પ્રાદેશિક સમાચાર

જૂન 18, 2024 4:34 પી એમ(PM) જૂન 18, 2024 4:34 પી એમ(PM)

views 8

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી બેઠકમાં મીરાબેનના નામની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.. તેમનો કાર્યકાળ અઢી વર્ષ માટેનો રહેશે. જ્યારે નાયબ મેયર તરીકે નટવરજી ઠાકોરના નામની વરણી કરાઇ હતી.

જૂન 18, 2024 4:32 પી એમ(PM) જૂન 18, 2024 4:32 પી એમ(PM)

views 2

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ છે. જેમાં દીવ ખાતે બે દિવસ ના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું હતું. સવારના તડકા બાદ અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાતા ઝાપટાં પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.સુરત જિલ્લાનાં કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધીમીધારે વરસા...

જૂન 18, 2024 4:23 પી એમ(PM) જૂન 18, 2024 4:23 પી એમ(PM)

views 2

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં મચી દોડધામ

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી.આ શાળામાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી લેવાયા હતાં.