પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 15, 2024 3:45 પી એમ(PM)

views 9

ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે જન જાતીય દિવસ ની ઉજવણી કરવામાં આવી

ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે જન જાતીય દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું કે આદિવાસી સમાજ માટે આ ગૌરવનો દિવસ છે. આજે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીના પ્રસંગે આદિવાસી બહુમતી ધરાવતા વિસતારોમાં સરકરની વિવિધ યોજનાના લાભો અપા...

નવેમ્બર 15, 2024 3:42 પી એમ(PM)

views 16

મહેસાણાના ઊંઝા પાસે આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક 13 ગાડી કપાસની સારી આવક થઈ રહી છે

મહેસાણાના ઊંઝા પાસે આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક 13 ગાડી કપાસની સારી આવક થઈ રહી છે. મહેસાણાના અમારાં પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે કપાસના મણનો ભાવ 1 હજાર 151 થી લઈને 1 હજાર 530 રૂપિયા સુધીના રહ્યા હતા. ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ...

નવેમ્બર 15, 2024 3:41 પી એમ(PM)

views 13

રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી-COP29 પરિષદમાં જણાવ્યું છે કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બની રહ્યું છે

રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી-COP29 પરિષદમાં જણાવ્યું છે કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બની રહ્યું છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ ઉ...

નવેમ્બર 15, 2024 3:37 પી એમ(PM)

views 15

આજે આજે ગિફ્ટ સીટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે

આજે ગિફ્ટ સીટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે યુનિવર્સિટી ઓફ વોલોન્ગ ગોંગ ઓસ્ટ્રેલિયાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી ભારતમાં ત્રીજા ક્રમની મોટી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી છે. ગિફ્ટી સિટી ફિનટેક, આઇટી અને ફા...

નવેમ્બર 15, 2024 3:32 પી એમ(PM)

views 14

અંબાજીના કુંભારિયા જૈન મંદીર દર્શને આવેલાં સુરતનાં પરિવારની થયેલી લૂંટનો ભેદ છ દિવસમાં ઉકેલવામાં આવ્યો

અંબાજીના કુંભારિયા જૈન મંદીર દર્શને આવેલાં સુરતનાં પરિવારની થયેલી લૂંટનો ભેદ છ દિવસમાં ઉકેલવામાં આવ્યો છે. જૈન દેરાસર ખાતે દર્શન યાત્રાએ આવેલા સુરતનાં શ્રદ્ધાળુની ગાડીનાં કાચ તોડીને લૂંટારાઓ 80 તોલા સોનાનાં દાગીના અને દોઢ લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થયા હતા. બનાસકાંઠા પોલીસે સઘન તપાસ હાથ ધરીને માત્ર ...

નવેમ્બર 15, 2024 3:31 પી એમ(PM)

views 11

ભરૂચ જિલ્લાના હાંસોટના શેરા ગામ નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે

ભરૂચ જિલ્લાના હાંસોટના શેરા ગામ નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. પુર ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક પરિવાર ભાવનગરથી સુરત જઇ રહ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. હાંસોટ પોલીસે ઘટનાની તપાસ શરૂ ...

નવેમ્બર 15, 2024 3:28 પી એમ(PM)

views 29

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારા અને પાનની પિચકારી મારતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારા અને પાનની પિચકારી મારતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. શહેરનાં 120થી વધુ જંક્શન પર 2 હજારથી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. જો, કોઈ વ્યક્તિ ટ્રાફિક જંક્શન પર થૂંકતા પકડાશે તો તેનો ફોટો પાડી ઘરે મેમો મોકલવામાં આવશે અને 100 ર...

નવેમ્બર 15, 2024 3:26 પી એમ(PM)

views 16

આજે રાજ્યભરમાં દેવ દિવાળી અને શીખ ધર્મનાં પ્રથમ ગુરુ એવા ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

આજે રાજ્યભરમાં દેવ દિવાળી અને શીખ ધર્મનાં પ્રથમ ગુરુ એવા ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યાત્રાધામ શામળાજી ખાતે ગુરૂ પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારથી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. અહીં ચાલી રહેલા કાર્તિકી ...

નવેમ્બર 14, 2024 7:34 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે 'જનજાતિય ગૌરવ દિવસ' ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે. આકાશવાણી, દિલ્હી તેના ઈન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઈવ ન્યૂઝ 24x7, એફએમ ગોલ્ડ અને એફએમ રેઈનબો ચેનલ્સ પર રાષ્ટ્રપતિ મુર્મુના સંદેશનું પ્રસારણ કરશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે જનજાતી...

નવેમ્બર 14, 2024 7:29 પી એમ(PM)

views 18

પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે આજથી કાર્તિક પૂર્ણિમાના મેળાનો શુભારંભ થયો છે

પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે આજથી કાર્તિક પૂર્ણિમાના મેળાનો શુભારંભ થયો છે. સરસ્વતી નદીના પટમાં ભરાતા આ સાત દિવસના લોક મેળાને સિધ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો. વર્ષોની પરંપરા મુજબ કારતક મહિનામાં પૂનમ નિમિત્તે સિધ્ધપુરમાં ભવ્ય લોકમેળો ભરાય ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.