પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 8, 2024 7:32 પી એમ(PM)

views 11

 કચ્છના લખપત અને અબડાસામાં ભેદી તાવ બાબતે સર્વેલન્સ ટીમના અહેવાલ બાદ આવશ્યક કામગીરી કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હૈયાધારણ

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી ચાર દિવસમાં 12 લોકોના મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જ્યાં મોત થઇ રહ્યા છે, ત્યાં મૃતકના પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, એચ વન એન વન સ્વાઈન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને ...

સપ્ટેમ્બર 8, 2024 7:29 પી એમ(PM)

views 7

સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ

સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસ...

સપ્ટેમ્બર 8, 2024 7:28 પી એમ(PM)

views 10

ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ. સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ પાંચ આરોપીઓ સામે 3200 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી છે. તો બીજી તરફ સીબીઆઇના અધિકારીઓની એક ટીમ ગોધરા ખાતે છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહી છે. આ ચાર્જશીટ...

સપ્ટેમ્બર 8, 2024 7:27 પી એમ(PM)

views 7

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો કે જેમાં 108 ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે. કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા માટે તત્પર એવી 108 એમ્બ્યુલન્સ સેવા, ફોન મળતાં ગણતરીની મિનિટોમાં અમદાવાદના નરોડા બસ સ્ટેન્ડ પહોંચી અન...

સપ્ટેમ્બર 8, 2024 7:26 પી એમ(PM)

views 10

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. દરેક વ્યક્તિ, સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનક...

સપ્ટેમ્બર 8, 2024 7:25 પી એમ(PM)

views 11

આજે ભાદરવા સુદ પાંચમને ઋષિપંચમી તરીકે ઉજવવામાં આવે છે

આજે ભાદરવા સુદ પાંચમને ઋષિપંચમી તરીકે ઉજવવામાં આવે છે. જેને સામા પાંચમ પણ કહે છે. આ દિવસે મહિલાઓ નદી કાંઠે જઇ સપ્તઋષિને યાદ કરી સ્નાનાદિ કરી ઉપવાસ કરે છે. અને પાપદોષમાંથી મુક્તિ મેળવે છે. ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, મહુવા તાલુકાના સમુદ્રી તટે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મહિલાઓ, શ્રદ્ધાળુઓએ ભ...

સપ્ટેમ્બર 8, 2024 7:24 પી એમ(PM)

views 8

મહેસાણા કમળા બા હોલ ખાતે તેમજ વિસનગર APMC હોલ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો

મહેસાણા જિલ્લામાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે મહેસાણા કમળા બા હોલ ખાતે તેમજ વિસનગર APMC હોલ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર તેમજ મહેસાણા જિલ્લા અને વિસનગર તાલુકા/શહેરના હોદ...

સપ્ટેમ્બર 8, 2024 7:24 પી એમ(PM)

views 18

કચ્છ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ એવા રેલ ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે

કચ્છ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ એવા રેલ ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે. આજે પશ્વિમ રેલવે હસ્તકના અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 12 વાગીને 59 મિનિટે આવી પહોંચી હતી અને બપોરે 1 વ...

સપ્ટેમ્બર 8, 2024 3:32 પી એમ(PM)

views 12

સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે

સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે રાજ્યસરકાર દ્વારા 177 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. હાલ 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટ...

સપ્ટેમ્બર 8, 2024 3:32 પી એમ(PM)

views 14

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે ત્રણ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થયેલ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું છે. નર્મદાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ભડલી જૂથ સુધારણા યોજના અંતર્ગત ખાનપર હેડવકર્સથી શિવરાજપુર તથા ગઢડીયા જસ ગામ સુધીની સાડા આઠ કિલોમીટરની પાઈપલાઈન અને ભ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.