પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 17, 2024 10:00 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 10:00 એ એમ (AM)

views 5

જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી

જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ ગોતા, ઘાટલોડિયા, થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં કુલ 8 તેમજ પૂર્વ વ...

ડિસેમ્બર 17, 2024 9:55 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:55 એ એમ (AM)

views 6

ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતોમાં આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબરમતી એક્સપ્રેસ અને 18 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે. આ ઉપરાંત આજે લાલગઢ...

ડિસેમ્બર 17, 2024 9:53 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:53 એ એમ (AM)

views 6

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજના વહીવટદાર દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જિલ્લાના કુલ ૧ હજાર ૨૮૮ લાખ...

ડિસેમ્બર 17, 2024 9:51 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:51 એ એમ (AM)

views 9

રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી ૨૪ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે

રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી ૨૪ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે. આ સમિતિ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો કાળો ડુંગર, રોડ ટુ હેવન, દતાત્રેય મંદિર, ધોરડો ટેન્ટ સિટી, ધોળાવીરા-વિશ્વ ધરોહર સ્થળ અને મ્યુઝીયમ, નારાયણ સરોવર, કોટેશ...

ડિસેમ્બર 17, 2024 9:49 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:49 એ એમ (AM)

views 11

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નર્મદા જીલ્લામાં સૌથી ઓછુ 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. દાહોદમાં 8.1, અમરેલીમાં 9.6 તેમજ કચ્છમાં 9.9 ડિગ્રી તાપમન રહ્યું હતું જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 14 ડિગ્રી રહ્યો હતો.. હવામાન વિ...

ડિસેમ્બર 17, 2024 9:48 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:48 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવ...

ડિસેમ્બર 17, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:45 એ એમ (AM)

views 6

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને જુનાગઢ પોલીસે ઝડપી પાડી

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને જુનાગઢ પોલીસે ઝડપી પાડી છે. સાયબર ગુના શાખા દ્વારા કરાયેલી તપાસમાં ૨૦૦ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 82 એકાઉન્ટની વિગતો પોલીસને મળી છે અને 50 કરોડ 44 લાખ રૂપિયાની રકમની છેતરપિંડી કરાઇ હ...

ડિસેમ્બર 17, 2024 9:44 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:44 એ એમ (AM)

views 5

ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા

ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યાં છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી ચાલી રહી છે. સવારથી ખેડૂતો તેમની વિવિધ જણસો લઇને ઉમટી પડતા માર્કેટીંગ યાર્ડ બહાર ટ્રકોનો ખ...

ડિસેમ્બર 16, 2024 7:26 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:26 પી એમ(PM)

views 9

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આગામી સમયમાં અંધજનો માટે ખાસ ખેલ મહાકુંભ યોજાશે

​રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આગામી સમયમાં અંધજનો માટે ખાસ ખેલ મહાકુંભ યોજાશે. આ ખેલમહાકુંભમાં બોટાદ અને ભાવનગર જિલ્લાના સ્પર્ધકો માટેનું રજીસ્ટ્રેશન શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે કરવામાં આવશે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે વર્ષ ૧ થી ૧૮ ...

ડિસેમ્બર 16, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:23 પી એમ(PM)

views 4

ગીર ગઢડાના પતાપુર -કાંધી ગામેથી વહીવટીતંત્ર દ્વારા ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે

ગીર ગઢડાના પતાપુર -કાંધી ગામેથી વહીવટીતંત્ર દ્વારા ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે રાવલ નદીમાંથી ખનીજ ચોરી કરતાં ૧ જેસીબી અને ૨ ટ્રેકટર મળી કુલ ૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્ય...