પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 17, 2024 3:26 પી એમ(PM)

views 12

મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં દિનેશ પટેલ પ્રેરિત પેનલનો વિજય થયો

મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 175 મતમાંથી 140 મત મેળવી દિનેશ પટેલ પ્રેરિત પેનલનો વિજય થયો છે. જ્યારે વેપારી વિભાગની ચાર બેઠક માટેની મતગણતરી ચાલી રહી છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઊંઝા APMCની...

ડિસેમ્બર 17, 2024 3:24 પી એમ(PM)

views 13

ભાવનગરમાં ડમ્પર ટ્રક સાથે ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત

ભાવનગરમાં ડમ્પર ટ્રક સાથે ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ત્રાપજ પાસે રાજમાર્ગ પર બંધ હાલતમાં એક ડમ્પર ટ્રક ઊભી હતી. દરમિયાન ખાનગી બસ તેની સાથે અથડાતા 6થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે 22થી વધુ ઈજાગ્રસ્તોને સા...

ડિસેમ્બર 17, 2024 3:23 પી એમ(PM)

views 8

ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત

ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશ્હદી જણાવે છે કે, ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે વખતે તેની દિવાલ બાજુના મકાનમાં રમતા બાળક પર પડતાં તેનું મોત નીપજ્યું હતું.

ડિસેમ્બર 17, 2024 3:22 પી એમ(PM)

views 8

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા પરિસરમાં અટલ- સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન આજથી પુનઃ શરૂ થઈ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા પરિસરમાં અટલ- સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન આજથી પુનઃ શરૂ થઈ છે. મે મહિનામાં રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલી આગ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી હતી. રાજ્ય સરકારની નવી નીતિ મુજબ તમામ મંજૂરી મેળવ્યા બાદ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્ન...

ડિસેમ્બર 17, 2024 10:01 એ એમ (AM)

views 50

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઈઝિંગ ગુજરાત ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઈઝિંગ ગુજરાત ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે દુનિયાભરમાં જાણીતી બની છે. રાઇઝિંગ ગુજરાત થકી રાઇઝિંગ ભારતના નિર્માણમાં સૌએ સાથે મળીને આગળ વધવાનું છે એમ જણાવીને મુખ્ય...

ડિસેમ્બર 17, 2024 10:00 એ એમ (AM)

views 19

જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી

જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ ગોતા, ઘાટલોડિયા, થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં કુલ 8 તેમજ પૂર્વ વ...

ડિસેમ્બર 17, 2024 9:55 એ એમ (AM)

views 12

ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતોમાં આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબરમતી એક્સપ્રેસ અને 18 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે. આ ઉપરાંત આજે લાલગઢ...

ડિસેમ્બર 17, 2024 9:53 એ એમ (AM)

views 25

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજના વહીવટદાર દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જિલ્લાના કુલ ૧ હજાર ૨૮૮ લાખ...

ડિસેમ્બર 17, 2024 9:51 એ એમ (AM)

views 26

રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી ૨૪ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે

રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી ૨૪ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે. આ સમિતિ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો કાળો ડુંગર, રોડ ટુ હેવન, દતાત્રેય મંદિર, ધોરડો ટેન્ટ સિટી, ધોળાવીરા-વિશ્વ ધરોહર સ્થળ અને મ્યુઝીયમ, નારાયણ સરોવર, કોટેશ...

ડિસેમ્બર 17, 2024 9:49 એ એમ (AM)

views 16

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નર્મદા જીલ્લામાં સૌથી ઓછુ 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. દાહોદમાં 8.1, અમરેલીમાં 9.6 તેમજ કચ્છમાં 9.9 ડિગ્રી તાપમન રહ્યું હતું જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 14 ડિગ્રી રહ્યો હતો.. હવામાન વિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.