પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 21, 2024 3:22 પી એમ(PM)

views 14

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રશાસન દ્વારા આયોજિત આ મેરેથોનમાં પ્રદેશના પર્યટન નિર્દેશક શિવમ ટેવતિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ મેરેથોનમાં ૫ કિલોમીટર દોડની અલગ અલગ શ્રેણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

ઓગસ્ટ 21, 2024 3:21 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યો...

ઓગસ્ટ 21, 2024 3:19 પી એમ(PM)

views 15

રાજ્યમાં સરેરાશ 74 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો

રાજ્યમાં આ મોસમમાં સરેરાશ 74 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 88 ટકા, સૌરાષ્ટ્રમાં 81 ટકા અને પૂર્વ-મધ્ય ઝોનમાં 58 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 97 તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે નવસાર...

ઓગસ્ટ 21, 2024 12:01 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજ...

ઓગસ્ટ 21, 2024 11:58 એ એમ (AM)

views 23

આગામી 31 ઓક્ટોબરે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવે નર્મદા સ્થિત એકતાનગરની મુલાકાત લીધી હતી.

આગામી 31 ઓક્ટોબરે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવે નર્મદા સ્થિત એકતાનગરની મુલાકાત લીધી હતી. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે, મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવે એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમના સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ...

ઓગસ્ટ 21, 2024 10:39 એ એમ (AM)

views 12

વલસાડ જિલ્લામાં યોજાયેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી.

વલસાડ જિલ્લામાં યોજાયેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ટ્રેડિશનલ ઇવેન્ટ, આર્ટિસ્ટિક સૉલો, આર્ટિસ્ટિક પેઈર, રિધમિક પેર જેવી વિવિધ ઇવેન્ટની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કરી પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ખે...

ઓગસ્ટ 21, 2024 10:37 એ એમ (AM)

views 16

ગીર સોમનાથ જિલ્લા વહિવટીતંત્રએ કોડિનાર તાલુકાના દેવળી ગામ ખાતે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી.

ગીર સોમનાથ જિલ્લા વહિવટીતંત્રએ કોડિનાર તાલુકાના દેવળી ગામ ખાતે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી. ગીર સોમનાથના અમારા પ્રતિનિધી રાજેશ ભજગોતર જણાવે છે કે, આ ગૌચરની જમીન પર 10 દબાણકર્તાએ દબાણ કર્યું હતું. વહિવટીતંત્રએ કામગીરી દરમિયાન 3 લાખ 18 હજાર 731 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી દબાણ દૂર કર્યું...

ઓગસ્ટ 21, 2024 10:33 એ એમ (AM)

views 17

કૃષિમંત્રી રાઘવજી પટેલે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના 82 લાભાર્થીને 17 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કર્યું.

કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે "સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ"ના 82 લાભાર્થીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રી પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પા...

ઓગસ્ટ 21, 2024 10:31 એ એમ (AM)

views 33

રાજ્યનું એસ.ટી નિગમ 10 હજારથી વધુ કર્મચારીની ભરતી કરશે.

રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, તકનીકી કર્મચારી તથા વહીવટી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ માટેની તમામ મંજૂરી પણ લેવાઇ છે. એસ.ટી નિગમે છેલ્લા દોઢ વર્ષમાં 166 કરોડ રૂપિયાના ખર્ચે નવી 2 હજાર 800 બસ મૂકી છે. નિગમ દ્વારા 18 નવા બસ...

ઓગસ્ટ 21, 2024 10:30 એ એમ (AM)

views 18

ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક ગઈકાલે મળી હતી.

ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક ગઈકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સત્રના કામકાજની ચર્ચા કરવામાં આવી હતી. સત્ર દરમિયાન ગૃહમાં જીએસટી સુધારા ખરડો, ગુજરાત નાર્કોટિક્સ કંટ્રૉલ સુધારા ખરડો અને ગુજરાત વિશેષ અદા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.