે. જેમાં 43 હજાર 631 મૃત્યુ પામેલા, 53 હજાર...

ડિસેમ્બર 1, 2025 3:02 પી એમ(PM)

views 8

કચ્છના સુરજબારી ધોરીમાર્ગ પર ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ટેન્કર પલટી જતા બનેલી આગની ઘટનામાં ચાલકનું મોત…

કચ્છના સુરજબારી ધોરીમાર્ગ પર ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ટેન્કર પલટી જતા બનેલી આગની ઘટનામાં ચાલકનું મોત થયું હોવાની આશંકા છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં પ્રચંડ વિસ્ફોટથી નજીકની હોટેલમાં પાર્ક થયેલા 6 અને ટેન્કર મળી 7 જેટલા વાહનોમાં આગ ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળ અને પોલીસ કાફલો ઘટન...

ડિસેમ્બર 1, 2025 3:06 પી એમ(PM)

views 9

રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી…

રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. આ દિવસ એ ક્ષણને યાદ અપાવે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ હજાર વર્ષથી પણ પહેલા કુરુક્ષેત્રના રણમાં અર્જૂનને ભગવદ્ ગીતાનો શાશ્વત ઉપદેશ આપ્યો હતો. ભગવદ્ ગીતાના ઉપદેશ જીવન, ફરજ અને અસ્તિત્વના સ્વભાવ અંગે સૌથી મુળભૂત પ્રશ્નોનો જવાબ પણ આપે છે. ગીતા જ...

ડિસેમ્બર 1, 2025 9:32 એ એમ (AM)

views 39

સુરતના અલથાણ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળીને તેના ઉકેલની ખાત્રી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે લોકો સાથે ચર્ચા કરી હતી. સુરતમાં અલથાણ વિસ્તારમાં મોડી સાંજે હર્ષ સંઘવી અલથાણ વિસ્તારના સોહમ સર્કલ પહોંચ્યા હતા જ્યાં તેમણે લોકો સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ સાંભળીને તેના ઉકેલની ખાત્રી આપી હતી. આ ઉપરાંત તેમણે લોકો સાથે આત્મિયતાની સંવાદ પણ કર્યો હતો.

ડિસેમ્બર 1, 2025 9:31 એ એમ (AM)

views 10

મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરતના ખોડબા ગામે દીપડાઓ માટે રેસક્યૂ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું

રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગઇકાલે સુરતના ખોડબા ગામે રૂપિયા 2 કરોડના ખર્ચે દીપડાઓ માટે રેસક્યું સેંટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું.આ રેસક્યું સેંટરના કાર્યરત થવાથી વનવિભાગને આ વિસ્તારમાં માનવભક્ષી દીપડાના રેસક્યુંમાં મદદ મળશે તેમ શ્રી મોઢવાડિયાએ જણાવ્યુ હતું.

નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળવાને ગૌરવ સમાન ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 128મી કડીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને મળ્યું હોવાની બાબતને ગર્વ સમાન ગણાવી હતી.. તેમણે કહ્યું હતુંકે ભારતના ખેલાડીઓ રમતગમતમાં પણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે.. તાજેતરમા જ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી હતી. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન...

નવેમ્બર 30, 2025 7:34 પી એમ(PM)

views 32

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદા વધારી.. હવે 11મી ડિસેમ્બર સુધી ગણતરીનો તબક્કો યોજાશે

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદામાં વધારી છે. જે અનુસાર ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે 16 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.16.12.2025થી 07.02.2026 દરમિયાન વાં...

નવેમ્બર 30, 2025 7:33 પી એમ(PM)

views 9

ખાસ મતદાર સુધારણા અભિયાનમાં સુરતના મજૂરા વિધાનસભા વિસ્તારમાં બીએલઓની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી.. બીએલઓએ પણ કામગીરીને દેશ માટે સમર્પણ સમાન ગણાવી

રાજ્યમાં ખાસ મતદાર સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત તમામ વિધાનસભા વિસ્તારમાં આ કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે.. આજે સુરતની મજૂરા વિધાનસભા વિસ્તારમાં એસઆઇઆર અભિયાન હેઠળ ચાલતી કામગીરીના સ્થળની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઇને બીએલઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરીને તેમને આભાર માન...

નવેમ્બર 30, 2025 7:32 પી એમ(PM)

views 10

વડોદરામાં સરદાર ગાથા સભાને સંબોધતા કલમ-370 રદ કરી જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોવાનું સૌભાગ્ય ગણાવતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

રાજ્યસભામાંથી કલમ-370 દૂર કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયામાં તેઓ ભાગીદાર હતા, તે વાતનો ગર્વ હોવાનો ઉલ્લેખ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વડોદરા ખાતે કર્યો હતો. સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુવા સ્થિત આઈડિયલ સ્કૂલ ખાતે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.