પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 17, 2024 6:32 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 6:32 પી એમ(PM)

views 4

અમદાવાદ ગુનાશાખાએ પાત્રતા સિવાયના લોકોને PMJAY કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી.

અમદાવાદ ગુના શાખાએ પાત્રતા સિવાયના લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM-JAY કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી છે. ગુના શાખા આવતીકાલે આ તમામ લોકોને અમદાવાદની મેટ્રૉ અદાલતમાં રજૂ કરી શકે છે. અટકાયત કરાયેલા લોકોએ અત્યાર સુધીમાં ત્રણ હજાર જેટલા PM-JAY કાર્ડ બનાવ્યા છે. ઉપરાંત ખ્યાતિ હૉસ્પિટલના 1...

ડિસેમ્બર 17, 2024 6:19 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 6:19 પી એમ(PM)

views 5

આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણ સાથે તાપમાન યથાવત્ રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠ...

ડિસેમ્બર 17, 2024 6:11 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 6:11 પી એમ(PM)

views 5

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે. ગાંધીનગર જિલ્લાના ભાદોલ ગામમાં જિલ્લા તંત્ર અને આત્મા પ્રૉજેક્ટ દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોએ પણ શ્રી દેવવ્રતને પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી આપી હતી.શ્રી દેવવ્રતે કહ્યું,‘આત્મા પ્રૉજેક્ટ દ...

ડિસેમ્બર 17, 2024 6:03 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 6:03 પી એમ(PM)

views 3

તાપી જિલ્લાના વ્યારા ખાતે બ્લોક લેવલ રમતોનું આયોજન નવજાગૃતિ સંસ્કૃત મહા વિદ્યાલય અને શિવદુતી સાયન્સ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું

તાપી જિલ્લાના વ્યારા ખાતે બ્લોક લેવલ રમતોનું આયોજન નવજાગૃતિ સંસ્કૃત મહા વિદ્યાલય અને શિવદુતી સાયન્સ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારનાં યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલયના યુવા નહેરુ કેન્દ્રનાં માધ્યમથી બ્લોક લેવલ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે,જેમાં કબડ્ડી, ખો-ખો, લાંબી કૂદ સહિત...

ડિસેમ્બર 17, 2024 3:28 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 3:28 પી એમ(PM)

views 3

રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 લાભાર્થીઓને લાભ અપાયો

રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 લાભાર્થીઓને લાભ અપાતા, 99.89 ટકા અરજીનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે. ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ...

ડિસેમ્બર 17, 2024 3:26 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 3:26 પી એમ(PM)

views 4

મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં દિનેશ પટેલ પ્રેરિત પેનલનો વિજય થયો

મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 175 મતમાંથી 140 મત મેળવી દિનેશ પટેલ પ્રેરિત પેનલનો વિજય થયો છે. જ્યારે વેપારી વિભાગની ચાર બેઠક માટેની મતગણતરી ચાલી રહી છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઊંઝા APMCની...

ડિસેમ્બર 17, 2024 3:24 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 3:24 પી એમ(PM)

views 4

ભાવનગરમાં ડમ્પર ટ્રક સાથે ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત

ભાવનગરમાં ડમ્પર ટ્રક સાથે ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ત્રાપજ પાસે રાજમાર્ગ પર બંધ હાલતમાં એક ડમ્પર ટ્રક ઊભી હતી. દરમિયાન ખાનગી બસ તેની સાથે અથડાતા 6થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે 22થી વધુ ઈજાગ્રસ્તોને સા...

ડિસેમ્બર 17, 2024 3:23 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 3:23 પી એમ(PM)

views 4

ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત

ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશ્હદી જણાવે છે કે, ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે વખતે તેની દિવાલ બાજુના મકાનમાં રમતા બાળક પર પડતાં તેનું મોત નીપજ્યું હતું.

ડિસેમ્બર 17, 2024 3:22 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 3:22 પી એમ(PM)

views 3

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા પરિસરમાં અટલ- સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન આજથી પુનઃ શરૂ થઈ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા પરિસરમાં અટલ- સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન આજથી પુનઃ શરૂ થઈ છે. મે મહિનામાં રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલી આગ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી હતી. રાજ્ય સરકારની નવી નીતિ મુજબ તમામ મંજૂરી મેળવ્યા બાદ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્ન...

ડિસેમ્બર 17, 2024 10:01 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 10:01 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઈઝિંગ ગુજરાત ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઈઝિંગ ગુજરાત ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે દુનિયાભરમાં જાણીતી બની છે. રાઇઝિંગ ગુજરાત થકી રાઇઝિંગ ભારતના નિર્માણમાં સૌએ સાથે મળીને આગળ વધવાનું છે એમ જણાવીને મુખ્ય...