પ્રાદેશિક સમાચાર

જુલાઇ 1, 2024 3:50 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:50 પી એમ(PM)

views 4

સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ જામ્યુ

નૈઋત્યનું ચોમાસુ સમગ્ર રાજ્યમાં જામ્યુ છે. ગઇકાલે રાજ્યનાં 201 તાલુકામાં એકથી છ ઇંચ વરસાદ પડ્યો હતો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદને પગલે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારથી જ ગીરનાર, માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિત અને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખંભાળિયામાં ...

જુલાઇ 1, 2024 3:37 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:37 પી એમ(PM)

views 15

અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદ શહેરમાં આગામી સાત જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે શહેરના સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓને સાથે રાખી રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી

જૂન 25, 2024 7:43 પી એમ(PM) જૂન 25, 2024 7:43 પી એમ(PM)

views 32

વર્ષ ૨૦૧૧થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઇઓ ઉમેરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમા લેવાયેલા નિર્ણયોની માહિતી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટલે આપી હતી.. તેમણે કહ્યુ હતું કે, વર્ષ ૨૦૧૧થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઇઓ ઉમેરાઈ છે. જેમાં અપીલમાં વિલંબ અટકાવવા રાજ્ય સરકારે મુખ્ય સચિવના અધ્ય...

જૂન 25, 2024 7:38 પી એમ(PM) જૂન 25, 2024 7:38 પી એમ(PM)

views 14

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી દીધી છે... ગઇકાલે જે ફરિયાદની નકલ અને દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે તેની તપાસ સીબીઆઇની ટીમ કરી રહી છે. આ ઉપરાંત જે નિવેદનો લેવાયા છે તેની પણ વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.. આ કૌભાંડમાં ગોધરા સબ જેલમાં...

જૂન 25, 2024 4:06 પી એમ(PM) જૂન 25, 2024 4:06 પી એમ(PM)

views 39

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યના 60 તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખેડામાં સૌથી વધુ બે ઇંચથી વધુ, જૂનાગઢના વિસાવદરમાં અને વડોદરાના ડેસરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગાંધીનગરથી એનડીઆરએફની વધુ ચાર ટીમો ગીર સોમ...

જૂન 25, 2024 3:59 પી એમ(PM) જૂન 25, 2024 3:59 પી એમ(PM)

views 38

ગાંધીનગર મનપા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે માર્ગદર્શન પૂરું પાડ્યું ...

જૂન 25, 2024 4:08 પી એમ(PM) જૂન 25, 2024 4:08 પી એમ(PM)

views 4

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશ પણ અપાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના અંદાજે ૧૫ લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોના શિક્ષણ અંગે ખાસ ૧૦૦ ...

જૂન 25, 2024 3:48 પી એમ(PM) જૂન 25, 2024 3:48 પી એમ(PM)

views 11

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો…

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 1.31 ટકા જેટલો રહ્યો છે. રાજ્યની વધુને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા યોજે...

જૂન 25, 2024 3:42 પી એમ(PM) જૂન 25, 2024 3:42 પી એમ(PM)

views 4

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જે મુજબ ખેતી મદદનીશની 436 જગ્યાઓ, બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઉમેદવારો 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.

જૂન 25, 2024 3:40 પી એમ(PM) જૂન 25, 2024 3:40 પી એમ(PM)

views 4

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે.આજે વહેલી સવારે અમદાવાદમાં ચાંદખેડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમૃત મોદીના પાર્થિવ દેહને ગાંધી આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત ગાંધીવાદીઓએ અને લોકોએ તેમના અંતિમ દર્શન કરીન તેમને શ્રધ્ધાંજલી અર્પી હ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.