પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 4, 2025 3:48 પી એમ(PM)

views 8

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વિક્રમ આવક થતાં યાર્ડના સત્તાવાળાઓએ તાકીદની અસરથી ઘઉંની ખરીદી બંધ કરી

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વિક્રમ આવક થતાં યાર્ડના સત્તાવાળાઓએ તાકીદની અસરથી ઘઉંની ખરીદી બંધ કરી છે. છેલ્લાં બે દિવસમાં 36,000 મણ ઘઉંની આવક થઈ છે અને મહત્તમ 571 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા છે. યાર્ડમાં મબલખ આવક થવાથી ઘઉંના અપેક્ષા મુજબ ભાવ નથી મળી રહ્યા એમ ખેડૂતો જણાવી રહ્યા છે. જ્યાં સુધી નવી જા...

એપ્રિલ 4, 2025 3:45 પી એમ(PM)

views 11

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આકાશવાણી અમદાવાદ પરિસરની મુલાકાત લીધી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની પ્રાચીન પરંપરા જાળવવા બદલ અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવામાં આકાશવાણીનાં પ્રદાનની પ્રશંસા કરી. આજે આકાશવાણી અમદાવાદ પરિસરની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખાસ કરીને અંતરિ...

એપ્રિલ 4, 2025 3:40 પી એમ(PM)

views 12

ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તથા ગુજકોમાસોલના માધ્યમથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું દેશ-વિદેશમાં વેચાણ થાય અને ખેડૂતોને વધુમાં વધુ વળત...

એપ્રિલ 4, 2025 10:24 એ એમ (AM)

views 6

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સવારે આકાશવાણીના અમદાવાદ સ્ટૂડિયોની મુલાકાતે આવશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સવારે આકાશવાણીના અમદાવાદ સ્ટૂડિયોની મુલાકાતે આવશે. દરમિયાન શ્રી દેવવ્રત સાથે એક ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરાશે. શ્રી દેવવ્રત આકાશવાણીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરશે. ત્યારબાદ તેઓ સંમેલન ખંડમાં આકાશવાણી અમદાવાદના કર્મચારીઓ સાથે સંવાદ કરશે.

એપ્રિલ 4, 2025 9:58 એ એમ (AM)

views 8

આજની ગાંધીધામ, પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, આજની ગાંધીધામ, પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર મથક પર હાલના જૂના ફૂટઑવર બ્રિજને તોડવાના પ્રસ્તાવિત બ્લોકના કારણે આ ટ્રેનને આંશિક રદ કરવામાં આવી છે.

એપ્રિલ 4, 2025 9:57 એ એમ (AM)

views 7

કોટડાસાંગાણી તાલુકાના મેંગણી ગામના આ યુવાનોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પોતાના મસાલા બ્રાન્ડ પણ વિકસાવી

રાજકોટના યુવાનોએ પ્રાકૃતિક ખેતીથી સારી આવક મેળવી બીજાને ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. કોટડાસાંગાણી તાલુકાના મેંગણી ગામના આ યુવાનોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની સાથે ખેત ઉત્પાદનમાં મૂલ્યવર્ધન કરી પોતાના મસાલા બ્રાન્ડ પણ વિકસાવી છે. આ અંગે ખેડૂત ધવલ પાનસુરિયાએ માહિતી આપી

એપ્રિલ 4, 2025 9:55 એ એમ (AM)

views 9

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે આકાશવાણીના અમદાવાદ સ્ટૂડિયોની મુલાકાતે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે આકાશવાણીના અમદાવાદ સ્ટૂડિયોની મુલાકાતે આવશે. દરમિયાન રાજ્યપાલશ્રી સાથે એક ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરાશે. શ્રી દેવવ્રત આકાશવાણીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરશે. ત્યારબાદ તેઓ સંમેલન ખંડમાં આકાશવાણી અમદાવાદના કર્મચારીઓ સાથે સંવાદ કરશે.

એપ્રિલ 4, 2025 9:52 એ એમ (AM)

views 10

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.બીજી તરફ, આઠ એપ્રિલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની પણ...

એપ્રિલ 4, 2025 9:50 એ એમ (AM)

views 10

રાજ્ય સરકારે ગાંધીનગર મહાનગરપાલિકાને STP સહિતના કામ માટે 600 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવી.

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને 600 કરોડથી વધુની રકમ ફાળવવાનો નિર્ણય કરાયો છે. આ રકમ અંતર્ગત ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન અને સ્ટ્રૉમ વૉટર ડિસ્પોઝલ નૅટવર્ક તેમજ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ- STP સહિતના કામ કરાશે. મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટરના પાણીના શુદ્ધિકરણની સુવિધા પણ વધુ સુદ...

એપ્રિલ 4, 2025 9:49 એ એમ (AM)

views 33

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયાસ હાથ ધરાશે

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 100 ટકા પ્રાકૃતિક ખેતી થાય તે માટે આદિજાતિ વિકાસ વિભાગ સઘન પ્રયાસ હાથ ધરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આદિવાસી વિસ્તારો પણ વિશેષ ધ્યાન આપવા પર ભાર મુક્યો હતો. શ્રી દેવવ્રતની અધ્યક્ષતામાં ગઈકાલે રાજભવન ખાતે કૃષિ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.