પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 18, 2024 7:22 પી એમ(PM)

views 14

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ૭૮૦ જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી હોવાનું શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડો.કુબેરે જણાવ્યું હતું

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ૭૮૦ જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી હોવાનું શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડો.કુબેરે જણાવ્યું હતું.મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ૭૮૦ લાભાર્થીઓને મકાનમાં થયેલા નુકસાન પેટે અંદાજિત ૩૦ લાખ ની સહાય ચૂકવવામાં આવી હતી.જ્યારે નવ જેટલા ખેડૂતો ને પશુ સહા...

સપ્ટેમ્બર 18, 2024 7:20 પી એમ(PM)

views 11

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર મેચો રમાઇ હતી

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર મેચો રમાઇ હતી.જેમાં પંચમહાલે આણંદને 7-0 થી હરાવ્યુ હતું, નવસારી જીલ્લાએ સુરેન્દ્રનગર ને 6-0, છોટા ઉદેપુરે 2-1 થી વલસાડને અને ખેડા એ પાટણને 5-0 થી પરાજય આપ્યો ...

સપ્ટેમ્બર 18, 2024 7:18 પી એમ(PM)

views 13

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હવે બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હવે બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને અને બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સ હવે બિન-ભારતીય મુસાફરોને પણ Wi-F...

સપ્ટેમ્બર 18, 2024 7:16 પી એમ(PM)

views 13

ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે

ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે.જેમા એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો સીધી જ અખિલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ૧૯ થી ૩૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતાં યુવાનો પંચમહાલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓન...

સપ્ટેમ્બર 18, 2024 11:28 એ એમ (AM)

views 21

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મેળાના છઠ્ઠા દિવસે ગઈકાલે 4 લાખ 57 હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. મેળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 26 લાખ 92 હજાર ભક્તોએ દર્શન કર્યા છે. અત્યાર સુધી મંદિરને 2 કરોડ 28 લ...

સપ્ટેમ્બર 18, 2024 11:05 એ એમ (AM)

views 19

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્ર...

સપ્ટેમ્બર 18, 2024 10:51 એ એમ (AM)

views 23

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો.

રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. શ્રી પટેલે કહ્યું, આજના સમયમાં બે વર્ષનુ...

સપ્ટેમ્બર 18, 2024 10:32 એ એમ (AM)

views 25

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું...

સપ્ટેમ્બર 18, 2024 10:15 એ એમ (AM)

views 16

રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત” વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રિ-ઇન્વેસ્ટ સમિટના બે જ દિવસમાં શપથપત્રના માધ્યમથી અંદાજે 3 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત થઈ છે. દેશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત એક કરોડ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેની સામે રાજ્યને 10 લાખનો લક્ષ્યાંક મળ્યો છે...

સપ્ટેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 19

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે.

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકો સહિત વિવિધ હિત ધારકોએ આગામી 6 વર્ષમાં નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાનુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.