પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 2, 2025 8:49 એ એમ (AM)

views 16

આણંદ જિલ્લા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની એક હજાર આઠ જેટલી ફિરકી કબજે કરી

આણંદ જિલ્લા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની એક હજાર આઠ જેટલી ફિરકી કબજે કરી છે. મળતી માહિતી મુજબ, પોલીસે છાલાંટિયા વિસ્તારમાં તપાસ કરતાં એક ટેમ્પોમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે ચાર લાખ 50 હજાર રૂપિયાથી વધુના માલસામાન સાથે એક વ્યક્તિને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આણંદ ...

જાન્યુઆરી 2, 2025 8:47 એ એમ (AM)

views 10

ભારતીય ટપાલ વિભાગ દ્વારા દમણ-દીવને સંપૂર્ણ સુકન્યા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયા

ભારતીય ટપાલ વિભાગ દ્વારા દમણ-દીવને સંપૂર્ણ સુકન્યા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયા છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે, દેશમાં આ પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં સુકન્યા સમૃદ્ધિ યોજવામાં લક્ષ્યાંક પૂર્ણ થયો છે. દમણ અને દીવમાં 18 વર્ષ સુધીની બાળકીઓનો આ યોજનામાં સમાવેશ કરાયો ...

જાન્યુઆરી 2, 2025 8:45 એ એમ (AM)

views 9

DAP ખાતર પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ એટલે કે, DAP ખાતર પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીથી ખેડૂતોને પોષાય તેવા ભાવે DAP ખાતર મળી રહેશે. નવી દિલ્હીમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ...

જાન્યુઆરી 2, 2025 8:43 એ એમ (AM)

views 10

રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષના પહેલા દિવસે ગઈકાલે પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષના પહેલા દિવસે ગઈકાલે પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, પોરબંદરમાં હવે વહીવટદારનું શાસન આવશે અને છ મહિનામાં ચૂંટણી યોજી પોરબંદર મહાનગરપાલિકાને કાર્યરત્ કરી દેવાશે. પોરબંદરમાં હવે માળખાકીય નિયમો બદ...

જાન્યુઆરી 2, 2025 8:39 એ એમ (AM)

views 59

રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા અને 34 જિલ્લા હશે

ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી નવ મહાનગરપાલિકાની રચના કરવાના નિર્ણયને મંજૂરી અપાઈ છે. આ સાથે રાજ્યમાં હવે મહાનગરપાલિકાની સંખ્યા કુલ 17 થશે. સરકારે અગાઉ, વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાં...

જાન્યુઆરી 1, 2025 7:32 પી એમ(PM)

views 12

રાજ્ય મંત્રીમંડળે નવી નવ મહાનગરપાલિકાની રચનાને બહાલી આપતા હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકા બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચના તેમજ બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવાં વાવથરાદ જીલ્લો બનાવવાનાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી,વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢ...

જાન્યુઆરી 1, 2025 7:16 પી એમ(PM)

views 22

ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાકુંભ સમા સપ્તક મહોત્સવનો આજથી આરંભ

ભારતીય વાદ્ય કલાને પ્રદર્શિત કરતો સપ્તક કાર્યક્રમ આજથી અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે. આ સંગીતના મહાકુંભમાં દેશભરના ટોચના શાસ્ત્રીય કલાકારો 13 દિવસ સુધી સંગીત સાધનાને સંગીતપ્રેમીઓ સમક્ષ પ્રસ્તુત કરશે

જાન્યુઆરી 1, 2025 7:13 પી એમ(PM)

views 13

રાજ્યભરમાં નવા વર્ષના વધામણા ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરાયા

રાજ્યભરમાં નવા વર્ષના વધામણા ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરાયા હતા.નવા વર્ષના સુપ્રભાતને લોકોએ વધાવ્યું હતું. ખાસ કરીને રાજ્યના યાત્રાધામોમાં નવા વર્ષનાં પ્રથમ દર્શન માટે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી.યાત્રાધામ અંબાજી અને સોમનાથમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભાવિક ભક્તોએ આજના નવા વર્ષ આરંભે શ્રધ્ધાળુઓ...

જાન્યુઆરી 1, 2025 7:11 પી એમ(PM)

views 5

મહાકુંભ મેળા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી આવતીકાલથી એક વન-વે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

મહાકુંભ મેળા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી આવતીકાલથી એક વન-વે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યાં મુજબ, મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ...

જાન્યુઆરી 1, 2025 7:10 પી એમ(PM)

views 19

ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે કપાસની મોટી આવક થઈ

ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે કપાસની મોટી આવક થઈ છે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની ૧૦ થી ૧૨ ગાડીની આવક જોવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ એક હજાર ૪૫૦ રૂપિયા સુધી રહ્યાં હતા. આજે યોજાયેલી હરાજીમાં નીચો ભાવ એક હજાર ૫૦૦ રૂપિયા ઉંચો ભાવ અને નીચો ભાવ રૂપિયા એક હજાર 350 સુધીનાં જોવા મળ્યો હતો. ઉનાવા એપી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.