પ્રાદેશિક સમાચાર

માર્ચ 12, 2025 2:38 પી એમ(PM) માર્ચ 12, 2025 2:38 પી એમ(PM)

views 1

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વિવિધ વિસ્તારમાં કચરો એકત્રીત કરતાં કેન્ર્ ઉપર સફાઈ કરવામાં આવી રહી છે. મોડાસા શહેરમાં જે જગ્યા ઉપર ગંદકી થતી હતી ત્યાં નગરપાલિકા દ્વારા દિવાલ પર ચિત્રકામ કરવામાં આવી રહ્યું આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બાકી રહી ગયેલા કામકાજ પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરાઈ હો...

માર્ચ 12, 2025 2:37 પી એમ(PM) માર્ચ 12, 2025 2:37 પી એમ(PM)

views 3

રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે

રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ ફી લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું, સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌપ્રથમ F.R.C. સમક્ષ રજૂ કરાય ...

માર્ચ 12, 2025 2:33 પી એમ(PM) માર્ચ 12, 2025 2:33 પી એમ(PM)

views 4

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં હોળી રમવા દેશ-વિદેશથી ભક્તો દ્વારિકા નગરી પહોંચી રહ્યા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં હોળી રમવા દેશ-વિદેશથી ભક્તો દ્વારિકા નગરી પહોંચી રહ્યા છે. હાલમાં વિદેશથી આવેલા ભક્તો ભગવાનના ભજન, ગીતોના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ, ગઈકાલે ડાકોર ખાતે ડાકોર ફાગણોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં અનેક કલાકાર...

માર્ચ 12, 2025 2:30 પી એમ(PM) માર્ચ 12, 2025 2:30 પી એમ(PM)

views 3

ભાવનગરના પાલિતાણામાં આજે સવારથી છ’ગાઉની પરંપરાગત યાત્રાનો પ્રારંભ થયો

ભાવનગરના પાલિતાણામાં આજે સવારથી છ’ગાઉની પરંપરાગત યાત્રાનો પ્રારંભ થયો છે. આજે સવારે જય તળેટીથી શરૂ થયેલી આ યાત્રા સિદ્ધવડ ખાતે પૂર્ણ થશે. દરમિયાન એક હજાર 500થી વધુ સ્વયંસેવક જય તળેટીથી સિદ્ધવડ સુધી સેવામાં ખડેપગે રહેશે.

માર્ચ 12, 2025 10:19 એ એમ (AM) માર્ચ 12, 2025 10:19 એ એમ (AM)

views 3

હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખજૂર, હાયડા સહિતના વિક્રેતાઓના ત્યાં તપાસ, શંકાસ્પદ નમૂના તપાસ માટે મોકલાયાં.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તોરમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓના વેચાણ કરનારા વેપારીઓના એકમો પર તપાસ હાથ ધરાઇ હતી. શહેરમાં ખજૂર, પતાસા, હાયડા, ધાણી વિગેરેના વિક્રેતાઓ અને હોલસેલ દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, તપાસ કામગીરી દરમિયાન શંક...

માર્ચ 12, 2025 10:12 એ એમ (AM) માર્ચ 12, 2025 10:12 એ એમ (AM)

views 4

સમાન નાગરિક સંહિતાના અમલ માટે નાગરિકોના સૂચન મેળવવા વિવિધ જિલ્લાઓમાં U.C.C.ની કમિટિના સભ્યોની તબક્કવાર બેઠક યોજાઈ.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફની અધ્યક્ષતામાં અરવલ્લી અને મહીસાગર ખાતે એક બેઠક યોજાઇ હતી. ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરક...

માર્ચ 12, 2025 10:09 એ એમ (AM) માર્ચ 12, 2025 10:09 એ એમ (AM)

views 5

રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને માર્ગોના વિકાસ માટે વધુ બે કરોડનું અનુદાન આપવા રાજ્ય સરકારનો નિર્ણય.

રાજ્યનાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં આ વર્ષો રોડ-રસ્તાના વિકાસ કામ માટે બે કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન રાજ્ય સરકાર દ્વારા અપાશે. આ અનુદાનમાંથી 50 લાખ રૂપિયા ‘કેચ ધ રેઈન’ એટલે કે, વરસાદી પાણીના સંગ્રહ અભિયાનના કામ માટે ઉપયોગમાં લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં હાલ...

માર્ચ 11, 2025 7:13 પી એમ(PM) માર્ચ 11, 2025 7:13 પી એમ(PM)

views 3

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું એક હજાર 718 કરોડ રૂપિયાનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરાયું

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું એક હજાર 718 કરોડ રૂપિયાનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરાયું છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં મહાનગરપાલિકાના તમામ સભ્યોએ અંદાજપત્રને સમર્થન આપ્યું હતું. મેયર મીરાં પટેલે આ અંગે માહિતી આપી હતી.

માર્ચ 11, 2025 7:12 પી એમ(PM) માર્ચ 11, 2025 7:12 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના પુનઃવિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના પુનઃવિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી છે. જેમાં સરદાર પટેલ રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, વિંઝોલ વહેળાથી ઘોડાસર સુધી તેમ જ ઘોડાસરથી વટવા ગામ અને વટવા ગામથી સરદાર પટેલ રીંગ રોડ સુધીની ...

માર્ચ 11, 2025 7:09 પી એમ(PM) માર્ચ 11, 2025 7:09 પી એમ(PM)

views 8

વિધાનસભામાં આજે માર્ગ અને મકાન વિભાગની 24 હજાર 705 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માગણીઓ મંજૂર

વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગની વર્ષ 2025-26ની 24 હજાર 705 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માગણીઓ મંજૂર કરવામાં આવી છે. ગૃહમાં મુખ્યમંત્રી વતી માગણીઓ રજૂ કરતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓમાં ગત વર્ષની સરખામણીએ બે હજાર 542 કરોડ એટલે કે, 11.47 ટકા જેટલો વધારો...