પ્રાદેશિક સમાચાર

માર્ચ 10, 2025 2:13 પી એમ(PM) માર્ચ 10, 2025 2:13 પી એમ(PM)

views 4

આવતીકાલથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે બે દિવસના “ચોટીલા ઉત્સવ”નો પ્રારંભ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવતીકાલથી યોજાનારા બે દિવસના “ચોટીલા ઉત્સવ”નું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પ્રારંભ કરાવશે. આ ઉત્સવમાં હોળી નૃત્ય, ગરબા નૃત્ય, લોકગીતો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

માર્ચ 10, 2025 2:10 પી એમ(PM) માર્ચ 10, 2025 2:10 પી એમ(PM)

views 3

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉનાળુ બાજરી અને જુવારની વાવણી શરૂ

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ બાજરી અને જુવારની વાવણી શરૂ કરી દીધી છે. વાતાવરણમાં ફેરફાર થતાં મોટાભાગના ખેડૂતો બાજરી અને જુવારની ખેતી માટે વાવેતર કરી રહ્યા છે. થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, દિયોદર, ડીસા, ધાનેરા સહિતના તાલુકામાં બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કરાય છે

માર્ચ 10, 2025 2:06 પી એમ(PM) માર્ચ 10, 2025 2:06 પી એમ(PM)

views 6

અમદાવાદના ધંધુકામાં એક છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ શરમજનક ગણાવી હતી

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ શરમજનક ગણાવી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું, આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરાશે.

માર્ચ 10, 2025 9:51 એ એમ (AM) માર્ચ 10, 2025 9:51 એ એમ (AM)

views 7

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાની શરૂઆતમાં જ કેસર અને રત્નાગીરીની હાફૂસ કેરીનું આગમન થયું.

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાની શરૂઆતમાં જ કેસર અને રત્નાગીરીની હાફૂસ કેરીનું આગમન થયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સની આવક થઈ છે. યાર્ડમાં ગીર ગઢડા તાલુકાના ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું છે.કેસર કેરી 10 કિલોના બોક્સના ભાવ 2500 થી...

માર્ચ 10, 2025 9:44 એ એમ (AM) માર્ચ 10, 2025 9:44 એ એમ (AM)

views 3

C.I.I. આયોજીત વિકસિત ગુજરાત પાવર ઓફ પ્રોસ્પરસ ઇન્ડિયાની થીમ પર આધારિત કાર્યક્રમનું મુખ્યમંત્રીના હસ્તે આજે ઉદ્ઘાટન.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ ખાતે ભારતીય ઉદ્યોગ મહાસંઘ દ્વારા (સીઆઇઆઇ) આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ વિકસિત ગુજરાત પાવર ઓફ પ્રોસ્પરસ ઇન્ડિયાના વિષય પર યોજાનારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. રાજ્યમાં થઇ રહેલા ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આ કાર્યક્રમમાં આપશે.

માર્ચ 10, 2025 9:43 એ એમ (AM) માર્ચ 10, 2025 9:43 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગે કહ્યું હતું. .તેમણે ઉમેર્યુ કે, ગુજરાત દેશમાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બન્યું છે, અને દ...

માર્ચ 9, 2025 7:28 પી એમ(PM) માર્ચ 9, 2025 7:28 પી એમ(PM)

views 3

રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજથી 28 એપ્રિલ સુધી પાટણ અને રાજકોટ-લાલકુઆ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે.

રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજથી 28 એપ્રિલ સુધી પાટણ અને રાજકોટ-લાલકુઆ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે.આ ટ્રેન દર રવિવારે બપોરે 1 વાગીને 10 મિનીટે લાલકુઆથી પ્રસ્થાન કરી સોમવારે બપોરે પાટણ અને સાંજે રાજકોટ પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન દર સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે રાજકોટ થી પ્રસ્થ...

માર્ચ 9, 2025 7:27 પી એમ(PM) માર્ચ 9, 2025 7:27 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડાશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડવામાં આવશે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંકના અમદાવાદના જેતલપુર ખાતે યોજાયેલા સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે બોલતા તેમણે કહ્...

માર્ચ 9, 2025 7:22 પી એમ(PM) માર્ચ 9, 2025 7:22 પી એમ(PM)

views 10

ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમના નિર્માણને 48 વર્ષ પૂર્ણ થયા બાદ હવે પ્રથમ વાર તેના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઇ છે.

ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમના નિર્માણને 48 વર્ષ પૂર્ણ થયા બાદ હવે પ્રથમ વાર તેના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઇ છે. સિંચાઇ વિભાગ દ્વારા કુલ 27 દરવાજા બદલવા માટે મંજુરી માંગવામાં આવી હતી. જેમાં હાલ નવ ગેટ બદલવા માટે પરવાનગી આપવામાં આવી છે જે ત્રણ વર્ષમાં બદલવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા...

માર્ચ 9, 2025 7:21 પી એમ(PM) માર્ચ 9, 2025 7:21 પી એમ(PM)

views 3

રાજ્યમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 4 લાખ 37 હજાર જેટલા પ્રિ-લિટીગેશન કેસોમાં સમાધાન કરાયું.

રાજ્યમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 4 લાખ 37 હજાર જેટલા પ્રિ-લિટીગેશન કેસોમાં સમાધાન કરાયું. અને 75 કરોડ 39 લાખ રૂપિયાના ચુકાદા અપાયા હતા. રાજ્યની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 2 હજાર 761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો હતો. આ ઉપરાંત કંસીલીએશનની વ્યવસ્થાના કારણે 10 વર્ષ જૂના 823 કેસોનો નિ...