પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 21, 2024 3:17 પી એમ(PM)

views 10

સુરત રેલવે સ્ટેશન પરથી 80 કરોડ રૂપિયાના સોના સાથે 2 લોકોની અટકાયત થઈ હોવાના અહેવાલ છે

સુરત રેલવે સ્ટેશન પરથી 80 કરોડ રૂપિયાના સોના સાથે 2 લોકોની અટકાયત થઈ હોવાના અહેવાલ છે. સોના સાથે અમદાવાદથી ટ્રેનમાં મુંબઈ જતાં આ બંનેને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજેન્સ – D.R.I.એ પકડી પાડ્યા હતા. બંનેની તપાસ કરતા 10 કિલો સોનું પકડાયું હતું અને આ સોનું દુબઈથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. D.R.I.એ...

ઓક્ટોબર 21, 2024 3:16 પી એમ(PM)

views 13

રાજ્યમાં આજથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે

રાજ્યમાં આજથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે. ગુજરાત વડી અદાલતના આદેશ બાદ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર કરીને ફરજ પર આવતા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત પહેરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. ગાંધીનગરમાં સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની ...

ઓક્ટોબર 21, 2024 3:16 પી એમ(PM)

views 8

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 જિલ્લાના 69 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 જિલ્લાના 69 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ કુલ એક હજાર 261 મિલિમીટર એટલે કે, 143 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષનો આ સૌથી વધુ વરસાદ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 100 ટકાનો જળસંગ્રહ...

ઓક્ટોબર 21, 2024 3:15 પી એમ(PM)

views 14

આગામી 36 થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ

અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે સિસ્ટમ એક સાથે સક્રિય હોવાથી આગામી 36 થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આજે ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી છે. બે દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. આજે વહેલી સવારે ...

ઓક્ટોબર 21, 2024 3:14 પી એમ(PM)

views 10

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 174 ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ લીધો છે

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 174 ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ લીધો છે. જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, પશુઓથી પાકને થતા નુકસાનને અટકાવવા માટે લાભાર્થી ખેડૂતોને અત્યાર સુધી 2 કરોડ 83 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. 10 તાલુકામાં સૌથી વધુ લાભ લેનારા 26 ખેડૂત કડી તાલુકાના છે. જ્યા...

ઓક્ટોબર 20, 2024 7:17 પી એમ(PM)

views 6

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ૫૦ જેટલા મકાનોની આગળના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ૫૦ જેટલા મકાનોની આગળના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા..છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં અલીખેરવાથી રાજ ખેરવાને જોડતો અઢી કિલોમીટરનો રોડ 1 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ ઉપર ગેરકાયદે દબાણોને દૂર કરવા જરૂરી હતા.. માર્ગના નિર...

ઓક્ટોબર 20, 2024 7:16 પી એમ(PM)

views 11

ડાંગ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી દ્વારા વાતાવરણ બદલાતા ડાંગર પાકની કાળજી અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

ડાંગ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી દ્વારા વાતાવરણ બદલાતા ડાંગર પાકની કાળજી અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. વાતાવરણ બદલાતા ડાંગર પાકમાં જીવાતોનો ઉપદ્રવ થતાં ખેડૂતોને જીવાત નિયંત્રણ માટે નીમ ઓઈલ 1 હજાર 500 પીપીએમ, 5 એમએલ કરતા વધારે પ્રતિ લીટર પાણીમાં ભેળવી પાક પર છંટકાવ કરવા તેમજ પ્રાકૃતિક ખેતી ...

ઓક્ટોબર 20, 2024 7:15 પી એમ(PM)

views 7

છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.. આ બેઠકમાં ગ્રાહકોના પ્રશ્નો તથા ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિની ચર્ચા કરવામાં આવી હતી. તમામ નાગરિકોને પુરવઠો ઉપલબ્ધ થાય એ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા કરવા આવે છે. સરકાર દ્વારા સાચા લાભાર્થીઓની ઓળખ થાય તે મ...

ઓક્ટોબર 20, 2024 7:15 પી એમ(PM)

views 14

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેઆજે ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનનીનૂતન શાખા સ્વામિનારાયણ ગુરુકુળ તેમજ સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેઆજે ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનનીનૂતન શાખા સ્વામિનારાયણ ગુરુકુળ તેમજ સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કર્યું હતું. રાજ્યપાલે કહ્યું કે, ગુરૂકુળ દ્વારા સમાજને સંસ્કારી અને શિક્ષિત-દીક્ષિત બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. ગુરુકુળ પ...

ઓક્ટોબર 20, 2024 7:14 પી એમ(PM)

views 9

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સેનિયર ક્લબ ચેમ્પિયનશિપ અંડર 13, 15 અને 17 બોયસ યૂથ લીગ ચાલી રહી છે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સેનિયર ક્લબ ચેમ્પિયનશિપ અંડર 13, 15 અને 17 બોયસ યૂથ લીગ ચાલી રહી છે. ગઇકાલે રમાયેલી અંડર 15ની મેચ માં એન્ફિલ્ડ ટાઉને સીવીએમ ને 4-0 થી હરાવી હતી., અંડર 17 ના એક તરફી મેચ માં સીવીએમ એફસીએ બરોડા એફએ ને 13-0 થી હરાવી હતી સિનિયર ક્લબ ચેમ્પિયન શીપના ઇનકમટેક્ષે એસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.