પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 27, 2024 7:25 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:25 પી એમ(PM)

views 3

ઓડિશામાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં પાટણનાં ખેલાડી ભાર્ગવી ભગોરાએ 2 રજત ચંદ્રક જીત્યાં

ઓડિશામાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં પાટણનાં ખેલાડી ભાર્ગવી ભગોરાએ 2 રજત ચંદ્રક જીત્યાં છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, ભૂવનેશ્વરની કિટ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી આર્ચરી સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલયનાં ખેલાડી ભાર્ગવી ભગોરાએ 70...

ડિસેમ્બર 27, 2024 7:24 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:24 પી એમ(PM)

views 3

રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપાતા ગુજરાત રાજ્ય ‘યોગ પુરસ્કાર’ માટે 5 જાન્યુઆરી સુધી લોકો અરજી કરી શકશે

રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપાતા ગુજરાત રાજ્ય 'યોગ પુરસ્કાર' માટે 5 જાન્યુઆરી સુધી લોકો અરજી કરી શકશે. પુરસ્કાર મેળવવા ઈચ્છુક લોકોએ અરજી કરતી વખતે ઓછામાં ઓછા ૩ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ. પાત્રતા ધરાવતા લોકો પોતાની અરજી ટપાલ અથવા રૂબરૂ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીએ મોકલી શકશે, એ...

ડિસેમ્બર 27, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:23 પી એમ(PM)

views 3

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, સચિવાલય, ગુજરાત વિધાનસભા અને સરકારી ઈમારતોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવીને ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમજ...

ડિસેમ્બર 27, 2024 7:22 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:22 પી એમ(PM)

views 7

તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ – SOGએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો

તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ - SOGએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો છે. કોઇ પણ ડિગ્રી વગર નકલી તબીબ પોતાના મકાનમાં બીમાર લોકોને દવા આપી સારવાર કરતો હતો.. મળેલી માહિતી મુજબ SOG એ આ નકલી તબીબ પાસેથી 59 હજાર રૂપિયા જેટલી કિંમતનો દવાનો તથા અન્ય મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડિસેમ્બર 27, 2024 7:21 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:21 પી એમ(PM)

views 2

સુરતમાં જિલ્લા તંત્રએ વિશેષ ઝુંબેશ હેઠળ કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા

સુરતમાં જિલ્લા તંત્રએ વિશેષ ઝુંબેશ હેઠળ કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા છે. આ જમીન પર દુકાનો, ગેરેજ જેવા દબાણ દૂર કરાતા અંદાજે 7 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી થઇ છે.

ડિસેમ્બર 27, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:20 પી એમ(PM)

views 5

ગીરસોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકાના ધ્રામણવા ગામમાં જિલ્લા સામાજિક ઑડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપવામાં આવી

ગીરસોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકાના ધ્રામણવા ગામમાં જિલ્લા સામાજિક ઑડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. સામાજિક ઑડિટ અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં ગ્રામ ગ્રામજનોને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર ક...

ડિસેમ્બર 27, 2024 7:18 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:18 પી એમ(PM)

views 12

રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે

રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા અનુસૂચિત જાતિ- SC અને અનુસૂચિત જનજાતિ- STના ઉમેદવારોને આવવા જવા માટે ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ SC, ST વર્ગના ઉમેદવારોને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા અને લ...

ડિસેમ્બર 27, 2024 7:17 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:17 પી એમ(PM)

views 4

બનાસકાંઠાના પાલનપુર વર્તુળ કચેરી દ્વારા વિશેષ ઝુંબેશ યોજી અલગ અલગ ખાદ્ય મસાલાઓની પેઢીઓમાંથી મસાલાઓના નમૂના લઈ તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા

બનાસકાંઠાના પાલનપુર વર્તુળ કચેરી દ્વારા વિશેષ ઝુંબેશ યોજી અલગ અલગ ખાદ્ય મસાલાઓની પેઢીઓમાંથી મસાલાઓના નમૂના લઈ તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા. મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર પાવડર વિગેરેના કુલ 14 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 5 નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા વધુ પ્રમાણમાં દેખાતા ત...

ડિસેમ્બર 27, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:15 પી એમ(PM)

views 3

ભારતીય તટરક્ષક દ્વારા દરિયામાં ડૂબી ગયેલા ભારતીય જહાજના નવ ખલાસીઓને બચાવી લેવાયા

ભારતીય તટરક્ષક દ્વારા દરિયામાં ડૂબી ગયેલા ભારતીય જહાજના નવ ખલાસીઓને બચાવી લેવાયા છે. પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, કચ્છના મુન્દ્રાથી યમન જઈ રહેલા ભારતીય જહાજ “MSV તાજ ધારે હરમ” ઉત્તર અરબી સમુદ્રમાં ખરાબ હવામાન અને દરિયાઈ મોજાના કારણે ડૂબી ગયું હતું. તટરક્ષક દ્વારા પોરબંદર...

ડિસેમ્બર 27, 2024 3:44 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:44 પી એમ(PM)

views 3

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા છે. દરમિયાન અમદાવાદ શહેરમાં શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલના પણ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો આગામી 31 ડિસેમ્બર સુધી મોકૂફ રખાયા છે. જોકે, કાંકરિયા લેકફ્રન્ટ પરિસર ખાતે લોકોને વિનામૂલ્યે પ્ર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.