પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 17, 2024 7:11 પી એમ(PM)

views 14

નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ બાહેંધરી આપી છે કે રાશન કાર્ડ ધારક ગ્રાહકોને ટૂંક સમયમાં અનાજ અને રાશનનું વિતરણ કરાશે

નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ બાહેંધરી આપી છે કે રાશન કાર્ડ ધારક ગ્રાહકોને ટૂંક સમયમાં અનાજ અને રાશનનું વિતરણ કરાશે. તહેવારોને જોતા સરકારી અનાજ ગોડાઉનમાં અનાજનો જથ્થો પહોંચી રહ્યો છે. અને તહેવારો પહેલા જ તેનું વિતરણ કરાશે. જિલ્લા પુરવઠા અધિકારી એન. એફ. વસાવાએ જણાવ્યું છે કે ગ્રાહકોને તુવેરદાળ, ઘંઉ...

ઓક્ટોબર 17, 2024 7:10 પી એમ(PM)

views 21

દમણના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના પરિસરમાં ખાદી મહોત્સવની શરૂઆત થઈ

દમણના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના પરિસરમાં ખાદી મહોત્સવની શરૂઆત થઈ છે. જેમાં સમગ્ર રાજ્યના હાથ વણાટના વારસાને જીવંત રાખતા કારીગરોને એક મંચ પૂરું પાડવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં 6 પેઢીથી વણાટકામ કરતાં કારીગરએ જણાવ્યું હતું કે, ગામમાં લગભગ 250 પરિવારો હાથશાળ વણાટ સા...

ઓક્ટોબર 17, 2024 7:09 પી એમ(PM)

views 15

ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી

ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે, નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. જોકે, 31 ઓક્ટોબર સુધી કરવામાં આવેલાં તમામ બુકિંગ યથાવત રહેશે. મંત્રાલયે જણાવ્યું છે કે, વિદેશી પર્યટકો માટે 365 દિવસની મર્યાદામાં કો...

ઓક્ટોબર 17, 2024 4:23 પી એમ(PM)

views 19

રાજ્યમાં બે જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત

રાજ્યમાં બે જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. કચ્છના આડેસર નજીક ગત મોડી રાત્રે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અમરેલીમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે નજીક એક અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. પૂર ઝડપે જઈ રહેલી કાર અન બાઇક વચ્ચે ટક્કર થતા, બા...

ઓક્ટોબર 17, 2024 4:19 પી એમ(PM)

views 22

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજથી સુરતની બે દિવસની મુલાકાતે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજથી સુરતની બે દિવસની મુલાકાતે છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે આચાર્ય મહાશ્રમણ સાથે મુલાકાત કર્યા બાદ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે પાકિસ્તાનને ટકોર કરતાં જણાવ્યું કે, પાકિસ્તાને કારગીલ પર આક્રમણ કર્યું, તે સમયે ભારત ઇચ્છત તો પુરા દેશ પર આક્રમણ કર...

ઓક્ટોબર 17, 2024 4:15 પી એમ(PM)

views 26

દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે 2200 એસટી બસો ચાલાવવામાં આવશે

દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે 2200 એસટી બસો ચાલાવવામાં આવશે. 26 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર સુધી આ વધારાની બસો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દોડવાશે. સૌથી વધુ બસો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અન જુનાગઢ જિલ્લામાં મૂકાશે.

ઓક્ટોબર 17, 2024 4:14 પી એમ(PM)

views 14

ગુજરાતના 4 હજાર, 87 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ

તાજેતરમાં વન વિભાગ દ્વારા ડોલ્ફીનની ગણતરી કરવામાં આવી, જેમાં ગુજરાતના 4 હજાર, 87 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. આ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, ગુજરાતમાં સૌથી વધુ 498 ડોલ્ફીન ડોલ્ફીન કચ્છના ઓખાથી ભાવનગરના નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશન...

ઓક્ટોબર 17, 2024 4:13 પી એમ(PM)

views 16

રાજ્ય સરકારનાં કર્મચારીઓએ તેમનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી

ગઈકાલે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનાં વધારાની જાહેરાત બાદ હવે રાજ્ય સરકારનાં કર્મચારીઓએ પણ તેમનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ...

ઓક્ટોબર 17, 2024 4:11 પી એમ(PM)

views 17

ગુજરાત વિધાનસભા બાદ ગાંધીનગર જિલ્લા અદાલત હવે પેપરલેસ બની

ગુજરાત વિધાનસભા બાદ ગાંધીનગર જિલ્લા અદાલત હવે પેપરલેસ બની છે. ગાંધીનગર જિલ્લા ન્યાયાધીશ હિતા ભટ્ટ દ્વારા અદાલત ખાતે ઇ- સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇ- સેવા કેન્દ્રનો હેતુ પક્ષકારો તેમજ વકીલને તેમના કેસોની મહિતી તેમજ ચુકાદાની નકલ સરળતાથી પેપરલેસ માધ્યમથી મળી રહે તેવો છે. આ ઉપરાંત નવા કેસમા...

ઓક્ટોબર 17, 2024 8:21 એ એમ (AM)

views 9

ડાંગ જિલ્લાના ગઈકાલે રાત્રે આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંગીત સંધ્યા સાથે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ડાંગ જિલ્લાના ગઈકાલે રાત્રે આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંગીત સંધ્યા સાથે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ડાંગ પોલીસ અને જીઆરડીના જવાનો એ નવરાત્રી દરમિયાન મહિલા જાગૃતિ સહિતના કાર્યક્રમમાં સારી કામગીરી કરતાં જીઆરડી જવાનોનું સન્માન કરાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.