પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 22, 2025 11:25 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 11:25 એ એમ (AM)

views 1

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન શ્રી દેવવ્રતે રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, જીવામૃત અને ઘન જ...

જાન્યુઆરી 22, 2025 11:18 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 11:18 એ એમ (AM)

views 3

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા અમલમાં આવેલી આચારસંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા અમલમાં આવેલી આચારસંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્યનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

જાન્યુઆરી 22, 2025 11:15 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 11:15 એ એમ (AM)

views 11

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે. તમામ પાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની સામાન્ય ચૂંટણી અને બોટાદ તેમજ વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામ...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 9

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણ...

જાન્યુઆરી 21, 2025 7:44 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 7:44 પી એમ(PM)

views 2

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો. ઘોઘલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના હોલ ખાતે યોજાયેલા આ સંમાન સમારંભમાં પોસ્ટ માસ્ટર જનરલ ક્રિષ્ના કુમાર યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમમાં સુકન્યા સ...

જાન્યુઆરી 21, 2025 7:37 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 7:37 પી એમ(PM)

views 18

રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવતીકાલથી શરૂ થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી કરી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી તાપમાનમાં વધારો થતાં ગરમીને અહેસાસ થતો હતો. શિયાળો ધીમે પગલે વિદાય લઇ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણ...

જાન્યુઆરી 21, 2025 7:36 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 7:36 પી એમ(PM)

views 1

ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં દસ્તાવેજ ચકાસણી થાય ત્યાં સુધી સ્નાતક અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી શકાશે

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા લેવાયેલી અન્ન અને નાગરિક પુરવઠા નિગમમાં મદદનીશ મેનેજરની ભરતી પરીક્ષાની આન્સર કીમાં ભૂલો સામે આવી હતી. આ બાબતે GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.(બાઇટ: હસમુખ પટેલ – અધ્યક્ષ, ગુજરાત જાહેર સેવા આયોગ) દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્નાતક અને જાતિના અંગે...

જાન્યુઆરી 21, 2025 7:34 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 7:34 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર જિલ્લા માટે વિવિધ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના વિકાસ માટે 17 કરોડ 14 લાખ રૂપિયાના 61 વિકાસલક્ષી કામોનું આજે ઇ-ખાતમુહૂર્ત અને 2 કરોડ 36 લાખના 100 કામોનું ઇ-લોકાર્પણ કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઘર વિહોણા માટે રાત્રિ આશરો, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ આવતા કામો, કુતિયાણામાં 6 પેટાઆરોગ્ય કેન્દ્ર સહિતન...

જાન્યુઆરી 21, 2025 7:29 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 7:29 પી એમ(PM)

views 2

સાંકડા પુલો અને તેનાં માળખાંઓને પહોળા કરવા ૪૬૭ કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંકડા પુલ-માળખાને પહોળા કરવા 467 કરોડ 50 લાખ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 29 માર્ગોના નવીનીકરણ અને પહોળાઈ વધારવા 190 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ અગાઉ મુખ્યમંત્રીએ સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. હ...

જાન્યુઆરી 21, 2025 7:27 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 7:27 પી એમ(PM)

views 5

રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા ૪૪ પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે બે હજાર ૨૬૯ કરોડ રૂપિયા મંજૂર કરાયાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ આપવા 44 પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે 2 હજાર 269 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ 58 માર્ગોનાં નવીનીકરણ તેમજ માર્ગો પહોળા કરવાની કામગીરી કરાશે. આ 58 માર્ગોની સુધારણાથી પ્રવાસીઓને ઉત્કૃષ્ઠ અને વધુ કાર્યક્ષમ રોડ નેટવર્ક મળ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.