પ્રાદેશિક સમાચાર

માર્ચ 13, 2025 2:28 પી એમ(PM) માર્ચ 13, 2025 2:28 પી એમ(PM)

views 5

રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવભૂમિદ્વારકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પણ ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. જોકે, આજે હોળીના પાવન પર્વ પર હજારો શ્રદ્ધાળુઓએ...

માર્ચ 13, 2025 2:26 પી એમ(PM) માર્ચ 13, 2025 2:26 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વર્ચ્યૂઅલ માધ્યમથી 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યૂઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ ...

માર્ચ 13, 2025 8:58 એ એમ (AM) માર્ચ 13, 2025 8:58 એ એમ (AM)

views 3

108 ઇમરજન્સી સેવાએ આજે હોળીનાં દિવસે ઈમરજન્સી કેસોમાં સામાન્ય કરતા 3.5 ટકા વધારો થવાની સંભાવના વ્યક્ત

108 ઇમરજન્સી સેવાએ આજે હોળીનાં દિવસે ઈમરજન્સી કેસોમાં સામાન્ય કરતા 3.5 ટકા એટલે કે ત્રણ હજાર 870 કેસનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ધુળેટીના દિવસે 30 ટકા એટલે કે ચાર હજાર 851 કેસનો વધારો થશે. 108 ઇમરજરન્સી સેવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય રીતે, માર્ગ અકસ્માતો અને ટ્રોમા સંબં...

માર્ચ 13, 2025 8:52 એ એમ (AM) માર્ચ 13, 2025 8:52 એ એમ (AM)

views 5

અમદાવાદ સહિતનાં 8 શહેરોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું

રાજ્યના અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 40 ડિગ્રી સેલ્સિયલથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટ 42.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીમાં 41 ડિગ્રી, પોરબંદરમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ડિસામાં 40.2 અને વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિય...

માર્ચ 13, 2025 8:40 એ એમ (AM) માર્ચ 13, 2025 8:40 એ એમ (AM)

views 4

આજે રાજ્યભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીનાં પર્વની ઉજવણી

આજે રાજ્યભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીનાં પર્વની ઉજવણી કરવામાં આવશે. અંબાજી, પાવાગઢ, દ્વારકા અને ડાકોર સહિતનાં મંદિરોમાં હોળી પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. આકાશવાણી સમાચાર વિભાગ સૌ શ્રોતાઓને હોળીની શુભકામનાઓ પાઠવે છે. કોડીનાર રામજી મંદિર ખાતે ગઈકાલે પ્રથમ વખત વ્રજનો મહાઉત્સવ હોળી રસિયા...

માર્ચ 12, 2025 7:11 પી એમ(PM) માર્ચ 12, 2025 7:11 પી એમ(PM)

views 37

વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ 2025-26ની 14 હજાર 102 કરોડ રૂપિયાથી વધુની અને મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જણાવ્યું, આ વખતન...

માર્ચ 12, 2025 6:34 પી એમ(PM) માર્ચ 12, 2025 6:34 પી એમ(PM)

views 5

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી તેમને 75 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, મહેસૂલ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટુકડીએ 14 લાખ 93 હજાર 126 મેટ્રિક ટન લાઈમસ્ટૉનની ખનીજચોરી બદલ આ દંડ કર્યો છે. કોડિનાર તાલુકામાંથી ત્રણ...

માર્ચ 12, 2025 6:32 પી એમ(PM) માર્ચ 12, 2025 6:32 પી એમ(PM)

views 9

રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ જ ફી લેવાય છે : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ ફી લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું, સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌપ્રથમ F.R.C. સમક્ષ રજૂ કરાય ...

માર્ચ 12, 2025 6:30 પી એમ(PM) માર્ચ 12, 2025 6:30 પી એમ(PM)

views 8

વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓની ચર્ચામાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા વતી રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તક મળે એ રાજ્ય ...

માર્ચ 12, 2025 6:28 પી એમ(PM) માર્ચ 12, 2025 6:28 પી એમ(PM)

views 9

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે હોળી ઉત્સવ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી કલાકારોએ પરંપરા...