પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM)

views 9

રાજકોટની મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ખેડા જિલ્લાની મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતીની સમજણ મેળવી હતી.

રાજકોટની મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ખેડા જિલ્લાની મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતીની સમજણ મેળવી હતી. ખેડા જિલ્લાના ખેડૂતો દેશી ગાય અને મિશ્ર પાક આધારિત ખેતી દ્વારા આવક મેળવતા થયા છે. મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ જીવામૃત, ઘનજીવામૃત, દસપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્રના પ્રાયોગિક ઉપયોગ વિશે...

ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM)

views 10

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં યોજાયેલી રોબોટેક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં યોજાયેલી રોબોટેક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતીય રાજદૂતભવન દ્વારા આ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. લાઈન-ફોલોઇંગ રોબોટ, ફાયર ફાઇટિંગ રોબોટ, ફોક રેસ અને એંટરપ્રેન્યોરશિપ ચેલેન્જમાં ભાગ લઇ વિદ્યાર્થીઓએ...

ડિસેમ્બર 15, 2024 8:19 એ એમ (AM)

views 9

રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 4 ડ...

ડિસેમ્બર 15, 2024 8:17 એ એમ (AM)

views 11

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈમથક SVPIને તેની ઊર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત કરાયો છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈમથક SVPIને તેની ઊર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત કરાયો છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ખાતે સંરક્ષણ પુરસ્કાર 2024 NECAમાં સર્ટિફિકેટ ઑફ મેરિટ જીતીને આ હવાઈમથકે આગવી ઓળખ બનાવી છે. તેમજ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારું તે...

ડિસેમ્બર 15, 2024 8:14 એ એમ (AM)

views 20

સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા.

સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લોક-અદાલતમાં ઈ-ચલણના 2 લાખ 85 હજાર 837 કેસ પૂરા થતાં 17 કરોડ 15 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. રાજ્યભરની અદાલતોમાં પડતર દામ્પત્ય જીવનને લગતા 3 હજાર...

ડિસેમ્બર 15, 2024 8:12 એ એમ (AM)

views 15

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ભાવનગરના પ્રવાસે આવશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ભાવનગરના પ્રવાસે આવશે. શહેરના લોકોની સુખાકારી માટે 149 કરોડ રૂપિયાથી વધુના 11 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને બે કરોડ રૂપિયાના એક કામનું લોકાર્પણ કરાશે. શ્રી માંડવિયા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકાન...

ડિસેમ્બર 15, 2024 8:10 એ એમ (AM)

views 9

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી યોજનાઓના લોન સહાય વિતરણ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ભીખુસિંહ પરમારે 3 લાખ 53 હજાર 407 લાભાર્થીઓને લોનસહાયના ચેક વિતરણ કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી યોજનાઓના લોન સહાય વિતરણ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ભીખુસિંહ પરમારે 3 લાખ 53 હજાર 407 લાભાર્થીઓને લોનસહાયના ચેક વિતરણ કર્યા હતા. આ અંગે ગાંધીનગર સામાજિક વિકસિત જાતિ વિભાગના નિયામક અધિકારી વિક્રમસિંહ જાદવે માહિતી આપી હતી.

ડિસેમ્બર 15, 2024 8:07 એ એમ (AM)

views 13

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.સત્તાવાર યાદી મુજબ, જીએસટી વિભાગે 11 ડિસેમ્બરે ગ્રાહકોને ડિઝાઈનર ડ્રેસ સૂટ અને અન્ય સાધનો સહિત લગ્નના વસ્ત્રો ભાડે આપવાના વેપાર સાથે સંકળાયેલા કુલ 43 વેપારીઓની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. રાજ્યના...

ડિસેમ્બર 15, 2024 8:04 એ એમ (AM)

views 16

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢના પીપળ ગામથી 21 કરોડથી વધુના ખર્ચે 7 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢના પીપળ ગામથી 21 કરોડથી વધુના ખર્ચે 7 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું હતું. આદિવાસી સમુદાયને વિકાસની મુખ્યધારા સાથે જોડવા અને તેમના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિભાગ માટે 43 કરોડ 74 લાખ રૂપિયાનું વિશેષ બજેટ તૈયાર કરાયું છે. આ અંગે શ્રી હળપતિએ...

ડિસેમ્બર 15, 2024 8:02 એ એમ (AM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ કળા બજાર, ખાદ્ય બજારની મુલાકાત લઈ સાંજે સફેદ રણને નિહાળશે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ભારતીય ટપાલ વિભાગના “રણોત્સવ 2024-25” વિષયવસ્તુ પર આધારિત વિશેષ ટપાલ કવરનું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.