પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 25, 2024 10:41 એ એમ (AM)

views 17

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે. ઉપરાંત પ્રવાસની તારીખના 15 દિવસ પહેલા પ્રવાસ અંગેની જાણ સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – R.T.O અને સ્થાનિક પોલીસ મથકને કરવી પડશે. શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ...

ઓક્ટોબર 25, 2024 10:39 એ એમ (AM)

views 15

દીવના કેવડી મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી

દીવના કેવડી મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી. દીવના કેવડી શૈક્ષણિક વિસ્તારની સામેની બાજુએ બનેલા બાંધકામો પર બુલડોઝર ચાલ્યુ હતું. નોટિસ આપ્યા વિના બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

ઓક્ટોબર 25, 2024 10:34 એ એમ (AM)

views 20

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિન નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિન નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. જે અંતર્ગત 31 ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે સોમનાથમાં એકતા દોડનું આયોજન કરવામાં આવશે. સાવરે 7 વાગ્યે સોમનાથ મંદિર પરિસરથી શરૂ કરીને ચોપાટી વૉક વે ખાતે આ રાષ્ટ્રીય એકતા દોડ પૂ...

ઓક્ટોબર 25, 2024 10:32 એ એમ (AM)

views 10

શિયાળાનો નજીક આવતાં જ અમદાવાદના વિવિધ વિસ્તારોની હવાની ગુણવત્તા ખરાબ થઈ

શિયાળાનો નજીક આવતાં જ અમદાવાદના વિવિધ વિસ્તારોની હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યાનુસાર ગુરુવાર સાંજે ચાંદખેડા, એરપોર્ટ અને રાયખડ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ 200ને પાર કરી ગયો હતો. ચાંદખેડામાં એક્યુઆઈ 246, એરપોર્ટ પાસે 220, રાયખંડમાં ...

ઓક્ટોબર 25, 2024 10:30 એ એમ (AM)

views 13

તહેવારોને પગલે પશ્ચિમ રેલવે દ્વારા 7 વિશેષ ટ્રેન શરૂ ચલાવવામાં આવશે

તહેવારોને પગલે પશ્ચિમ રેલવે દ્વારા 7 વિશેષ ટ્રેન શરૂ ચલાવવામાં આવશે. દિવાળીથી શરૂ કરીને છઠ પૂજા સુધી આ ટ્રેનો ચલાવવામાં આવશે. જેમાં સાબરમતી લખનઉ સ્પેશિયલ, અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ, અમદાવાદ બનારસ સ્પેશિયલ, અમદાવાદ – જયનગર સ્પેશિયલ, રાજકોટ – ગોરખપુર સ્પેશિયલ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. દરમિયાન ભા...

ઓક્ટોબર 25, 2024 10:29 એ એમ (AM)

views 18

ગીર સોમનાથ એજીઆર યોજના માટે આજથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાશે

ગીર સોમનાથ એજીઆર યોજના માટે આજથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાશે. આજે સવારે સાડા દસ વાગ્યાથી માંડીને 31 ઑક્ટોબર સુધી સાત દિવસ માટે, વહેલાના પહેલાના ધોરણે- વર્ષ 2024 -25 માટે ખેતીવાડીની એજીઆર 50 સહાય જોનામાં ટ્રેક્ટર માટે નોંધણી કરાવી શકાશે. મહીસાગર જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર સહાય મેળવવવા ઈચ્છતા હોય તે મ...

ઓક્ટોબર 25, 2024 10:28 એ એમ (AM)

views 10

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શનનો પ્રારંભ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી શહેરી પરિવહનના નિષ્ણાતો સહિત ...

ઓક્ટોબર 24, 2024 7:55 પી એમ(PM)

views 16

રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્નના નિકાલ માટે આજે વિવિધ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો

રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્નના નિકાલ માટે આજે વિવિધ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો.જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા 21 પ્રશ્નમાંથી 19 પ્રશ્નના હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યા છે જ્યારે 2 પ્રશ્ન પડતર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ત્યાંનાં સ્થાનિકના પ્રશ્નનું સુખદ સમાધાન થતાં તેઓ...

ઓક્ટોબર 24, 2024 7:52 પી એમ(PM)

views 26

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝિલેન્ડ મહિલા ક્રિકેટની વન-ડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 24 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 98 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડ...

ઓક્ટોબર 24, 2024 7:50 પી એમ(PM)

views 17

રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસ જણાવે છે કે, રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી ચાર દિવસ પણ આ જ સ્થિતિ યથાવત્ રહેતા કોઈ મોટો ફેરફાર નોંધાશે નહીં.દાસે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.