પ્રાદેશિક સમાચાર

માર્ચ 14, 2025 9:50 એ એમ (AM) માર્ચ 14, 2025 9:50 એ એમ (AM)

views 2

ધુળેટીના પર્વ નિમિત્તે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશમાંથી પધારી રહ્યાં છે હજારો કૃષ્ણ ભક્તો

ધુળેટીના આજના પાવન પર્વ નિમિત્તે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશમાંથી હજારો કૃષ્ણ ભક્તો પધારી રહ્યાં છે. આજે ઉજવાનાર ફૂલડોલોત્સવની શ્રધ્ધાપૂર્વક, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી ધનારા છે. આજરોજ મંદિર સમિતિ તેમજ પૂજારી પરિવાર દ્વારા બપોરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ખાસ ઉત્સવ દર્શન તેમજ ફુલડોલ ...

માર્ચ 14, 2025 9:43 એ એમ (AM) માર્ચ 14, 2025 9:43 એ એમ (AM)

views 6

શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના મંદિર પરિસરમાં ગઇકાલે શાસ્ત્રોત વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી.

રાજ્યભરમાં આજે ધુળેટીના પર્વને લઈ લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, લોકો છેલ્લી ઘડી સુધી અબીલ ગુલાલ અને વિવિધ રંગો ખરીદતા જોવા મળ્યા હતા. સવારથી જ લોકો એકબીજાને રંગ લગાડી હોળીની શુભેચ્છા પાઠવશે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, પ્રાકૃતિક કલર અને પાણીના બચાવ સાથે ધુળેટીની ...

માર્ચ 14, 2025 9:39 એ એમ (AM) માર્ચ 14, 2025 9:39 એ એમ (AM)

views 8

હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી

રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે..લોકો ગરમીને કારણે ત્રસ્ત બન્યાં છે ત્યારે હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વડા એ કે દાસે કહ્યું છે કે આજથી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્ય ઉપર આવતા પવનોની દિશા ...

માર્ચ 13, 2025 7:51 પી એમ(PM) માર્ચ 13, 2025 7:51 પી એમ(PM)

views 9

રાજ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી – રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી.

રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ આજે હોળી પ્રગટાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવવાનું પણ આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને હોળીની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું, હોળીનો તહેવાર પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને પ્રક...

માર્ચ 13, 2025 7:34 પી એમ(PM) માર્ચ 13, 2025 7:34 પી એમ(PM)

views 4

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રોપ-વે ફરી શરૂ કરાશે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રોપ-વે ફરી શરૂ કરાશે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડતા, સરકાર અને પ્રશાસનિક અધિકારીઓના હકારાત્મક અભિગમને કારણે, ગિરિમથક ખાતે રોપ-વે એક્ટિવિટી પુનઃ શરૂ થવા જઈ રહ્યો છે. રોપ-વે પુનઃ શરૂ કરવાની પરવાનગી આપવામાં કોઈ વાંધા હરકત ન હોઈ, ગુજરાત...

માર્ચ 13, 2025 7:28 પી એમ(PM) માર્ચ 13, 2025 7:28 પી એમ(PM)

views 7

અમદાવાદમાં સાબરમતી નદી પર મહાનગરપાલિકાના દ્વારા સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવાઇ રહ્યો છે.

અમદાવાદમાં સાબરમતી નદી પર મહાનગરપાલિકાના દ્વારા સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવાઇ રહ્યો છે. આ બ્રિજ દ્વારા સાબરમતીથી સદર બજાર થઈને સીધા એરપોર્ટ જઈ શકાશે. સાબરમતી ટોરેન્ટ પાવર પહેલા રથી એપાર્મેન્ટ નજીક ટોરેન્ટ પાવરની જગ્યામાંથી નવો રસ્તો સીધો સાબરમતી નદી તરફ ખોલીને આ બ્રિજ સાથે જોડાણ કરવામાં આવ્યું છ...

માર્ચ 13, 2025 7:22 પી એમ(PM) માર્ચ 13, 2025 7:22 પી એમ(PM)

views 4

સુરતમાં હોળીના પર્વને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

સુરતમાં હોળીના પર્વને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જે 16 માર્ચ સુધી અમલમાં રહેશે. તહેવાર દરમિયાન સ્ટેશન પર થતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ અગવડતા ના પડે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માર્ચ 13, 2025 7:20 પી એમ(PM) માર્ચ 13, 2025 7:20 પી એમ(PM)

views 4

અમદાવાદમાં વિદેશથી આવતો 3 કરોડ 45 લાખ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો અમદાવાદ ગુના શાખાએ પકડ્યો છે.

અમદાવાદમાં વિદેશથી આવતો 3 કરોડ 45 લાખ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો અમદાવાદ ગુના શાખાએ પકડ્યો છે. આ જથ્થો રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવાયો હોવાની માહિતી મળતા ગુના શાખા અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી હતી તે દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા હતા. જેમાં તપાસ કરતાં...

માર્ચ 13, 2025 7:17 પી એમ(PM) માર્ચ 13, 2025 7:17 પી એમ(PM)

views 6

બોટાદ જિલ્લાના સોસલા ગામે કાળુભાર નદીમાં ડૂબી જતાં બે યુવકના મોત થયા છે.

બોટાદ જિલ્લાના સોસલા ગામે કાળુભાર નદીમાં ડૂબી જતાં બે યુવકના મોત થયા છે. કુલ 4 પૈકી બે યુવકો ન્હાવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવકના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

માર્ચ 13, 2025 7:17 પી એમ(PM) માર્ચ 13, 2025 7:17 પી એમ(PM)

views 6

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળા ‘ડાંગ દરબાર’નુ સમાપન થયું છે.

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળા 'ડાંગ દરબાર'નુ સમાપન થયું છે. ડાંગના માજી રાજવીશ્રીઓના સન્માન સાથે ૯ થી ૧૨ માર્ચ દરમિયાન, આહવા ખાતે, ડાંગ દરબાર યોજાયો હતો. આ લોકમેળામાં રાજવી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા ૬૭ લાખ ૧૫ હજાર ૭૧૬ રૂપિયાનુ વાર્ષિક સાલિયાણુ પણ ચુકવવામા આવ્યુ હતુ. ચાર દિવસો સુધી યોજ...