પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 17, 2024 7:04 પી એમ(PM)

views 11

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામે સોળહજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામે સોળહજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.. બોરબોધન ગ્રામ પંચાયત તથા નેચર કલબઅને એસ.બી.આઈના સંયુકત ઉપક્રમે વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. એક પેડ માં કે નામના અભિયાન અંતર્ગત યોજાયેલા આ વૃક્ષોના...

નવેમ્બર 17, 2024 7:03 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ધંધુકામાં 246 કરોડથી વધુ રૂપિયાના ૧૮૪ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ધંધુકામાં 246 કરોડથી વધુ રૂપિયાના ૧૮૪ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભાલ પ્રદેશ તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે. આ વિસ્તારમાં એક હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. તેમણે ઉમેર્યુ હતું કે...

નવેમ્બર 17, 2024 7:02 પી એમ(PM)

views 12

રાજ્ય સરકારે 61 માર્ગોની પહોળાઈ વધારવા બે હજાર 995 કરોડ રૂપિયાની મંજૂરી આપી

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે ...

નવેમ્બર 17, 2024 6:59 પી એમ(PM)

views 11

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપેડીશન યોજવામાં આવ્યું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપેડીશન યોજવામાં આવ્યું હતું. બ્રિક્સ અને બ્રિક્સ સહિતના રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.. ભારતના 20 શહેરોમાંથી લગભગ 100 યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં પ્રશિક્ષણ અને સહયોગી સત્ર...

નવેમ્બર 17, 2024 6:57 પી એમ(PM)

views 11

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 8 નાં મોત નીપજ્યા

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 8 નાં મોત નીપજ્યા છે. જ્યારે 15 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અમરેલી જિલ્લાના બગસરાના હડાળા નજીક ગાડી પલટી ખાઈ જતાં 1 મહિલાની મોત થયું અને 12 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. 108 અને પ્રાઈવેટ વાહનોની મદદથી 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી અ...

નવેમ્બર 17, 2024 3:20 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધૂકાના આકરૂ ગામે વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધૂકાના આકરૂ ગામે વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યુ હતું..ધંધુકા તાલુકાના આકરૂ ગામે સાંસ્કૃતિક વારસાનું અદભૂત સંગ્રહાલય તૈયાર કરાયું છે... પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા આ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકી...

નવેમ્બર 17, 2024 3:17 પી એમ(PM)

views 12

રાજ્યમાં આજથી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં આજથી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની સુચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે અને ત્યારબાદ 23 અને 24મી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે. આ ખાસ ઝૂંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10થી...

નવેમ્બર 17, 2024 3:16 પી એમ(PM)

views 11

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી શરૂ કરવામાં આવી

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી શરૂ કરવામાં આવી છે.. આ શરૂ કરાયેલી ખરીદીના ભાગરૂપે કચ્છમાં કુલ 3 હજાર 936 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે ભુજ, અંજાર, રાપર, અબડાસા, માંડવી અને ભચાઉ ખાતેનાં સેન્ટર પરથી એક મણના બે હજાર 716 રૂપિયાના ભાવે 107 મેટ...

નવેમ્બર 17, 2024 3:14 પી એમ(PM)

views 15

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 5 મોત નીપજ્યા

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 5 મોત નીપજ્યા છે. જામનગર રાજકોટ હાઇવે પર આવેલા ધ્રોલ નજીકના જાયવાગામ પાસે અકસ્માત થયો હતો, આશાપુરા હોટલ પાસે એકટીવા અને બોલેરા વચ્ચે ભયંકર અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. કેન્દ્...

નવેમ્બર 17, 2024 3:12 પી એમ(PM)

views 9

ગુજરાતના પાટણની મેડિકલ કોલેજમાં પ્રેક્ટિસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મંથાનિયાનું મોત થયું

ગુજરાતના પાટણની મેડિકલ કોલેજમાં પ્રેક્ટિસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મંથાનિયાનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ વિદ્યાર્થીનું મૃત્યુ એમબીબીએસ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા રેગિંગને કારણે થયું હતું. મૃતક વિદ્યાર્થી સુરેન્દ્રનગરના જેસરા ગામનો રહેવાસી હતો....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.