પ્રાદેશિક સમાચાર

માર્ચ 21, 2025 6:21 પી એમ(PM) માર્ચ 21, 2025 6:21 પી એમ(PM)

views 3

બોટાદ જિલ્લા પોલીસે 110 ગ્રામ પંચાયતના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો

બોટાદ જિલ્લા પોલીસે 110 ગ્રામ પંચાયતના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં જે ગ્રામ પંચાયત વિસ્તારમાં ગુના નોંધાયા ન હતા અથવા ઓછા નોંધાયા હતા તે ગામના સરપંચને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે કાયદોઅને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા ગોઠવાય તેવા આયોજન અને મા...

માર્ચ 21, 2025 6:19 પી એમ(PM) માર્ચ 21, 2025 6:19 પી એમ(PM)

views 12

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન NIPER ખાતે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન NIPER ખાતે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઔષધીય શિક્ષણ સાથે જોડાયેલા વિધાર્થીઓએ જોર્ડન, મલેશિયા, અમેરિકાના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું. આ સંમેલનમાં15સંવાદ યોજાયા જેમાં 7 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્...

માર્ચ 21, 2025 3:16 પી એમ(PM) માર્ચ 21, 2025 3:16 પી એમ(PM)

views 11

ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી

ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં આ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. પીટી ઉષાએ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા ભારતનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. તેમણે ૨૦૨૩ આઈસીસી મ...

માર્ચ 21, 2025 3:14 પી એમ(PM) માર્ચ 21, 2025 3:14 પી એમ(PM)

views 4

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ખોટો પ્રભાવ ઊભો કરતાં લોકો સામે કાર્યવાહી કરવા એક વોટ્સ અપ નંબર જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ખોટો પ્રભાવ ઊભો કરતાં લોકો સામે કાર્યવાહી કરવા એક વોટ્સ અપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 99784 05968 નંબર ઉપર આવા લોકોની જાણ પોલીસને કરી શકાશે. જિલ્લા પોલીસ દ્વારા જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવાયું છે.

માર્ચ 21, 2025 3:10 પી એમ(PM) માર્ચ 21, 2025 3:10 પી એમ(PM)

views 8

કચ્છ-સૌરાષ્ટ્રને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ

કચ્છ-સૌરાષ્ટ્રને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ થયો છે. આજે વહેલી સવારે કચ્છ મુસાફર મંડળ અને રેલવે વિસ્તરણ સમિતિના અગ્રણીઓએ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ આ સેવા ત્રણ મહિના સુધી ચાલશે. સમિતિનાં અગ્રણીએ આ સેવા ભવિષ્યમાં દ્વારકા સુધી લંબાવવામાં આવશે તેવી આશા વ્યક્ત...

માર્ચ 21, 2025 3:07 પી એમ(PM) માર્ચ 21, 2025 3:07 પી એમ(PM)

views 2

ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી

ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમારાં ડાંગના પ્રતનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર તાલુકાના અનેક રેંજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના બાળકો અને વન વિભાગના કર્મચારીઓએ રેલી યોજીને વન બચાવવા અને વ...

માર્ચ 21, 2025 3:04 પી એમ(PM) માર્ચ 21, 2025 3:04 પી એમ(PM)

views 5

મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2 હજાર 50 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું

મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2 હજાર 50 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં શિક્ષણ, આરોગ્ય, ખેતીવાદી, સમાજ કલ્યાણ માટે 27 લાખ 78 હજાર રૂપિયાનો અંદાજ મુકાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય દીઠ 11 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.

માર્ચ 21, 2025 3:01 પી એમ(PM) માર્ચ 21, 2025 3:01 પી એમ(PM)

views 4

છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી

છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી. આ બંને માર્ગો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના વાહન વ્યવહાર માટેના મુખ્ય માર્ગો છે. આ બંને હાઇવે ચાર માર્ગીય થવાથી ટ્રાફિકમાં સરળતા વધશે અને અકસ...

માર્ચ 21, 2025 2:59 પી એમ(PM) માર્ચ 21, 2025 2:59 પી એમ(PM)

views 6

ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ

ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા કરાશે. સવારે ગૃહમાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનીટરીંગ સમિતિનો પ્રશ્ન...

માર્ચ 21, 2025 2:54 પી એમ(PM) માર્ચ 21, 2025 2:54 પી એમ(PM)

views 3

ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ SIR ખાતે અત્યાર સુધીમાં 35 હજાર 984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું

ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ SIR ખાતે અત્યાર સુધીમાં 35 હજાર 984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે. વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ-SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી જૂન, ૨૦૨૫ સુધીમાં પૂર્...