પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 10, 2024 7:31 પી એમ(PM)

views 12

ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા

ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૪ સુધી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. આઈકોનિક સ્થળોએ વિકાસ યાત્રા યોજાઈ રહી છે. વિકાસયાત્રામાં સીમાચિન્હ રૂપ બનેલા અને દેશના પ્રથમ રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ આજે દેશ-વિદે...

ઓક્ટોબર 10, 2024 7:29 પી એમ(PM)

views 10

રાજ્યભરમાં નવરાત્રીની ઉત્સાહ, ઉમગં અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે આઠમુ નોરતુ છે

રાજ્યભરમાં નવરાત્રીની ઉત્સાહ, ઉમગં અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે આઠમુ નોરતુ છે. આજના દિને મા દુર્ગાનાં મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે દુર્ગા પંડાલોમાં માતાની વિશેષ પૂજા – અર્ચના કરવામાં આવે છે. તેમજ કન્યા પૂજન પણ આજના દિવસે જ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પવિત્ર યા...

ઓક્ટોબર 10, 2024 7:26 પી એમ(PM)

views 18

નવરાત્રીના સમયે જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ છે

નવરાત્રીના સમયે જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ છે. બપોરે અમરેલીના રાજુલા અને જાફરા બાદ તેમજ કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.. માંડવી મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામ વિસ્તારમાં વરસાદી ઝાપટા જ્યારે અબડાસાના બોહા અને મોટા કરોડીયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ગીર સોમના...

ઓક્ટોબર 10, 2024 7:25 પી એમ(PM)

views 17

સુરતના માંગરોળ દુષ્કર્મ કેસના આરોપીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

સુરતના માંગરોળ દુષ્કર્મ કેસના આરોપીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસ કસ્ટડીમાં જ આરોપી શીવશંકરની તબિયત લથડી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું હોવાની માહિતી તેમ સુરત LCB પી.આઈ. રાજેશ ભટોલે આપી હતી.

ઓક્ટોબર 10, 2024 7:23 પી એમ(PM)

views 16

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે પધાર્યા

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને ઉષ્માભેર આવકાર્યા હતા. આ મુલાકાત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઓક્ટોબર 10, 2024 7:21 પી એમ(PM)

views 19

મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત વડી અદાલતમાં આજે નવનિયુક્ત ન્યાયાધીશોને શપથગ્રહણ કરાવ્યા

મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત વડી અદાલતમાં આજે નવનિયુક્ત ન્યાયાધીશોને શપથગ્રહણ કરાવ્યા હતા.. ન્યાયાધીશ તરીકે નિમાયેલા સંજીવ જયેન્દ્ર ઠાકર, દીપ્તેન્દ્ર નારાયણ રાય અને મૌલિક જિતેન્દ્ર શેલતે શપથગ્રહણ કર્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો...

ઓક્ટોબર 10, 2024 7:19 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મવિભૂષણથી સન્માનિત અને ટાટા ગ્રૂપના મોભી શ્રી રતન ટાટાના અવસાન અંગે શોક વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મવિભૂષણથી સન્માનિત અને ટાટા ગ્રૂપના મોભી શ્રી રતન ટાટાના અવસાન અંગે શોક વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. શ્રી ર...

ઓક્ટોબર 10, 2024 3:35 પી એમ(PM)

views 15

મહીસાગરના બાલાસિનોરમાંથી તમંચા સાથે બે ઈસમો ની ધરપકડ કરવામાં આવી

મહીસાગરના બાલાસિનોરમાંથી તમંચા સાથે બે ઈસમો ની ધરપકડ કરવામાં આવી હતી..મહીસાગર એસ.સો.જીની ટીમે રાજપુર ખાતે તમંચા સાથે ઈસમો ને દેશી બંધુક સાથે પકડી પાડયા..આ બંને ઇસમો શિકાર કરવા માટે તમંચો લઇને જતા હતા ત્યારે જ પોલીસે બંનેની ધરપકડ કરી હતી.વિજાપુરના આ બંને બંને ઇસમો સામે પોલીસે આર્મસ એકટ હેઠળ નો ગુનો ન...

ઓક્ટોબર 10, 2024 3:28 પી એમ(PM)

views 13

બોટાદ ખાતે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરાયું હતું

બોટાદ ખાતે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૨૦થી વધુ ફેરીયાઓએ લાભ લીધો.. બોટાદ ખાતે પી.એમ.સ્વનિધી યોજના અન્વયે “સ્વનિધી સે સમુદ્ધિ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીડ બેંક, આરોગ્ય વિભાગ, ઈ-નિર્માણ કાર્ડ, પી.એમ. માનધન યોજના, પુરવઠા વિભાગ, ફોન-પે કંપની, “મૈ ભી ડીજીટલ”...

ઓક્ટોબર 10, 2024 3:26 પી એમ(PM)

views 11

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શામળાસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શામળાસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ઠ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ સહિતની સેવાઓના લાભો સ્થળ ઊપર જ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય કેમ્પ પણ યોજાયો હતો જેમાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.