પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 28, 2024 7:11 પી એમ(PM)

views 20

સુરત મહાનગરપાલિકાની અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલને ફરજ દરમિયાન જાણ કર્યા વગર 33 વખત દુબઇ પ્રવાસે જતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

સુરત મહાનગરપાલિકાની અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલને ફરજ દરમિયાન જાણ કર્યા વગર 33 વખત દુબઇ પ્રવાસે જતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય બે શિક્ષકોને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પ...

નવેમ્બર 28, 2024 7:10 પી એમ(PM)

views 15

રાજ્યમાં ગત 15મી નવેમ્બરથી આદિજાતિ વસ્તી વાળા જિલ્લાઓમાં ભ્રમણ કરી રહેલા ‘ધરતી આબા રથ’ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે

રાજ્યમાં ગત 15મી નવેમ્બરથી આદિજાતિ વસ્તી વાળા જિલ્લાઓમાં ભ્રમણ કરી રહેલા 'ધરતી આબા રથ'ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આદિવાસીઓના ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ વારસાને લોકો સમક્ષ મુકવાના હેતુથી શરૂ થયેલા 'ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ના ભાગરૂપે આ રથનું ભ્રમણ હાથ ધરાયું છે. આ રથ ઉપર ભગવાન બિરસા ...

નવેમ્બર 28, 2024 7:07 પી એમ(PM)

views 10

ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪ને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો

ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪ને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આગામી સમયમાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનોને વિવિધ રમતોની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કાયમી તાલીમ આપવા માટે સ્પોર્ટ્સ સુ...

નવેમ્બર 28, 2024 7:06 પી એમ(PM)

views 13

ફિજીના નાયબ પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતથી ભારત-ગુજરાત ફિજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ પ્રસ્થાપિત થશે

ફિજીના નાયબ પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતથી ભારત-ગુજરાત ફિજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ પ્રસ્થાપિત થશે, તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી. ફિજીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકામિકાએ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલ...

નવેમ્બર 28, 2024 3:59 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને આણંદ જીલ્લાના પેટલાદમાં થયેલા બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિઓના મોત અને 15થી વધુ વ્યક્તિઓને ઇજા થઇ છે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને આણંદ જીલ્લાના પેટલાદમાં થયેલા બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિઓના મોત અને 15થી વધુ વ્યક્તિઓને ઇજા થઇ છે. દાદરાનગર હવેલીના ખાનવેલ દૂધની રોડ પાસે આવેલા ઉપલા મેઘા ગામે કાર ચાલકનો સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર મોટા પથ્થર સાથે ટકરાઇ હતી અને પલટી ગઇ હતી. જ...

નવેમ્બર 28, 2024 3:54 પી એમ(PM)

views 7

સુરેન્દ્રનગર જીલ્લાનો 28મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક જગદિશ મકવાણાની ઉપસ્થિતિમાં ત્રિમંદિર ખાતે યોજાયો

સુરેન્દ્રનગર જીલ્લાનો 28મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક જગદિશ મકવાણાની ઉપસ્થિતિમાં ત્રિમંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી મકવાણાએ કહ્યું હતું કે, આજના ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ઝડપી બનાવવા માટે શિક્ષકો પણ સતત અપડેટ થવું પડશે. નવી શિક્ષણ નીતિ અમલી થતાં શિક્ષકોએ નવી...

નવેમ્બર 28, 2024 3:49 પી એમ(PM)

views 11

મહિસાગર જીલ્લાના ભાદર બંધમાંથી રવિપાક માટે ભાદર કેનાલ મારફતે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે

મહિસાગર જીલ્લાના ભાદર બંધમાંથી રવિપાક માટે ભાદર કેનાલ મારફતે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડવાથી જીલ્લાના ત્રણ તાલુકાના 60 ગામોની આઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે. આ વર્ષે સારા ચોમાસાને કારણે ભાદર બંધ 100 ટકા ભરાયો હોવાથી જેમ જેમ ખેડૂતોની માંગ થશે તેમ તેમ પાણી છોડવામાં આવશે.

નવેમ્બર 28, 2024 3:40 પી એમ(PM)

views 12

હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો માટેનો રાજ્યકક્ષાનો રમતોત્સવ આજે ગાંધીનગરના સાંઇ સ્પોર્ટસ ઓથોરિટી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે

હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો માટેનો રાજ્યકક્ષાનો રમતોત્સવ આજે ગાંધીનગરના સાંઇ સ્પોર્ટસ ઓથોરિટી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રમતોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ રમતોત્સવમાં પુરુષ તથા મહિલા શ્રેણીમાં 100, 200, 400 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક અને રસ્સા ખેંચ જેવી રમતો...

નવેમ્બર 28, 2024 3:39 પી એમ(PM)

views 114

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને 28 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને 28 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 25 હજારની સહાય આપવામાં આવે છે. રાજ્યની શાળાઓમાં આ યોજનાના સ...

નવેમ્બર 28, 2024 3:37 પી એમ(PM)

views 17

સુરત મહાનગરપાલિકા સંચાલિત અમરોલી શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત અમરોલી શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ શાળાના આચાર્ય શિક્ષક તરીકેની ફરજ દરમિયાન જાણ કર્યા વિના 33 વખત ધંધાર્થે દુબઇના પ્રવાસે ગયા હતા. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે જણાવ્યું છે કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.