પ્રાદેશિક સમાચાર

માર્ચ 5, 2025 6:24 પી એમ(PM) માર્ચ 5, 2025 6:24 પી એમ(PM)

views 12

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25’ નું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે 'અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા,2024-25' નું આયોજન કરાયું છે,જેનું સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. 7માર્ચ સુધી યોજાનારી આ સ્પર્ધામાં 13રાજ્યો,12 પ્રાદેશિક રમતગમત બોર્ડ અને 4 કેન્દ્રશાસિતપ્રદેશની 29 ટીમના 409 ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે.

માર્ચ 5, 2025 6:20 પી એમ(PM) માર્ચ 5, 2025 6:20 પી એમ(PM)

views 7

જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી

જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી હતી. શ્રી પટેલે પશુપાલન અને વનવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કામગીરી કરવા સૂચનો આપ્યા હતા.સાથે જ પશુપાલકોને સહાય ચૂકવવા ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હિંસક પ્રાણીના શિકાર...

માર્ચ 5, 2025 6:17 પી એમ(PM) માર્ચ 5, 2025 6:17 પી એમ(PM)

views 7

મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.6 માર્ચથી 8 માર્ચ દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં બારકોડ સ્કેન કરી ભાગ લઈ શકાશે.જિલ્લા વિકાસ અધિકારી ડો.જાસમીન હસરતે શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ મહિલાઓને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અનુરોધ કર્યો...

માર્ચ 5, 2025 6:15 પી એમ(PM) માર્ચ 5, 2025 6:15 પી એમ(PM)

views 19

ગુજરાતની રમત ગમત નીતિ શ્રેષ્ઠ નીતિઓમાંની એક છે :રમત ગમત મંત્રી હર્ષ સંઘવી

રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતની રમત ગમત નીતિ શ્રેષ્ઠ નીતિઓમાંની એક છે. ગાંધીનગર ગિફ્ટસિટી ખાતે ઓસ્ટ્રેલિયા-ભારત સ્પોર્ટ્સ એક્સેલન્સ મંચ દરમિયાન શ્રી સંઘવીએ રાજ્યને રોકાણ માટે શ્રેષ્ઠ ગણાવતા ગુજરાતમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. આ મંચ ઓસ્ટ્રેલિયા અને ગુજરાત સરકારની સંયુક્ત ...

માર્ચ 5, 2025 6:11 પી એમ(PM) માર્ચ 5, 2025 6:11 પી એમ(PM)

views 3

ડાંગ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પોષણ સુધા યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે

ડાંગ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પોષણ સુધા યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા અને ધાત્રી માતાને એક ટંક ભર પેટ ભોજન મળે છે આહવા,વઘઇ અને સુબીરમાં મળીકુલ-૨૮૬૧ સગર્ભા માતા અને ધાત્રી માતાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે . 

માર્ચ 5, 2025 6:09 પી એમ(PM) માર્ચ 5, 2025 6:09 પી એમ(PM)

views 19

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 14 લાખ 4 હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 14 લાખ 4 હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો છે. વિધાનસભામાં પ્રશ્નો ના જવાબ આપતા આદિજાતિ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આ યોજના થકી આદિજાતિ ખેડૂતઓની આવકમાં 40થી 60 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.શ્રી ડિંડોરે કહ્યું કે આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓ...

માર્ચ 5, 2025 6:06 પી એમ(PM) માર્ચ 5, 2025 6:06 પી એમ(PM)

views 3

બનાસકાંઠામાં ICDSમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિબેન મહેતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

બનાસકાંઠામાં ICDSમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિબેન મહેતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંર્તગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક અને ગુણવત્તા સભર વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી.આ પૌષ્ટિક વાનગી મહત્તમ આદિવાસી વિસ્તારની મહિલાને બાળકો માટે બનાવાતી હોય છે વાનગીની સ્પર્ધામાં પહ...

માર્ચ 5, 2025 6:02 પી એમ(PM) માર્ચ 5, 2025 6:02 પી એમ(PM)

views 7

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરી

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુ અલગોતરની વરણી કરાઇ છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં થાનગઢ નગરપાલિકાના સાત વોર્ડ...

માર્ચ 5, 2025 3:29 પી એમ(PM) માર્ચ 5, 2025 3:29 પી એમ(PM)

views 6

કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ વિભાગ અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણના પ્રશ્નોત્તરીથી વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઈ

કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ વિભાગ અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણના પ્રશ્નોત્તરીથી વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. આજે આદિજાતિ વિકાસ વિભાગના પણ પ્રશ્નો પૂછાયા હતા. બિનસરકારી સમિતિના અહેવાલની વિધાનસભામાં રજૂઆત થશે. તો, બજેટ ઉપર પણ ચર્ચા થશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષકોની ઘટ બાબતે ગૃહમાં પ્રશ્ન...

માર્ચ 5, 2025 3:23 પી એમ(PM) માર્ચ 5, 2025 3:23 પી એમ(PM)

views 2

સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિના સભ્યોએ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી.

સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિના સભ્યોએ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી. રાજ્ય સરકારે આ કમિટીની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુલાકાત પ્રસંગે ઉ...