પ્રાદેશિક સમાચાર

માર્ચ 19, 2025 7:02 પી એમ(PM) માર્ચ 19, 2025 7:02 પી એમ(PM)

views 5

કોડીનાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી

કોડીનાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ૬૦,૩૦૩ મે.ટન ખનીજચોરી કરવા બદલ 3 કરોડથી વધુનો દંડ ફટકારાયો છે. કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતે ખાનગી માલિકીની જમીનમાં એક ઈસમ દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન...

માર્ચ 19, 2025 7:00 પી એમ(PM) માર્ચ 19, 2025 7:00 પી એમ(PM)

views 4

વલસાડની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMCએ ભાડું ન ચૂકવનાર 16 દુકાનદારોની દુકાનો સીલ કરી

વલસાડની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMCએ ભાડું ન ચૂકવનાર 16 દુકાનદારોની દુકાનો સીલ કરી હતી. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અગાઉ દુકાનદારોને ચાર નોટિસ આપવામાં આવી હતી. કેટલાક વેપારીઓએ થોડા સમયનું ભાડું ભરવાની તૈયારી બતાવી હતી. જો કે, APMCના સંચાલકોએ નવા ભાડા સાથે અત્યાર સુધીનું...

માર્ચ 19, 2025 6:59 પી એમ(PM) માર્ચ 19, 2025 6:59 પી એમ(PM)

views 2

કચ્છથી કન્યાકુમારી સુધી યોજાયેલી CISF કોસ્ટલ સાઇક્લોથોન – 2025 મોટી દમણ કિલ્લા સુધી પહોંચી

કચ્છથી કન્યાકુમારી સુધી યોજાયેલી CISF કોસ્ટલ સાઇક્લોથોન – 2025 મોટી દમણ કિલ્લા સુધી પહોંચી હતી. જેમાં 4 મહિલાઓ સહિત 75 સાઇક્લિસ્ટ સામેલ હતા. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના 56મા સ્થાપના દિવસના ભાગરૂપે આ સાઇક્લોથોનનું આયોજન કરાયું છે, જેનો ઉદ્દેશ્ય “સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારત” છે.

માર્ચ 19, 2025 6:58 પી એમ(PM) માર્ચ 19, 2025 6:58 પી એમ(PM)

views 7

પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપર ફાસ્ટ દૈનિક ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો

પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપર ફાસ્ટ દૈનિક ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. હાલ આ ટ્રેન 18 કોચ સાથે ચાલી રહી છે. 14 મે થી એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને એક જનરલ કોચ ઉમેરવામાં આવશે. ટ્રેનના સ્ટોપેજ સહિતની વધુ વિગતો www.enquiry.indianrail.gov...

માર્ચ 19, 2025 6:57 પી એમ(PM) માર્ચ 19, 2025 6:57 પી એમ(PM)

views 6

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેમાં 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થઈ રહી છે. કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધીના 185 ગરકાદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અંદાજે 800 મીટર વિસ્તાર ખુલ્લો કરાયો. આ ઉપરાંત કુંભારવાડા બ્રિજથી જવાહર નગર...

માર્ચ 19, 2025 6:56 પી એમ(PM) માર્ચ 19, 2025 6:56 પી એમ(PM)

views 10

ગીર સોમનાથના આદ્રી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫નો પ્રારંભ થયો

ગીર સોમનાથના આદ્રી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યૂટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (૨૧ નોટ...

માર્ચ 19, 2025 6:55 પી એમ(PM) માર્ચ 19, 2025 6:55 પી એમ(PM)

views 4

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ચોતરફથી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના સુનિતા વિલિયમ્સને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ દેશનું ગૌરવ ગણાવ્યા હતા. વતન ...

માર્ચ 19, 2025 6:55 પી એમ(PM) માર્ચ 19, 2025 6:55 પી એમ(PM)

views 7

સૌરાષ્ટ્ર ખાતે એક જ દિવસમાં ઘઉંના સવા લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે એક જ દિવસમાં ઘઉંના સવા લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતોને પ્રતિ મણ ઘઉંના 475 થી 700 રૂપિયા જેવા પોષણક્ષણ ભાવ મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા જણસી લઇને આવતા ખેડૂતો માટે તમામ વ્ય...

માર્ચ 19, 2025 3:42 પી એમ(PM) માર્ચ 19, 2025 3:42 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને અભિનંદન આપી આનંદની લાગણી વ્યકત કરી

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિતના ચાર અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્યા બાદ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુનિતા વિલિયમ્સને અભિનંદન આપી આનંદની લાગણી વ્યકત કરી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, સુનિતા વિલિયમ્સે નારી શ...

માર્ચ 19, 2025 3:38 પી એમ(PM) માર્ચ 19, 2025 3:38 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને કંડલા લાવવા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને કંડલા લાવવા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું. આ પ્લાન્ટનો પ્રાથમિક ઉદ્દેશ ઇજનેરો અને ટેકનિશિયનોને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ અને હેન્ડલિંગ ઇકોસિસ્ટમમાં અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનો...