પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 9, 2024 7:22 પી એમ(PM)

views 13

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડી દ્વારા અબડાસા અને લખપત તાલુકામાં તપાસ હાથ ધરાઈ

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડી અબડાસા અને લખપત તાલુકામાં તપાસ કરી રહી છે. તે અંતર્ગત 318 ઘરના 2 હજાર 234 લોકોની ચકાસણી કરવામાં આવી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કચ્છમાં શંકાસ્પદ તાવના કેસમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. ચોથી સપ્ટેમ્બરે પ્રથમ કે...

સપ્ટેમ્બર 9, 2024 7:19 પી એમ(PM)

views 17

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને ક્યુ આર કોડ પ્રસિદ્ધ કરાયો છે. આ કોડને સ્કેન કરવાથી પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડોની જાણકારી મેળવી શકાશે.

સપ્ટેમ્બર 9, 2024 7:17 પી એમ(PM)

views 12

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ...

સપ્ટેમ્બર 9, 2024 7:14 પી એમ(PM)

views 13

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી 11 મી સપ્ટેમ્બરે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી 11 મી સપ્ટેમ્બર -બુધવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે.  ભાવનગરથી અમારાં પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ,સુપ્રસિદ્ધશિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાનાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ...

સપ્ટેમ્બર 9, 2024 4:08 પી એમ(PM)

views 14

રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન

રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર બંધમાં ગત ઑગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 મિલિયન એકમને પાર પહોંચી ગયું છે. જ્યારે ઉકાઈ, ઉકાઈ મિની, કડાણા અને સરદાર સરોવર હાઈડ્રો પ્લાન્ટમાંથી કુલ એક હજાર 67 મિલિયન એકમનું વીજ ઉત્પાદન થયું છે...

સપ્ટેમ્બર 9, 2024 4:06 પી એમ(PM)

views 18

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી હતી. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, તળાવનું પાણી રસ્તા પર આવી જતાં પાળ બનાવીને પાણીને કેનાલમાં લઈ જવાયું હતું ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો....

સપ્ટેમ્બર 9, 2024 4:04 પી એમ(PM)

views 14

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદન ઝૂંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદન ઝૂંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન શાખાએ વિવિધ ખાદ્યપદાર્થના નમૂના લઈ તેને પરીક્ષણ માટે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલ્યા છે. ઉપરાંત ફૂડ શાખાએ અન્ય વિસ્તારમાં આવેલા બરફના કારખાનામાં પાણીમાં ક્લૉરિનેશન અંગેની તપાસ કરી જરૂરી...

સપ્ટેમ્બર 9, 2024 4:03 પી એમ(PM)

views 22

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. આ અંગે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના નિયામક ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું કે, સ્પર્ધામાં પાંચ જિલ્લાની કૉલેજની કુલ 92 ટીમ અને એક હજાર 104 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે...

સપ્ટેમ્બર 9, 2024 4:02 પી એમ(PM)

views 23

અરવલ્લીના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ દ્વારા અંબાજી જતાં પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવાયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓનો અરવલ્લી જિલ્લાના માર્ગો પર ધસારો જોવા મળી રહ્યો છે. આવા સમયે અહીં અકસ્માત નિવારવા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવવાનું કામ કરી રહ્યું છે.

સપ્ટેમ્બર 9, 2024 3:56 પી એમ(PM)

views 13

મહીસાગરના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં આ વર્ષે પણ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે વડોદરાના ગાયકવાડ સરકારના કારીગરો દ્વારા વિશિષ્ટ માટીમાંથી ગણેશજીની આ મૂર્તિ તૈયાર કરે છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ રાત્રે કથા અને ભજન-કીર્તન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.