પ્રાદેશિક સમાચાર

માર્ચ 13, 2025 7:14 પી એમ(PM) માર્ચ 13, 2025 7:14 પી એમ(PM)

views 7

આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.

માર્ચ 13, 2025 7:13 પી એમ(PM) માર્ચ 13, 2025 7:13 પી એમ(PM)

views 5

અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે.

અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસની સેવા જેમ કે, મનીઑર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાને લગતી ફરીયાદોનો નિકાલ કરવામાં આવશે. આ અંગે 20 માર્ચ સુધી ફરિયાદ કરી શકાશે.

માર્ચ 13, 2025 7:12 પી એમ(PM) માર્ચ 13, 2025 7:12 પી એમ(PM)

views 7

પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેંટ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વાર ખાસ ટ્રેન દોડાવશે.

પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેંટ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વાર ખાસ ટ્રેન દોડાવશે. હોળીના તહેવાર અને ઉનાળામાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. જેમાં અસારવા આગ્રા કેંટ સ્પેશિયલ ટ્રેન આગામી 16 થી પહેલી એપ્રિલ સુધી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે અસારવાથી સવારે સવા નવ વાગ્યે ઉપડશે અને...

માર્ચ 13, 2025 7:11 પી એમ(PM) માર્ચ 13, 2025 7:11 પી એમ(PM)

views 4

મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રહેશે.

મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રહેશે. ત્યારે મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને નર્મદાના પાણી આધારિત ઉનાળુ પાક ન લેવા અપીલ કરવામાં આવી છે.

માર્ચ 13, 2025 3:10 પી એમ(PM) માર્ચ 13, 2025 3:10 પી એમ(PM)

views 6

દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છેઃ મથુરા, વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજે દેશભરમાં હોળીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં વ્રજ, મથુરા અને વૃંદાવનમાં વસંત પંચમીથી જ એક મહિના સુધી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે,જેનાં ભાગ રૂપે લઠમાર હોલી, ફુલોં કી હોલી અને લડ્ડુ માર હોલી રમાય છે. આજે સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને 15થી 21 માર્ચ દરમિયન બલદેવ દાઉજીના ...

માર્ચ 13, 2025 3:07 પી એમ(PM) માર્ચ 13, 2025 3:07 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં ૧૪૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ ...

માર્ચ 13, 2025 2:35 પી એમ(PM) માર્ચ 13, 2025 2:35 પી એમ(PM)

views 5

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 15 માર્ચે રાજ્યકક્ષાના ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઉજવણી કરાશે

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 15 માર્ચે રાજ્યકક્ષાના ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઉજવણી કરાશે. આ વર્ષે ‘અ જસ્ટ ટ્રાન્ઝીશન ટુ સસ્ટેન્બલ લાઈફસ્ટાઈલ્સ’ ની વિષયવસ્તુ સાથે આ દિવસ ઉજવાશે. માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા 9 થી 15 માર્ચ દરમિયાન ગ્રાહક જાગૃત્તિ સપ્તાહની પણ વિવિધ રીતે ઉજવણી કરાશે. ઉલ્લેખનીય છ...

માર્ચ 13, 2025 2:33 પી એમ(PM) માર્ચ 13, 2025 2:33 પી એમ(PM)

views 7

રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને બચાવનારા ગુડ સમરિટનને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

રાજ્યમાં ગત બે વર્ષમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને બચાવનારા 43 ગુડ સમરિટન બે લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોનું જીવન બચાવવા તેમ જ અન્યને પ્રેરણા આપતા નાગરિકોને સન્માનિત કરવા વર્ષ 2021માં ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના શરૂ કરવામાં આવ...

માર્ચ 13, 2025 2:31 પી એમ(PM) માર્ચ 13, 2025 2:31 પી એમ(PM)

views 4

નર્મદા જિલ્લામાં માદક પીણાંનો જથ્થો રોકવા જિલ્લા પોલીસે આંતરરાજ્યની સરહદ પર નાકાબંધી કરી

નર્મદા જિલ્લામાં માદક પીણાંનો જથ્થો રોકવા જિલ્લા પોલીસે આંતરરાજ્યની સરહદ પર નાકાબંધી કરી છે. સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે પોલીસની ટુકડી ખડકી દેવાઈ હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર. ચંદને જણાવ્યું હતું

માર્ચ 13, 2025 2:30 પી એમ(PM) માર્ચ 13, 2025 2:30 પી એમ(PM)

views 5

તાપીમાં મોરારિ બાપુની રામકથામાં સહભાગી થયાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે લઈ જનારા લોકો સામે રાજ્ય સરકાર ગંભીરતાથી પગલાં લેશે.” તાપીમાં એક રામકથામાં સહભાગી થતા શ્રી સંઘવીએ આ નિવેદન આપ્યું હતું. દરમિયાન તેમણે ઉદ્યોગપતિઓને આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આહ્વાન પણ કર્યું હતું. દરમિયાન આ કાર્યક્રમમાં કથ...