પ્રાદેશિક સમાચાર

માર્ચ 19, 2025 3:36 પી એમ(PM) માર્ચ 19, 2025 3:36 પી એમ(PM)

views 2

આજે ગુજરાત એસટી નિગમની વેબસાઇટ પર કંડક્ટર કક્ષાની ૨૩૨૦ જગ્યા માટે નિમણુક આપવા પાત્ર ઉમેદવારનું મેરીટ લીસ્ટ અપલોડ થશે

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આજે રાત્રે ગુજરાત એસટી નિગમની વેબસાઇટ પર કંડક્ટર કક્ષાની ૨ હજાર ૩૨૦ જગ્યા માટે નિમણુક આપવા પાત્ર ઉમેદવારનું મેરીટ લીસ્ટ અપલોડ થઈ જશે.

માર્ચ 19, 2025 3:34 પી એમ(PM) માર્ચ 19, 2025 3:34 પી એમ(PM)

views 2

રાજ્યની સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-2ની 91 ટકા જગ્યાઓ ભરાયેલી છે : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા

રાજ્યની સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-2ની 91 ટકા જગ્યાઓ ભરાયેલી છે. વિધાનસભામાં ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા જણાવ્યું કે સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-૨ની મંજૂર કુલ 2 હજાર 232 જગ્યામાંથી હાલમાં 2 હજાર 18 જગ્યાઓ ભરેલી છે. તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર...

માર્ચ 19, 2025 3:33 પી એમ(PM) માર્ચ 19, 2025 3:33 પી એમ(PM)

views 2

ભુજ રાજકોટ વચ્ચે લાંબા સમયથી મંજૂર થયેલી ટ્રેન 21 માર્ચથી શરૂ થશે, જે જૂન મહિના સુધી ચાલશે.

ભુજ રાજકોટ વચ્ચે લાંબા સમયથી મંજૂર થયેલી ટ્રેન 21 માર્ચથી શરૂ થશે, જે જૂન મહિના સુધી ચાલશે. બે દાયકા જેટલા સમય બાદ ભુજ-રાજકોટ વચ્ચે ટ્રેન સેવા શરૂ થઈ રહી છે. રેલવેની યાદી પ્રમાણે આ ટ્રેન. ભુજથી સવારે 6.50 કલાકે રવાના થઈને 7.55 વાગ્યે ગાંધીધામ અને બપોરે 1.35 કલાકે રાજકોટ પહોંચશે. પરતમાં રાજકોટથી બપોર...

માર્ચ 19, 2025 10:07 એ એમ (AM) માર્ચ 19, 2025 10:07 એ એમ (AM)

views 4

દરિયાકિનારના રમતવીરોને પ્લેટફોર્મ પુરૂ પાડવા સોમનાથ ચોપાટી ખાતે બીચ ફેસ્ટિવલનો આરંભ.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરની નજીક દરિયા કિનારે રાજયમાં પ્રથમ વખત યોજાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે. આ ત્રણ દિવસ રમતોત્સવમાં અંદાજિત 1 હજાર 700 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. શ્રી સંઘવીએ કહ્યું કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલને લીધે દરિયા કિનારાના યુવા ખેલાડીઓને મોટું પ્લેટફોર્...

માર્ચ 19, 2025 10:06 એ એમ (AM) માર્ચ 19, 2025 10:06 એ એમ (AM)

views 3

અમરેલી જિલ્લા પોલીસે 113 ગુનેગારોની યાદી તૈયાર કરીને અસામાજિક તત્વો સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી.

અમરેલી જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આપેલા આદેશ મુજબ, અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરી છે. પોલીસે કુલ 113 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. આ પૈકી 74 લોકો શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા છે. 34 લોકો દારૂ...

માર્ચ 19, 2025 10:05 એ એમ (AM) માર્ચ 19, 2025 10:05 એ એમ (AM)

views 3

આગામી 10 દિવસમાં અમદાવાદથી સીધી સોમનાથને જોડતી અત્યાધુનિક સુવિધાસભર વોલ્વો બસ શરૂ કરવાની વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત.

રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસ.ટી.બસ સ્ટેશન અને કોડિનાર નવીન ડેપો વર્કશોપનું ઈ-લોકાર્પણ કર્યું છે.શ્રી સંઘવીએ જણાવ્યું કે, અમદાવાદથી સોમનાથને જોડતી અત્યાધુનિક વોલ્વો બસ આગામી ૧૦ દિવસમાં જ...

માર્ચ 19, 2025 10:02 એ એમ (AM) માર્ચ 19, 2025 10:02 એ એમ (AM)

views 6

રાજ્યમાં 36 પ્રકારની મહેસૂલી સેવાઓ થકી જાન્યુઆરી-2025 સુધીમાં બે કરોડ 91 લાખથી વધુ દસ્તાવેજો ઓનલાઇન જારી કરાયા

વિધાનસભામાં ગઇકાલે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહેસૂલ વિભાગની ત્રણ હજાર 259 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરી હતી. જે ગૃહમાં પસાર કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું કે, આઇ-ઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઇ, વારસાઇ નોંધ, હયાતી હક્ક તેમજ નમૂના-6, નમૂના 7/12 અને નમૂના 8/Aની નકલો, ડિજિટલ પ્ર...

માર્ચ 18, 2025 7:42 પી એમ(PM) માર્ચ 18, 2025 7:42 પી એમ(PM)

views 4

વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની ૨૩૨ કરોડ ૯૭ લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.

વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની ૨૩૨ કરોડ ૯૭ લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. આ અંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રાને માહિતી અને પ્રસારણ વિભાગ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી રહ્યો છે. માહિતી વિભાગની નવીન પહેલ ‘મારી યોજના પોર્ટલ’ ગુજરાત અને ભારત ...

માર્ચ 18, 2025 7:41 પી એમ(PM) માર્ચ 18, 2025 7:41 પી એમ(PM)

views 4

રાજ્યમાં આઈ-ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦” કાર્યરત કરવામાં આવશે.

રાજ્યમાં આઈ-ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦” કાર્યરત કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં કૃષિ મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે ...

માર્ચ 18, 2025 7:38 પી એમ(PM) માર્ચ 18, 2025 7:38 પી એમ(PM)

views 4

અવકાશયાત્રી સુનિતા વિલિયમનાં પૃથ્વી પર સફળ ઉતરાણ માટે વતન મહેસાણાનાં ઝુલાસણમાં પ્રાર્થના અને રામધૂન

મહેસાણા જિલ્લાનાં ઝુલાસણા ગામનાં વતની અવકાશયાત્રી સુનિતા વિલિયમ આવતી કાલે સવારે પૃથ્વી ઉપર પરત ફરશે. આ અંગે ઝુલાસણ ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી સલામત પરત આવે તે માટે ગ્રામજનોએ પ્રાર્થના શરૂ કરી છે. ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું ...