પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 27, 2024 7:23 પી એમ(PM)

views 12

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, સચિવાલય, ગુજરાત વિધાનસભા અને સરકારી ઈમારતોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવીને ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમજ...

ડિસેમ્બર 27, 2024 7:22 પી એમ(PM)

views 21

તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ – SOGએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો

તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ - SOGએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો છે. કોઇ પણ ડિગ્રી વગર નકલી તબીબ પોતાના મકાનમાં બીમાર લોકોને દવા આપી સારવાર કરતો હતો.. મળેલી માહિતી મુજબ SOG એ આ નકલી તબીબ પાસેથી 59 હજાર રૂપિયા જેટલી કિંમતનો દવાનો તથા અન્ય મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડિસેમ્બર 27, 2024 7:21 પી એમ(PM)

views 7

સુરતમાં જિલ્લા તંત્રએ વિશેષ ઝુંબેશ હેઠળ કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા

સુરતમાં જિલ્લા તંત્રએ વિશેષ ઝુંબેશ હેઠળ કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા છે. આ જમીન પર દુકાનો, ગેરેજ જેવા દબાણ દૂર કરાતા અંદાજે 7 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી થઇ છે.

ડિસેમ્બર 27, 2024 7:20 પી એમ(PM)

views 14

ગીરસોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકાના ધ્રામણવા ગામમાં જિલ્લા સામાજિક ઑડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપવામાં આવી

ગીરસોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકાના ધ્રામણવા ગામમાં જિલ્લા સામાજિક ઑડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. સામાજિક ઑડિટ અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં ગ્રામ ગ્રામજનોને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર ક...

ડિસેમ્બર 27, 2024 7:18 પી એમ(PM)

views 23

રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે

રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા અનુસૂચિત જાતિ- SC અને અનુસૂચિત જનજાતિ- STના ઉમેદવારોને આવવા જવા માટે ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ SC, ST વર્ગના ઉમેદવારોને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા અને લ...

ડિસેમ્બર 27, 2024 7:17 પી એમ(PM)

views 10

બનાસકાંઠાના પાલનપુર વર્તુળ કચેરી દ્વારા વિશેષ ઝુંબેશ યોજી અલગ અલગ ખાદ્ય મસાલાઓની પેઢીઓમાંથી મસાલાઓના નમૂના લઈ તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા

બનાસકાંઠાના પાલનપુર વર્તુળ કચેરી દ્વારા વિશેષ ઝુંબેશ યોજી અલગ અલગ ખાદ્ય મસાલાઓની પેઢીઓમાંથી મસાલાઓના નમૂના લઈ તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા. મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર પાવડર વિગેરેના કુલ 14 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 5 નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા વધુ પ્રમાણમાં દેખાતા ત...

ડિસેમ્બર 27, 2024 7:15 પી એમ(PM)

views 9

ભારતીય તટરક્ષક દ્વારા દરિયામાં ડૂબી ગયેલા ભારતીય જહાજના નવ ખલાસીઓને બચાવી લેવાયા

ભારતીય તટરક્ષક દ્વારા દરિયામાં ડૂબી ગયેલા ભારતીય જહાજના નવ ખલાસીઓને બચાવી લેવાયા છે. પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, કચ્છના મુન્દ્રાથી યમન જઈ રહેલા ભારતીય જહાજ “MSV તાજ ધારે હરમ” ઉત્તર અરબી સમુદ્રમાં ખરાબ હવામાન અને દરિયાઈ મોજાના કારણે ડૂબી ગયું હતું. તટરક્ષક દ્વારા પોરબંદર...

ડિસેમ્બર 27, 2024 3:44 પી એમ(PM)

views 13

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા છે. દરમિયાન અમદાવાદ શહેરમાં શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલના પણ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો આગામી 31 ડિસેમ્બર સુધી મોકૂફ રખાયા છે. જોકે, કાંકરિયા લેકફ્રન્ટ પરિસર ખાતે લોકોને વિનામૂલ્યે પ્ર...

ડિસેમ્બર 27, 2024 3:42 પી એમ(PM)

views 11

શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી સુગર ફેકટરીના ઉપ પ્રમુખ અને કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું

શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી સુગર ફેકટરીના ઉપ પ્રમુખ અને કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. શ્રી પટેલે સ્વૈચ્છિક રાજીનામું આપતા સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમણે વ્યારા સુગરના પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા મનસ્વી વહીવટ થતો હોવાનાં આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે. છેલ્લાં ...

ડિસેમ્બર 27, 2024 3:41 પી એમ(PM)

views 10

સુરેન્દ્રનગર ખાતે આજથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ત્રણ દિવસનો ‘ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પો 2024’નો પ્રારંભ થયો

સુરેન્દ્રનગર ખાતે આજથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ત્રણ દિવસનો ‘ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પો 2024’નો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં 25થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રના 250 થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસ દરમિયાન ત્રણ લાખ લોકો મુલાકાત લે તેવો અંદાજ છે. આ દરમિયાન વિવિધ સાંસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.