પ્રાદેશિક સમાચાર

માર્ચ 9, 2025 7:20 પી એમ(PM) માર્ચ 9, 2025 7:20 પી એમ(PM)

views 2

આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાતની નજીકના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની આગાહી

આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાતની નજીકના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યમાં હિટવેવની શક્યતા પણ રહેલી છે.

માર્ચ 9, 2025 7:19 પી એમ(PM) માર્ચ 9, 2025 7:19 પી એમ(PM)

views 6

પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ મથક વચ્ચે નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે.

પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ મથક વચ્ચે નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે. આગામી 24 એપ્રિલ અને પહેલી મે ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ રદ્દ રહેશે. આગામી 27 એપ્રિલ અને 4 મે ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 15046 ...

માર્ચ 9, 2025 7:18 પી એમ(PM) માર્ચ 9, 2025 7:18 પી એમ(PM)

views 3

દુબઇમાં રમાઇ રહેલી ન્યુઝિલેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં જીત માટેના 252 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતની પ્રારંભિક ઓવરોમાં આક્રમક શરૂઆત

દુબઇમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝિલેડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતને મળેલા જીત માટેના 252 રનના લક્ષ્યાંકના જવાબમાં છેલ્લા અહેવાલ મુજબ ભારતે 10 ઓવરમાં 65 રન કર્યા હતા. અગાઉ ટોસ જીતીને ન્યુઝિલેંડે બેટીંગ પસંદ કર્યુ હતું. જોકે ભારતીય સ્પિનરોએ ન્યુઝિલેંડના બેટ્સમેનોને રન કરવા દીધા ન હતા...

માર્ચ 9, 2025 7:16 પી એમ(PM) માર્ચ 9, 2025 7:16 પી એમ(PM)

views 9

ગાંધીનગરના શેરથા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું હતું.

ગાંધીનગરના શેરથા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમાજને આગળ વધારવાના પ્રયત્નોથી ચોક્કસ પરિણામ સારું મળી શકે છે.તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ"કાર્યમંત્ર થકી સૌને આગળ વધવા અપીલ કરી...

માર્ચ 9, 2025 7:14 પી એમ(PM) માર્ચ 9, 2025 7:14 પી એમ(PM)

views 3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેવાડાના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ત્રાંસવાડ ખાતે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું આ સાથે 97 લાખ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે છેવાડાના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. શ્રી પટે...

માર્ચ 9, 2025 7:11 પી એમ(PM) માર્ચ 9, 2025 7:11 પી એમ(PM)

views 5

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબાર મેળાનો આજથી આરંભ થયો છે.

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબાર મેળાનો આજથી આરંભ થયો છે. ડાંગ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણથી ડાંગના પાંચ રાજવી શ્રીઓનું સન્માન કરી બગીમાં બેસાડી નગર ભ્રમણ કરાયું. આ રથનું મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ ધવલ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ડાંગ જિ...

માર્ચ 9, 2025 3:04 પી એમ(PM) માર્ચ 9, 2025 3:04 પી એમ(PM)

views 3

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબાર મેળાનો આજથી આરંભ થયો

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબાર મેળાનો આજથી આરંભ થયો છે. ડાંગ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણથી ડાંગના પાંચ રાજવીશ્રીઓનું સન્માન કરી બગીમાં બેસાડી નગર ભ્રમણ કરાયું. આ રથનું મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ ધવલ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ડાંગ જિલ...

માર્ચ 9, 2025 3:03 પી એમ(PM) માર્ચ 9, 2025 3:03 પી એમ(PM)

views 8

રાજ્યમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 4 લાખ 37 હજાર જેટલા પ્રિ-લિટીગેશન કેસોમાં સમાધાન કરાયું

રાજ્યમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 4 લાખ 37 હજાર જેટલા પ્રિ-લિટીગેશન કેસોમાં સમાધાન કરાયું. અને 75 કરોડ 39 લાખ રૂપિયાના ચુકાદા અપાયા હતા. રાજ્યની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 2 હજાર 761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો હતો. આ ઉપરાંત કંસીલીએશનની વ્યવસ્થાના કારણે 10 વર્ષ જૂના 823 કેસોનો નિ...

માર્ચ 9, 2025 3:02 પી એમ(PM) માર્ચ 9, 2025 3:02 પી એમ(PM)

views 4

રાજ્યભરમાં ગઈકાલે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

રાજ્યભરમાં ગઈકાલે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. તે અંતર્ગત પાટણ જિલ્લામાં મહિલાઓ માટે કાનૂની - આધ્યાત્મિક અને 21મી સદીની આધુનિક મહિલા વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. પંચમહાલના ગોધરામાં લાલબાગ બસ મથક ખાતે મહિલા કન્ડક્ટરોનું સન્માન કરાયું. બીજી તરફ ડાંગના આહવામાં સિવિલ હોસ્પિટલ ખ...

માર્ચ 9, 2025 3:05 પી એમ(PM) માર્ચ 9, 2025 3:05 પી એમ(PM)

views 3

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરથી નમો સખી સંગમ મેળાનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરથી નમો સખી સંગમ મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીમતી બાંભણીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં મહિલા આગળ વધી રહી છે. નમો ડ્રોન દીદી, કૃષિ સખી બેન્ક સખી યોજનાનો લાભ મહિલાઓને મળી રહ્યો છે. શ્રીમતી બાંભણીયાએ સ્ટેચ્ય...