પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 29, 2024 8:11 પી એમ(PM)

views 22

કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો હેતુ સક્ષમ આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓ અને સમુદાયોની ભાગીદારી વધારવાનો છે. કાર્યક્રમના સ્થળ પર ઝારખંડ સરકાર દ્વારા મિશન પોષણ 2.0 ના પાસાઓ દર્શાવ...

સપ્ટેમ્બર 29, 2024 7:56 પી એમ(PM)

views 18

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે મધ્યગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સપ્ટેમ્બર 29, 2024 7:55 પી એમ(PM)

views 19

મહિસાગર જિલ્લામાં કારટા ગામ પાસે નદીમાં ન્હાવા ગયેલા 5 યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતા એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું.

મહિસાગર જિલ્લામાં કારટા ગામ પાસે નદીમાં ન્હાવા ગયેલા 5 યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતા એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. મહિસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે આ યુવાનોમાંથી ચાર લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ખાનપુર મામલતદાર અને બાકોર પોલીસ પણ ઘટનાસ્થળ...

સપ્ટેમ્બર 29, 2024 7:52 પી એમ(PM)

views 21

અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા પહેલી ઑક્ટોબરે સવારે 11 વાગ્યે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન – I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું.

અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા પહેલી ઑક્ટોબરે સવારે 11 વાગ્યે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન – I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે. કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, આ મેળામાં 20 જેટલી કંપનીઓ યુવાનોની પસંદગી કરશે. વિવિધ કંપનીઓ, એપ્રેન્ટિસશીપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જિનિય...

સપ્ટેમ્બર 29, 2024 7:51 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘સહકારી ક્ષેત્ર એ દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે. નાના માણસની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો એ સ્થાનિક સ્તરે લોકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. ગુજરાતે માઈક્રો અને મેક્રો બંને સ્તરે સહકારીના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે. સહકારી સંસ્થાઓ જે રીતે નાનકડા બીજમાં...

સપ્ટેમ્બર 29, 2024 7:50 પી એમ(PM)

views 23

રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સફાઈ કામગીરી ચાલી રહી છે.

રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સફાઈ કામગીરી ચાલી રહી છે. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પૂરોહિત જણાવે છે કે, ગોધરા ખાતે આવેલા અટલ ગાર્ડન એમ્ફી થિએટર ખાતે બેન્ક ઑફ બરોડાની ટીમે સફાઈ કામગીરી હાથ કરી હતી. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે, ઐતિહાસિક સ્થળ મ...

સપ્ટેમ્બર 29, 2024 7:49 પી એમ(PM)

views 14

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી.

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં કુલ 77 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સૌથી વધારે સવા ત્રણ ઇંચ વરસાદ વડોદરા તાલુકામાં વરસ્યો હતો.. ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી બોટાદનો લીંબાળી બંધ છલકાઇ જતાં બંધના 6...

સપ્ટેમ્બર 29, 2024 7:47 પી એમ(PM)

views 18

રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલ એ આશાનું કિરણ બનીને ઉભર્યું છે.

રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલ એ આશાનું કિરણ બનીને ઉભર્યું છે. હૉસ્પિટલમાં ગયા વર્ષે 29 હજાર 510 હૃદયરોગ સંબંધિત સારવાર પ્રક્રિયા કરવામાં આવી હતી એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ઑગસ્ટ 2024 સુધીમાં 2 લાખ 41 ...

સપ્ટેમ્બર 29, 2024 7:46 પી એમ(PM)

views 22

પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન” અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી.

પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન" અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિષ્ણાત યોગાચાર્યએ હૃદયની સંભાળ તથા હૃદયરોગનો હુમલો ન આવે તે માટે ઉપાયો, યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા. જ્યારે નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટે હૃદયરોગના જવાબ...

સપ્ટેમ્બર 29, 2024 7:44 પી એમ(PM)

views 13

વર્તમાન સમયમાં વધતા જતા હૃદય રોગની ઘટનાને ધ્યાનમાં રાખી ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાની યોગ શિબિર યોજાઈ

વર્તમાન સમયમાં વધતા જતા હૃદય રોગની ઘટનાને ધ્યાનમાં રાખી ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાની યોગ શિબિર યોજાઈ ગઈ. ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે યોજાયેલી આ શિબિરમાં લોકોને યોગાસન, પ્રાણાયામ, નિયમિત વ્યાયામ, આહાર અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે યોગ બૉર્ડના અધ્યક્ષ શિશપાલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.