પ્રાદેશિક સમાચાર

માર્ચ 22, 2025 8:31 એ એમ (AM) માર્ચ 22, 2025 8:31 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવું તે સરકારનો સંકલ્પ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવું તે સરકારનો સંકલ્પ છે. શ્રી પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલા 100થી વધુ ઉદ્યોગ-વેપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે યો...

માર્ચ 21, 2025 7:08 પી એમ(PM) માર્ચ 21, 2025 7:08 પી એમ(PM)

views 28

10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ

10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે.વિધાનસભામાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ 2 હજાર 900 ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે. અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ...

માર્ચ 21, 2025 7:05 પી એમ(PM) માર્ચ 21, 2025 7:05 પી એમ(PM)

views 5

વિધાનસભાના ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની 2 હજાર 534 કરોડ 83 લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ

વિધાનસભાના ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની 2 હજાર 534 કરોડ 83 લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી. મુખ્યમંત્રી વતી રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ માગણીઓ રજૂ કરતાં જણાવ્યું કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ- STEM આધારિત સમાજ, વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂ...

માર્ચ 21, 2025 7:03 પી એમ(PM) માર્ચ 21, 2025 7:03 પી એમ(PM)

views 8

આ વર્ષે રાજ્યમાં વધુ 5 હજાર 950 સ્વસહાય જૂથોની રચના કરાશે : ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ

ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, આ વર્ષે રાજ્યમાં વધુ 5 હજાર 950 સ્વસહાય જૂથોની રચના કરાશે. વિધાનસભામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન શ્રી હળપતિએ જણાવ્યું કે, મનરેગા હેઠળ આગામી વર્ષે કુલ 516 લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે. તેમણે જણાવ્યું...

માર્ચ 21, 2025 6:59 પી એમ(PM) માર્ચ 21, 2025 6:59 પી એમ(PM)

views 5

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો

આજે 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10 હજારથી વધુ રોપા તૈયાર કરાયા છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારીના અવસર પણ સર્જયા...

માર્ચ 21, 2025 6:58 પી એમ(PM) માર્ચ 21, 2025 6:58 પી એમ(PM)

views 9

આગામી ઉનાળુ વેકેશન માટે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના અમલમાં મૂકવામાં આવી

આગામી ઉનાળુ વેકેશન માટે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના લોકો માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે.

માર્ચ 21, 2025 6:32 પી એમ(PM) માર્ચ 21, 2025 6:32 પી એમ(PM)

views 5

જામનગર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું

જામનગર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચુઅલ્લ માધ્યમથી પી.એમ.કિસાનનિધિ યોજનાના 19 માંહપ્તા સ્વરૂપે ડી.બી ટી. માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં જોડાયેલ મુખ...

માર્ચ 21, 2025 6:28 પી એમ(PM) માર્ચ 21, 2025 6:28 પી એમ(PM)

views 4

સોમનાથના માઢવાડ બંદરે દરિયામાં ડૂબી જતાં બે બાળકો મોત થયા

સોમનાથના માઢવાડ બંદરે દરિયામાં ડૂબી જતાં બે બાળકો મોત થયા હતા. બંને બાળકો શાળાએથી છૂટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા તે દરમિયાન પવન તેજ હોવાના કારણે બંને બાળકો દરિયામાં ડૂબ્યાં હતા. ગામના માછીમાર યુવાનોએ માછલી પકડવાની જાળથી બાળકોની શોધખોળ હાથ ધરી હતી.જેમાં એકપછી એક એમ બંને બાળકોના મૃતદેહ ફસાતા ...

માર્ચ 21, 2025 6:40 પી એમ(PM) માર્ચ 21, 2025 6:40 પી એમ(PM)

views 6

આવતીકાલથી રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ આ વધારો યથાવત રહેશે. જોકે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે.

માર્ચ 21, 2025 6:21 પી એમ(PM) માર્ચ 21, 2025 6:21 પી એમ(PM)

views 5

પારસીઓના નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે

પારસીઓના નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે. શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક એવો આ તહેવાર પારસી સમુદાયનો મુખ્ય તહેવાર છે. ત્યારે વલસાડના સંજાણના પારસી મહિલાએ નવરોઝ અંગે શુભકામના પાઠવી હતી.