પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 27, 2024 7:35 પી એમ(PM)

views 10

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીઓના મોત નિપજ્યાં છે

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીઓના મોત નિપજ્યાં છે.જયારે છ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અમદાવાદ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ નારોલમાં આવેલી એક સિન્થેટીક કંપનીમાં ગેસ ગળતરના કારણે આઠ કર્મચારીઓ બેહોશ થઇ ગયા હતાં. તમામ કર્મચારીઓને 108 એમ્...

ઓક્ટોબર 27, 2024 7:33 પી એમ(PM)

views 9

રાજભવન માંરાજ્યના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો

રાજભવન માંરાજ્યના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર વિપુલ રામપ્રસાદ રાવલ અને ભરત જમનાદાસ ગણાત્રાને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.શપથ વિધિસમારોહમાં મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોની, મુખ્ય સચિવ રાજકુમાર સહિત ર...

ઓક્ટોબર 27, 2024 7:32 પી એમ(PM)

views 7

પંચમહાલ જિલ્લાના ભંડોઇ-મેથાણ ગામમાં વીજળીનો વાયર બાઇકસવાર પર પડતા બે ભાઇઓ સહિત ત્રણ વ્યક્તિઓના વીજકરંટ લાગવાથી મોત નિપજ્યાં છે

પંચમહાલ જિલ્લાના ભંડોઇ-મેથાણ ગામમાં વીજળીનો વાયર બાઇકસવાર પર પડતા બે ભાઇઓ સહિત ત્રણ વ્યક્તિઓના વીજકરંટ લાગવાથી મોત નિપજ્યાં છે. આજે સવારે મોરવા હડફ તાલુકાના ભંડોઇ ગામના નિવાસી બે સગા ભાઇઓ સહિત ત્રણ યુવાનો બાઇક પર ખેતરથી પરત ફરી રહ્યા હતા. ભંડોઇ-મેથાણ ગામના ચાર રસ્તા પાસે ઇલેક્ટ્રીક થ્રી ફેઇઝ લાઇનનો ...

ઓક્ટોબર 27, 2024 4:27 પી એમ(PM)

views 7

ભારતીય વિચારમંચ-ભાવનગર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય, ભારતીય શોધ સંસ્થાન અને ઓજ ઇન્સ્ટિટયૂટના સહયોગથી આયોજિત બે દિવસીય સૌરાષ્ટ્ર લોકમંથન કાર્યક્રમનું આજે સમાપન થયું છે

ભારતીય વિચારમંચ-ભાવનગર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય, ભારતીય શોધ સંસ્થાન અને ઓજ ઇન્સ્ટિટયૂટના સહયોગથી આયોજિત બે દિવસીય સૌરાષ્ટ્ર લોકમંથન કાર્યક્રમનું આજે સમાપન થયું છે. આ પ્રસંગે લોકવિદ્યાના જાણકાર ડૉ.બળવંત જાનીએ લોકમંથન વિષે જણાવતા કહ્યું કે લોક મંથન તે સમયની માંગ છે. આપણી સંસ્કૃતિન...

ઓક્ટોબર 27, 2024 4:26 પી એમ(PM)

views 9

તહેવારોને પગલે મુસાફરોની સુવિધા જાળવવા માટે રાજ્ય સરકારે વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

તહેવારોને પગલે મુસાફરોની સુવિધા જાળવવા માટે રાજ્ય સરકારે વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ દિશામાં આજે સુરતથી સૌરાષ્ટ્રના રૂટ પર નવી દસ વૉલ્વો બસો શરૂ કરાઈ છે. ગૃહમંત્રી હર્ષ સંધવીએ નવી દસ અત્યાધુનિક વોલ્વો બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

ઓક્ટોબર 27, 2024 4:05 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં મહિલાઓ માટેની વિશેષ ડૉ. રાજગોર મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં મહિલાઓ માટેની વિશેષ ડૉ. રાજગોર મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હૉસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સારવાર સુવિધાઓ અને સ્પેશિયાલિટી રૂમ્સનું નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ, ડે...

ઓક્ટોબર 27, 2024 9:31 એ એમ (AM)

views 25

બરડાના જંગલમાં અતિ દુર્લભ વન લલેડુ પક્ષી જોવા મળ્યું

બરડાના જંગલમાં અતિ દુર્લભ એવું સફેદ વન લલેડુ પક્ષી જોવા મળ્યું છે. વેટરનરી ડૉક્ટર વિજય ખુંટી અને આર.એફ.ઓ મલય મણીયાર સાંજના સમયે બરડા જંગલમા જઈ રહ્યા હતા ત્યારે ખંભાળા નાકાની નજીક આ પક્ષી જોવા મળ્યું હતું. તેમણે આ પક્ષીની તસવીર લેતાં તે વન લલેડું હોવાનું જણાવા મળ્યું. વન લલેડું સામાન્ય રીતે રાખોડી કલ...

ઓક્ટોબર 27, 2024 9:29 એ એમ (AM)

views 19

ભાવનગર: સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં સાયન્સ પ્રદર્શન યોજાયું

ભાવનગરમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં શનિવારે ધોરણ-3થી 9ના બાળકોનું સાયન્સ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર ફાયર સેફ્ટી, સ્માર્ટ સિટી, ભૂકંપથી બચવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો, જ્વાળામુખીના વૈજ્ઞાનિક કારણો જેવા લગભગ 70થી પણ વધારે પ્રોજેક્ટોનું પ્રદર્શન ર...

ઓક્ટોબર 27, 2024 9:26 એ એમ (AM)

views 34

સાપુતારામાં 68મી અખિલ ભારતીય શાળાકીય તિરંદાજી સ્પર્ધાનું આયોજન

ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગરનાં ઉપક્રમે 68મી અખિલ ભારતીય શાળાકીય તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરાયું છે. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાન ખેલાડીઓને પ્રેરણા આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને 2036ની ઓલમ્પિકમાં તિરંદાજી સ્પર્ધામાં...

ઓક્ટોબર 27, 2024 9:22 એ એમ (AM)

views 17

ડાંગ: ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 3,879 અરજીઓનો નિકાલ

ડાંગના સુબીર તાલુકાના ઝરણમા યોજાયેલા 'સેવા સેતુ' કાર્યક્રમમાં 3 હજાર 879 અરજીઓનો નિકાલ કરાયો હતો, જેમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની, 55થી વધુ યોજનાઓનો ઘર આંગણે જ લાભ પુરો પડાયો હતો. આ કાર્યક્રમમાં સુબીર વિસ્તાર નજીકના કુલ 19 ગામના લોકોએ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.