પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 2, 2025 3:29 પી એમ(PM)

views 12

નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગઈકાલે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. આ અંતર...

જાન્યુઆરી 2, 2025 3:26 પી એમ(PM)

views 21

ખેલ મહાકુંભ 3.0ની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા

ખેલ મહાકુંભ 3.0ની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ખેલમહાકુંભનાં ભાગ રૂપે ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા લેવલની વોલીબોલ, દોરડા ખેંચ,કબડ્ડી, ખોખો,એથ્લેટીક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા બનનાર...

જાન્યુઆરી 2, 2025 3:24 પી એમ(PM)

views 7

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રાધે ક્રિષ્ના મંદિર પર ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રાધે ક્રિષ્ના મંદિર પર ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો. અમારા દિવના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, નાગવા સમાજ દ્વારા દર વર્ષે ધજા આરોહણની સાથે- સાથે ભજન કીર્તન તથા મહા પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.

જાન્યુઆરી 2, 2025 3:03 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન- ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાંથી આવેલા 104થી વધુ ટેકનોલોજી પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ACMA ટેક એક્સ્પો 2થી 4 જાન્યુઆરી, 2025 દર...

જાન્યુઆરી 2, 2025 9:14 એ એમ (AM)

views 8

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ ચામડીનું દાન થાય એ આજનાં સમયની જરૂરિયાત છે.

જાન્યુઆરી 2, 2025 9:10 એ એમ (AM)

views 6

રાજકોટ પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમે ડિસેમ્બર મહિનામાં 14 વર્ષનાં અપહરણ કરાયેલાં તરુણી સહિત ગુમ થયેલાં 22 લોકોને શોધી કાઢ્યા

રાજકોટ પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમે ડિસેમ્બર મહિનામાં 14 વર્ષનાં અપહરણ કરાયેલાં તરુણી સહિત ગુમ થયેલાં 22 લોકોને શોધી કાઢ્યા છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ સ્થળોની મુલાકાત લઈને ગુમ થનારા આ તમામ લોકોને શોધી તેમનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

જાન્યુઆરી 2, 2025 9:05 એ એમ (AM)

views 6

પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલનાં વિદ્યાર્થિની સૃષ્ટિ જગતિયા મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રીય બાળવિજ્ઞાન સંમેલનમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલનાં વિદ્યાર્થિની સૃષ્ટિ જગતિયા મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રીય બાળવિજ્ઞાન સંમેલનમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ જિલ્લામાં જોવા મળતી લીલ વિશે સંશોધન કરેલી કૃતિ રજૂ કરશે. રાજ્યકક્ષાએ સાયન્સ સિટી ખાતે આ સંશોધન રજૂ કરાયું હતું, જેની હવે રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ ...

જાન્યુઆરી 2, 2025 8:56 એ એમ (AM)

views 10

મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવી રહ્યા છે

મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવી રહ્યા છે. તેમને કપાસના સરેરાશ એક હજાર 450 રૂપિયા સુધીના ભાવ સુધીના ભાવ મળી રહ્યા છે.

જાન્યુઆરી 2, 2025 8:52 એ એમ (AM)

views 7

ભાવનગર જિલ્લામાં ગઈકાલે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું મોત નીપજ્યું

ભાવનગર જિલ્લામાં ગઈકાલે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લાના એક બાઈકચાલક લાખણકાથી ભાવનગર જઈ રહ્યા હતા. દરમિયાન હાથબ ગામ પાસે અકસ્માત થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈએ બસચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસમથકમા...

જાન્યુઆરી 2, 2025 9:16 એ એમ (AM)

views 8

ખેડા જિલ્લાનાં 13 વર્ષનાં ખેલાડી નિત્યા બ્રહ્મક્ષત્રિય ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસદંગી પામ્યાં

ખેડા જિલ્લાનાં 13 વર્ષનાં ખેલાડી નિત્યા બ્રહ્મક્ષત્રિય ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસદંગી પામ્યાં છે. તેઓ ઘણાં સમયથી નડિયાદમાં આવેલાં ખેડા જિલ્લા ક્રિકેટ સંઘમાં તાલીમ લઈ રહ્યાં હતાં. સખત મહેનતના કારણે મહિલા ક્રિકેટ ટીમમાં અંડર-15માં નિત્યા બ્રહ્મક્ષત્રિયની પસદંગી થઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.