પ્રાદેશિક સમાચાર

જૂન 25, 2024 3:40 પી એમ(PM) જૂન 25, 2024 3:40 પી એમ(PM)

views 4

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે.આજે વહેલી સવારે અમદાવાદમાં ચાંદખેડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમૃત મોદીના પાર્થિવ દેહને ગાંધી આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત ગાંધીવાદીઓએ અને લોકોએ તેમના અંતિમ દર્શન કરીન તેમને શ્રધ્ધાંજલી અર્પી હ...

જૂન 25, 2024 3:39 પી એમ(PM) જૂન 25, 2024 3:39 પી એમ(PM)

views 11

આજે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન, જ્યારે આવતીકાલે આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા મહેસાણા-પાલનપુર વિભાગમાં કામલી-સિદ્ધપુર સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી આજે બ્લૉક લેવાયો છે, જેના કારણે અનેક ટ્રેનને અસર થઈ છે. આજે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન, જ્યારે આવતીકાલે આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. ઉપરાંત આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબર...

જૂન 18, 2024 4:43 પી એમ(PM) જૂન 18, 2024 4:43 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદીપભાઈ ધામેચા પરિવાર સહયોગથી આ બોરવેલને રિચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર, રાજકોટ અને જામનગરમાં બોરવેલ રીચાર્જ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્...

જૂન 18, 2024 4:40 પી એમ(PM) જૂન 18, 2024 4:40 પી એમ(PM)

views 5

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રા...

જૂન 18, 2024 4:37 પી એમ(PM) જૂન 18, 2024 4:37 પી એમ(PM)

views 2

આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે

આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ એક આનુવંશિક રક્ત વિકૃતિ ધરાવતો રોગ છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. રાજ્યમાં સિકલ સેલ એનિમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ...

જૂન 18, 2024 4:34 પી એમ(PM) જૂન 18, 2024 4:34 પી એમ(PM)

views 8

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી બેઠકમાં મીરાબેનના નામની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.. તેમનો કાર્યકાળ અઢી વર્ષ માટેનો રહેશે. જ્યારે નાયબ મેયર તરીકે નટવરજી ઠાકોરના નામની વરણી કરાઇ હતી.

જૂન 18, 2024 4:32 પી એમ(PM) જૂન 18, 2024 4:32 પી એમ(PM)

views 2

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ છે. જેમાં દીવ ખાતે બે દિવસ ના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું હતું. સવારના તડકા બાદ અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાતા ઝાપટાં પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.સુરત જિલ્લાનાં કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધીમીધારે વરસા...

જૂન 18, 2024 4:23 પી એમ(PM) જૂન 18, 2024 4:23 પી એમ(PM)

views 3

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં મચી દોડધામ

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી.આ શાળામાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી લેવાયા હતાં.