પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 2, 2025 9:43 એ એમ (AM)

views 17

અમદાવાદના વાડજમાંથી ક્રાઇમ બ્રાંચે 35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી 35 લાખ 77 હજાર રૂપિયાથી વધુનો 357.750 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36 લાખ 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંનેની પ્રાથમિક પૂછપર...

ડિસેમ્બર 2, 2025 9:41 એ એમ (AM)

views 16

નવેમ્બર-2025 સુધીમાં નવ ટકાના વધારા સાથે રાજ્યની જીએસટીની 52 હજાર 390 કરોડની આવક

ગુજરાત સરકારના રાજ્ય કર વેરા વિભાગને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નવેમ્બર સુધીમાં કુલ રૂપિયા 52 હજાર 390 કરોડની આવક થઇ છે જે ગત નાણાકીય વર્ષના આ સમયગાળા દરમિયાન થયેલ કુલ આવકની તુલનામાં 9 ટકા વધારે આવક થઈ છે.નવેમ્બર-2025 સુધીમાં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ 52 હજાર 390 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમા...

ડિસેમ્બર 2, 2025 9:39 એ એમ (AM)

views 21

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક આજે સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે. આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન...

ડિસેમ્બર 2, 2025 9:38 એ એમ (AM)

views 29

ગુજરાત રાજભવનનું નામ બદલાયું, હવેથી ગુજરાત ‘લોકભવન’ તરીકે ઓળખાશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે 'લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી...

ડિસેમ્બર 1, 2025 7:48 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે.

ગાંધીનગરમાં હવે પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ માટે તેમણે વાર્ષિક 200 રૂપિયા જેટલી ફી ચૂકવવી પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શ્વાનની નોંધણી ફરજિયાત કરાવવા તૈયાર કરેલી નીતિને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ છે. નોંધણી વખતે શ્વાનના માલિકે આધાર-પૂરાવા અને ખાસ કરીને શ્વાનું ...

ડિસેમ્બર 1, 2025 7:47 પી એમ(PM)

views 11

જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું, ભારતને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર બનાવવામાં સરદાર પટેલના આદર્શ મહત્વના – સરદાર એકતા યાત્રા વડોદરાના મેનપુરા પહોંચી.

જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું, આજે ભારત પોતાને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર કહેવામાં ગૌરવ અનુભવે છે. તેની પાછળ સરદાર પટેલના આદર્શ અને તેમના લક્ષ્યાંકની સૌથી મોટી તાકાત રહેલી છે. તેમણે લોખંડી પુરુષ સરદાર પટેલને ભારતના આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પરાક્રમ અને પુરુષાર્થ ગણાવ્યા. વડોદરાના મ...

ડિસેમ્બર 1, 2025 7:46 પી એમ(PM)

views 39

રાજ્યમાં SIR હેઠળ ગણતરી પત્રકના ડિજિટાઈઝૅશનની કામગીરી પૂરજોશમાં – લીમખેડા અને ધાનેરામાં 100 ટકા કામગીરી

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીપત્રકના ડિજિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ગણતરીપત્રક વિતરણનું કામ સંપન્ન થયું છે. તે પૈકી દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકા ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે....

ડિસેમ્બર 1, 2025 7:45 પી એમ(PM)

views 9

ગાંધીનગરમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે.

રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. આ દિવસ એ ક્ષણને યાદ અપાવે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ હજાર વર્ષથી પણ પહેલા કુરુક્ષેત્રના રણમાં અર્જુનને ભગવદ્ ગીતાનો શાશ્વત ઉપદેશ આપ્યો હતો. ભગવદ્ ગીતાના ઉપદેશ જીવન, ફરજ અને અસ્તિત્વના સ્વભાવ અંગે સૌથી મુળભૂત પ્રશ્નોનો જવાબ પણ આપે છે. જામનગર...

ડિસેમ્બર 1, 2025 7:44 પી એમ(PM)

views 16

અમદાવાદમાં ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબૉલ ટીમ ઈરાનને હરાવી ઍશિયન કપ 2026 માટે ક્વાલિફાય થઈ

ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબૉલ ટીમ ઍશિયન ફૂટબૉલ સંઘ – A.F.C. અંડર 17 ઍશિયન કપ 2026 માટે ક્વાલિફાય થઈ છે. અમદાવાદમાં ભારતની ટીમે ઈરાનને બે-એકથી હરાવી આ સિદ્ધિ મેળવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. ડૉક્ટર માંડવિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્ય...

ડિસેમ્બર 1, 2025 3:05 પી એમ(PM)

views 7

અરવલ્લી સ્થાનિક ગુનાશાખા – LCB-એ મોંઘી મોટરસાઈકલ ચોરી કરનારા ચોરને પકડી પાડ્યો

અરવલ્લી સ્થાનિક ગુનાશાખા – LCB-એ મોંઘી મોટરસાઈકલ ચોરી કરનારા ચોરને પકડી પાડ્યો છે. શામળાજી પોલીસમથક વિસ્તારમાં જાબચિતરીયા ગામ નજીક પોલીસે પૅટ્રોલીંગ દરમિયાન આરોપીને પકડ્યો છે. તેની પૂછપરછ કરતા તે તેના પાંચ સભ્ય સાથે મળી અમદાવાદ અને રાજસ્થાનમાંથી છ મોટરસાઈકલ ચોરી કરી હોવાનું જણાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.