પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 2, 2025 7:15 પી એમ(PM)

views 13

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને કામગીરી કરશે.

સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને પરિણામલક્ષી કામગીરી કરશે. ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિની 187મી બેઠકની અધ્યક્ષતા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ગુનાની 100 ટકા રકમ ...

ડિસેમ્બર 2, 2025 7:14 પી એમ(PM)

views 11

રાજ્યમાં SIRની કામગીરી પૂરજોશમાં – 93.55 ટકા ગણતરી પત્રકના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત ગણતરી પત્રકના ડિજીટાઈઝેશનમાં 93.55 ટકા કામગીરી સાથે ડાંગ જિલ્લો અગ્રેસર છે. જ્યારે 89.62 ટકા સાથે ગીર સોમનાથ બીજા અને 89.07 ટકા સાથે મોરબી જિલ્લો ત્રીજા સ્થાને છે. તો, દાહોદના લીમખેડા, બનાસકાંઠાના ધાનેરા અને થરાદ તેમજ રાજકોટના ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં 1...

ડિસેમ્બર 2, 2025 7:12 પી એમ(PM)

views 27

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે.

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. અગાઉ 80 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ જ યોજનાનો લાભ લઈ શકતા હતા. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણય અનુસાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિનું બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જો...

ડિસેમ્બર 2, 2025 7:11 પી એમ(PM)

views 8

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને નવેમ્બરમાં 800 કરોડ રૂપિયાથી વધુની વિક્રમજનક આવક.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બરમાં વિક્રમજનક 800 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આવકમાં 15.88 ટકાનો ઐતિહાસિક વધારો નોંધાયો છે. આ ઉપરાંત મંડળે 628 કરોડ 68 લાખની માલવહન આવક હાંસલ કરી છે. આ નાણાકીય વર્ષના નવેમ્બર 2025 મહિનામાં અત્યાર સુધીનું સર્વોત્તમ પ્રદર્શન છે...

ડિસેમ્બર 2, 2025 7:08 પી એમ(PM)

views 14

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ ટી-20 મૅચમાં પંજાબ સામે બરોડાનો સાત વિકેટે વિજય

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ ટી-20 મૅચમાં આજે પંજાબ સામે બરોડાનો સાત વિકેટે વિજય થયો છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 222 રન બનાવ્યા હતા. 223 રનના લક્ષ્યાંકને બરોડાની ટીમે 19 ઓવર અને એક બોલમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થય...

ડિસેમ્બર 2, 2025 2:54 પી એમ(PM)

views 9

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “પ્રધાનમંત્રી જન-ધન યોજના”ને બૅન્કિંગ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ ક્રાન્તિ ગણાવી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “પ્રધાનમંત્રી જન-ધન યોજના”ને બૅન્કિંગ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ ક્રાન્તિ ગણાવી. ગાંધીનગરમાં રાજ્ય સ્તરની બૅન્કિંગ સમિતિની 187-મી બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી સંઘવીએ કહ્યું, દેશમાં બૅન્કિંગ માળખાના વિસ્તરમાં ગુજરાત અગ્રેસર છે. હાલ રાજ્યના બૅન્કિંગ નૅટવર્કમાંથી 56 ટકાથી વધુ શાખ...

ડિસેમ્બર 2, 2025 2:53 પી એમ(PM)

views 11

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત્ 115 ઉપાસકનું “અતુલ્ય વારસો આઈડેન્ટિટી ઍવોર્ડ”થી સન્માન કર્યું.

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત્ 115 ઉપાસકનું “અતુલ્ય વારસો આઈડેન્ટિટી ઍવોર્ડ”થી સન્માન કર્યું. ગાંધીનગરમાં સૅક્ટર 12 ખાતે યોજાયેલા આ પુરસ્કાર સમારોહને તેમણે અસ્મિતા, ઓળખ અને મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ ગણાવ્યો. શ્રી સંઘવીએ રાજ્યની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે સૌને આગળ આવ...

ડિસેમ્બર 2, 2025 2:52 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રનિર્માણમાં પારસી સમુદાયના લોકોના યોગદાનને બિરદાવતા કહ્યું, સખાવતનું બીજું નામ પારસી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રનિર્માણમાં પારસી સમુદાયના લોકોના યોગદાનને બિરદાવતા કહ્યું, સખાવતનું બીજું નામ પારસી છે. અમદાવાદમાં પારસી ધર્મગુરુઓના ભવ્ય સન્માન સમારોહને સંબોધતાં શ્રી પટેલે પારસી સમુદાયની સેવા અને સમર્પણની ભાવનાની પણ પ્રશંસા કરી. મુખ્યમંત્રીએ પારસી સમુદાયમાંથી આવતાં મેડમ ભિખાઈજી ...

ડિસેમ્બર 2, 2025 2:51 પી એમ(PM)

views 11

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – SIR ઝૂંબેશ હેઠળ ગણતરીનો તબક્કો આગામી 11 ડિસેમ્બર સુધી ચાલશે

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – SIR ઝૂંબેશ હેઠળ ગણતરીનો તબક્કો આગામી 11 ડિસેમ્બર સુધી ચાલશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાની આગેવાનીમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ સાથે સંકલનમાં રહી સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યર...

ડિસેમ્બર 2, 2025 2:55 પી એમ(PM)

views 8

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દરેક રાજકીય નેતા માટે પ્રેરણાસ્ત્રોત છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દરેક રાજકીય નેતા માટે પ્રેરણાસ્ત્રોત છે. વડોદરાના સાડલી ગામમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ સરદાર યાત્રા નિમિત્તે યોજાયેલા સરદાર ગાથા કાર્યક્રમને સંબોધતા શ્રી સિંઘે કહ્યું, જ્યારે રાજકીય નેતૃત્વ લોકોમાં વિશ્વસનીયતા ગુમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.