પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 26, 2024 9:51 એ એમ (AM)

views 17

ભારતીય તબીબી મંડળે પરસ્પર શૈક્ષણિક પ્રવૃત્તિઓને મજબૂત કરવા રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારતીય તબીબી મંડળ ગુજરાત – I.M.A.એ પરસ્પર શૈક્ષણિક પ્રવૃત્તિઓને મજબૂત કરવા ગઈકાલે રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય – NFSU સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંગે NFSUના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, ‘આ કરારથી બંને સંસ્થાઓ ઇમરજન્સી ટૉક્સિકૉલૉજી, ડાયગ્નોસ્ટિક સ...

ઓક્ટોબર 26, 2024 9:48 એ એમ (AM)

views 16

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ગઇકાલે બોટાદમાં દિવ્યાંગ મૂલ્યાંકન શિબિર યોજાઈ.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ગઇકાલે બોટાદમાં દિવ્યાંગ મૂલ્યાંકન શિબિર યોજાઈ ગઈ, જ્યાં દિવ્યાંગજનોને શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભાર...

ઓક્ટોબર 26, 2024 9:46 એ એમ (AM)

views 14

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ગાંધીનગરમાંથી 7 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો કબજે કર્યો.

ગાંધીનગર જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખાદ્ય સુરક્ષા પખવાડિયા અંતર્ગત શંકાસ્પદ 842 કિલો ઘી અને 898 કિલો મીઠો માવો જપ્ત કર્યાના અહેવાલ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, તંત્રએ જિલ્લાના વિવિધ સ્થળો પર ચકાસણી દરમિયાન અંદાજિત 7 લાખ 50 હજાર 580 રૂપિયાની કિંમતનો જથ્થો કબજે કર...

ઓક્ટોબર 26, 2024 9:42 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક...

ઓક્ટોબર 25, 2024 7:48 પી એમ(PM)

views 12

રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે કચ્છના પશુપાલક વરૂણ શર્માને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્ગત પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો

રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે કચ્છના પશુપાલક વરૂણ શર્માને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્ગત પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો. કચ્છના ભુજમાં આવેલા ટાઉનહૉલ ખાતે પશુપાલન મંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે 21મી પશુધન વસતિ ગણતરી અને પશુપ...

ઓક્ટોબર 25, 2024 7:47 પી એમ(PM)

views 13

ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે

ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે. હવે પેન્શન ધારકોએ આ પ્રમાણપત્ર રજૂ કરવા કોઈ ટ્રેઝરી, બેન્ક કે અન્ય વિભાગમાં જવાની જરૂર નહીં રહે.અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે આ અંગે જણાવ્યું હતું કે,‘પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પૉસ્ટમેન અથવા ગ્ર...

ઓક્ટોબર 25, 2024 7:46 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલનના નિયમોને મંજૂરી આપી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલનના નિયમોને મંજૂરી આપી છે. આ નિયમ અંતર્ગત 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ- હોડી બોટની નોંધણી કરાવવા માગતા લોકોએ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવી પડશે. રાજ્યમાં બૉટિંગ અને વૉટર સ્પૉર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને...

ઓક્ટોબર 25, 2024 7:45 પી એમ(PM)

views 9

વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘રાજ્યમાં આગામી સમયમાં વધુ એક હજાર 768 જેટલી CNG-EV બસ દોડાવાશે

વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘રાજ્યમાં આગામી સમયમાં વધુ એક હજાર 768 જેટલી CNG-EV બસ દોડાવાશે. ગાંધીનગરમાં યોજાયેલી 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા પરિષદના શુભારંભ સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ આમ જણાવ્યું હતું.દરમિયાન તેમણે આ પરિષદ આગામી સમયમાં રાજ્ય સહિત દેશના જાહેર પરિવહનને નવી દિશા આપશે ત...

ઓક્ટોબર 25, 2024 7:37 પી એમ(PM)

views 8

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે છેલ્લા 10 વર્ષમાં દેશના સામાજિક,આર્થિક વિકાસમાં શહેરીકરણની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બોલતા, શ્રી પટેલે જણાવ્યું હતુ...

ઓક્ટોબર 25, 2024 7:18 પી એમ(PM)

views 9

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઇ

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનીપ્રક્રિયા પૂરી થઈ ગઇ. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈસોરેને સરાયકેલાથી ઉમેદવારી નોંધાવી હતી જ્યારે AJSU પાર્ટીના વડા સુદેશ કુમાર મહતોએ સિલ્લીથી ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ મંત્રી રાધાકૃષ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.