પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 20, 2024 7:05 પી એમ(PM)

views 16

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળી રહે એ માટે ખેડૂત નોંધણી ફરજિયાત બનાવાઈ છે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળી રહે એ માટે ખેડૂત નોંધણી ફરજિયાત બનાવાઈ છે. મહેસાણા જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા તેમને હસ્તક નોંધાયેલા ખેડૂતોને 25 નવેમ્બર સુધીમાં ફરજિયાત નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે ઇ – ધરા કેન્દ્ર પર વીસીઈ મારફતે અથવા ખે...

નવેમ્બર 20, 2024 7:03 પી એમ(PM)

views 15

મરચા માટે જાણીતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી મરચાની આવક શરૂ થઈ

મરચા માટે જાણીતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી મરચાની આવક શરૂ થઈ છે. વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ અહીં મરચાની ખરીદી માટે આવી રહ્યા છે. યાર્ડમાં અંદાજે 23 હજાર રૂપિયાથી સોદાની શરૂઆત થઈ હતી. જ્યારે મરચાના ભાવ 3 હજાર રૂપિયાથી લઈને 6 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી બોલાઈ રહ્યા છે.

નવેમ્બર 20, 2024 3:46 પી એમ(PM)

views 8

પંચમહાલ જિલ્લામાં પાક નુકસાનીના વળતર પેટે ખેડૂતોને 21 કરોડ 35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી

પંચમહાલ જિલ્લામાં પાક નુકસાનીના વળતર પેટે ખેડૂતોને 21 કરોડ 35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે. જિલ્લામાં ગત ઑગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે વાવેતરલાયક પોણા 2 લાખ હેક્ટર વિસ્તારમાં કરાયેલા ખરીફ મોસમના પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ જિલ્લા ખેતીવાડી વિભાગે સરવે કરતાં 50 હજાર હેક્ટરથી વધુના વિ...

નવેમ્બર 20, 2024 3:46 પી એમ(PM)

views 11

મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના 90 ટકા જેટલા પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું

મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના 90 ટકા જેટલા પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. જે અંતર્ગત જિલ્લાના 6 લાખ, 72 હજાર, 270 દુધાળા પશુઓને ખરવા મોવાસા રસી આપવામાં આવી. પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 લાખ, 90 હજાર, 400 જેટલા રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ રસીકરણ ઝુંબેશમાં પશુપાલન વિભાગ તેમ...

નવેમ્બર 20, 2024 3:45 પી એમ(PM)

views 17

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણાનાં કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણાનાં કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિવિધ ભાષાઓના 17 હજાર ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે મદદનીશ ગ્રંથાલયના નિયામક ડૉ. જયરામ દેસાઈએ જણાવ્યું કે 17 હજારથી વધુ દુર્લભ ગ્રંથો રાજ્યની ધરોહર છે. આ દ...

નવેમ્બર 20, 2024 3:44 પી એમ(PM)

views 8

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં યોજાયેલી 68મી રાષ્ટ્રીય શાળા રમતગમત બૉય્ઝ એન્ડ ગર્લ્સ ટેબલટેનિસ સ્પર્ધામાં તેલંગાણા અને પશ્ચિમ બંગાળની ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં યોજાયેલી 68મી રાષ્ટ્રીય શાળા રમતગમત બૉય્ઝ એન્ડ ગર્લ્સ ટેબલટેનિસ સ્પર્ધામાં તેલંગાણા અને પશ્ચિમ બંગાળની ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. કરાડ પૉલિટેક્નિક કૉલેજ પરિસરમાં આયોજિત આ સ્પર્ધામાં પ્રથમ તબક્કાની રમતમાં બોય્ઝની સ્પર્ધામાં તેલંગાણા અને ગર્લ્સની સ્પર્ધામાં પશ્ચિમ બંગાળની...

નવેમ્બર 20, 2024 3:42 પી એમ(PM)

views 10

સુરતના વરાછા ફૂલપાડા વિસ્તારમાં આવેલા એક કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી

સુરતના વરાછા ફૂલપાડા વિસ્તારમાં આવેલા એક કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી. સુરતનાં અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, ઘરમાં ગેસના બાટલામાં ધડાકો થતાં સાત લોકો દાઝી ગયા છે. જોકે, અગ્નિશમન દળે આગ પર કાબૂ મેળવી લીધો છે. જ્યારે દાઝી ગયેલા તમામ લોકોને સારવારઅર્થે ખાનગી હૉસ્પિટલ ખસેડાયા છે.

નવેમ્બર 20, 2024 3:40 પી એમ(PM)

views 8

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કૉલોની એલ 88 બ્લૉકમાં આવેલા 12થી વધુ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કૉલોની એલ 88 બ્લૉકમાં આવેલા 12થી વધુ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા છે. અગાઉ આ જ વિસ્તારમાં જર્જરીત મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેને જોતાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટીપીઓ શાખા અને અગ્નિશમન શાખાએ આવાસ તોડી પાડવાની કામગીરી કરી હતી.

નવેમ્બર 20, 2024 3:39 પી એમ(PM)

views 9

મહેસાણા-અમદાવાદ રાજમાર્ગ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રકચાલકનું મોત નીપજ્યું

મહેસાણા-અમદાવાદ રાજમાર્ગ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રકચાલકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, આગળ જતાં ટ્રકનંં ટાયર ફાટતાં પાછળથી આવી રહેલા ટ્રક તેની સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મહેસાણા અગ્નિશમન દળે ટ્રકમાંથી મૃતકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

નવેમ્બર 20, 2024 3:36 પી એમ(PM)

views 8

રાજ્ય સરકારે પાટણ નગરપાલિકાની રજૂઆત બાદ 25 કરોડ 52 લાખ રૂપિયાની કિંમતની વરસાદી પાણી નિકાલ યોજનાને મંજૂરી આપી

રાજ્ય સરકારે પાટણ નગરપાલિકાની રજૂઆત બાદ 25 કરોડ 52 લાખ રૂપિયાની કિંમતની વરસાદી પાણી નિકાલ યોજનાને મંજૂરી આપી છે. આ બજેટમાંથી 21 કરોડ રૂપિયા નેટ કામગીરી માટે અને બાકીનું GST અને આકસ્મિક ખર્ચમાં સમાવેશ થાય છે. યોજનામાં આઠ નિર્ગમ, 38 લાખ 14 હજારના ખર્ચે કેનાલ, 4 કરોડ 58 લાખ રૂપિયાના ખર્ચે રોડ નવીનીકરણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.