પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 20, 2024 7:20 પી એમ(PM)

views 8

પાટણની ખાનગી કૉલેજમાં થયેલા રેગિંગ કેસમાં આરોપી 15 વિદ્યાર્થીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા

પાટણની ખાનગી કૉલેજમાં થયેલા રેગિંગ કેસમાં આરોપી 15 વિદ્યાર્થીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માગણી ન કરતા તમામને પાટણની સુજનીપુર સબ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ પંદરમાંથી સાત આરોપી વિદ્યાર્થીઓએ જામીન અરજી કરી હતી, જેમને કોર્ટે નામંજૂર ક...

નવેમ્બર 20, 2024 7:18 પી એમ(PM)

views 27

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ તથા તેમનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ તથા તેમનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં-ઉર્જા મંત્રી કનુ દેસાઈને મળ્યા હતા. જ્યાં તેમને ગુજરાતના વિકાસના નવતર આયામોથી માહિતગાર કરાયા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સી.એમ. ડેશબો...

નવેમ્બર 20, 2024 7:16 પી એમ(PM)

views 10

GPSC ના ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આરોગ્ય વિભાગ માટે સૌથી મોટી ભરતી જાહેરાત કરી

GPSC ના ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આરોગ્ય વિભાગ માટે સૌથી મોટી ભરતી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગમાં બે હજાર કરતાં વધુ જગ્યાઓ ઉપર ભરતી કરાશે. જે અંતર્ગત તબીબી અધિકારી વર્ગ -2 માટે 1 હજાર 506 જગ્યા, જનરલ સર્જન તજજ્ઞ માટે 200, ફિઝિશિયન તજજ્ઞ માટે 227, ગાયનેકોલોજિસ્ટ...

નવેમ્બર 20, 2024 7:14 પી એમ(PM)

views 8

મેટ્રો રેલ સેવાનો લાભ લોકો લઇ શકે તે માટે એસ.ટી. વિભાગે અમદાવાદ થી ગાંધીનગર સેક્ટર -1 સુધી બસ સેવાઓ લંબાવી

મેટ્રો રેલ સેવાનો લાભ લોકો લઇ શકે તે માટે એસ.ટી. વિભાગે અમદાવાદ થી ગાંધીનગર સેક્ટર -1 સુધી બસ સેવાઓ લંબાવી છે. અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ સેવા અમુક વિસ્તારોમાં શરૂ થઇ ગઇ છે, ત્યારે તેના રૂટમાં હાલ વધારો કરવામાં આવ્યો છે. જે મુસાફરોને ગાંધીનગર સેક્ટર -1 સુધી મેટ્રોમાં જવું હશે તેમના માટે સચિવાલય, પથિ...

નવેમ્બર 20, 2024 7:13 પી એમ(PM)

views 9

રંગમંચના કલાકાર રમેશ તુરી ઉર્ફે “રંગલા” નું ૮૧ વર્ષે નિધન થયું

રંગમંચના કલાકાર રમેશ તુરી ઉર્ફે "રંગલા" નું ૮૧ વર્ષે નિધન થયું છે. વર્ષ ૧૯૫૪ થી ભવાઈ, નાટક, થિયેટર, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ એમ વિવિધ કલા મંચ પર અભિનેતા, લેખક, દિગ્દર્શક, પ્રોડ્યુસર તરીકે આજીવન સેવા આપી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતી, મરાઠી, ભોજપુરી, રાજસ્થાની અને હિન્દી ભાષાની ૫૦૦ જેટલી ફિલ્મોમાં મુ...

નવેમ્બર 20, 2024 7:12 પી એમ(PM)

views 14

ડાંગ જિલ્લા સાપુતારા પોલીસની શી ટીમ દ્વારા પ્રોજેક્ટ સંવેદના અંતર્ગત ગલકુંડમાં સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી

ડાંગ જિલ્લા સાપુતારા પોલીસની શી ટીમ દ્વારા પ્રોજેક્ટ સંવેદના અંતર્ગત ગલકુંડમાં સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. શી ટીમ દ્વારા ડાંગી ભાષામાં હાટ બજારમાં ઉપસ્થિત લોકોને સરકારી યોજનાઓના લાભ મેળવવા ઉપરાંત સાઇબર ગુનાઓ, ટ્રાફિક નિયમો વિશે માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક ય...

નવેમ્બર 20, 2024 7:10 પી એમ(PM)

views 27

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ રહી છે

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગ રૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ 2024ની રથયાત્રા રાજ્યના 14 જિલ્લાના તમામ તાલુકાઓમાં ફેરવવામાં આવી રહી છે. આ રથયાત્રા તાપી જિલ્લાના વાલોડ ખાતે પહોંચી હતી. ત્યાંથી ડોલવણ જશે, ત્યારબાદ વ્યારા, સોનગઢ, નિઝર અને કુકરમુંડ...

નવેમ્બર 20, 2024 7:08 પી એમ(PM)

views 10

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન અંદાજે 1 કરોડ 65 લાખ રૂપિયાની આવક થઈ

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન અંદાજે 1 કરોડ 65 લાખ રૂપિયાની આવક થઈ છે. દર મંગળવારે મંદિરના ભંડાર ખોલવામાં આવે છે, અને સીસીટીવી કેમેરાના નિરીક્ષણમાં ભંડારની ગણતરી કરવામાં આવે છે. દિવાળી સુધીમાં અત્યાર સુધીમાં ત્રણ વાર ભંડાર ખોલવામાં આવ્યા. પ્રથમ ભંડારમાં 64 લાખ, બીજા ભંડારમાં 5...

નવેમ્બર 20, 2024 7:07 પી એમ(PM)

views 7

ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મિશનમાં સક્રિયતાથી સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અનુરોધ કર્યો

ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મિશનમાં સક્રિયતાથી સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અનુરોધ કર્યો છે. મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓની 700 જેટલી પ્રશિક્ષિત પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિએ પરમાત્માની પ્રકૃતિ માટેનું પોષણ અભિયાન છે. વધુમાં તેમણે ઉમેર્યું ક...

નવેમ્બર 20, 2024 7:06 પી એમ(PM)

views 9

મોરબી જિલ્લામાં વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ પાંચ શાળાઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી

મોરબી જિલ્લામાં વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ પાંચ શાળાઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. દિવાળી વેકેશન દરમિયાન કેટલીક શાળા બસના વીડિયો વાઇરલ થતા જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. જિલ્લા શિક્ષણ નિરીક્ષક પ્રવિણ અંબારિયાએ જણાવ્યું કે નાલંદા વિદ્યાલય સહિત પાંચ શાળાઓને નોટિસ પાઠવવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.