પ્રાદેશિક સમાચાર

માર્ચ 23, 2025 7:20 પી એમ(PM) માર્ચ 23, 2025 7:20 પી એમ(PM)

views 7

આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ ર...

માર્ચ 23, 2025 7:19 પી એમ(PM) માર્ચ 23, 2025 7:19 પી એમ(PM)

views 4

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ITRAના ડાયરેક્ટર વૈદ્ય તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સામૂહિક યોગાભ્યાસમાં 750થી વધુ યોગ ઉત્સુકો જોડાયા હતા. જેમાં ITRAના કર્મચારી અધિકારી તેમજ WHOના મનજીત સલુજા સહિતના લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. ઈત્રન...

માર્ચ 23, 2025 7:15 પી એમ(PM) માર્ચ 23, 2025 7:15 પી એમ(PM)

views 3

ઉનાળાની શરૂઆત થતાં કચ્છ જિલ્લાના પ્રવાસી પ્રક્ષીઓએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે.

ઉનાળાની શરૂઆત થતાં કચ્છ જિલ્લાના પ્રવાસી પ્રક્ષીઓએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આવતા આ પક્ષીઓ સામાન્ય રીતે 6 મહિના જેટલો સમય કચ્છ જિલ્લામાં વિતાવે છે.

માર્ચ 23, 2025 7:14 પી એમ(PM) માર્ચ 23, 2025 7:14 પી એમ(PM)

views 4

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે મહેસાણા મહાનગરપાલિકાનો લોગો લોન્ચ કરાયો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે મહેસાણા મહાનગરપાલિકાનો લોગો લોન્ચ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકાનું બજેટ 100 કરોડ રૂપિયા હતું જે હવે મહાનગરપાલિકા બનતા 900 કરોડ રૂપિયા કરતાં વધુનું થયું છે. જેને લીધે મહેસાણાનો વિકાસ ઝડપી બનશે. આ લોગો તૈયાર કરવા માટેની સ્પર્ધામાં 254 સ્પર્ધક...

માર્ચ 23, 2025 7:08 પી એમ(PM) માર્ચ 23, 2025 7:08 પી એમ(PM)

views 4

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બિઝનેસ એક્સપો 2025 યોજાયો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બિઝનેસ એક્સપો 2025 યોજાયો જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત કરી હતી. શ્રી ચૌધરી એ જણાવ્યું કે આગામી સમયમાં આ વિસ્તારમાં વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરાશે.

માર્ચ 23, 2025 7:05 પી એમ(PM) માર્ચ 23, 2025 7:05 પી એમ(PM)

views 2

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાબિટિક બાળકોને નિયમિત ઈન્સ્યુલિન આપવા માતાપિતાને અનુરોધ કર્યો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાબિટિક બાળકોને નિયમિત ઈન્સ્યુલિન આપવા માતાપિતાને અનુરોધ કર્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર સ્થિત જી.ડી. હાઈસ્કુલ ખાતે મધુમેલા કાર્યક્રમમાં શ્રી પટેલે ડાયાબિટીક બાળકો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે જિલ્લાના 230 ડાયાબિટીક બા...

માર્ચ 23, 2025 7:03 પી એમ(PM) માર્ચ 23, 2025 7:03 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકાર રાજ્યમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે

કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરશે. આ જાહેરાત ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાએ રાજકોટના પડધરીમાં ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાત દરમ્યાન કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ઘઉં ખરીદીની મુદત વધારીને 5 એપ્ર...

માર્ચ 23, 2025 3:33 પી એમ(PM) માર્ચ 23, 2025 3:33 પી એમ(PM)

views 5

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સુરતના મોરા ગામ ખાતેથી 27 હજાર 300 કામોનું ઇ-ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું, પાણી બચાવવા માટે દેશમાં 8 લાખ 55 હજાર સ્ટ્રક્ચર બન્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતેથી 27 હજાર 300 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરતાં શ્રી પાટીલે જણાવ્યું કે સુરત જિલ્લામાં 37 હજાર સ્ટ્રક્ચર બનાવાશે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અ...

માર્ચ 23, 2025 3:26 પી એમ(PM) માર્ચ 23, 2025 3:26 પી એમ(PM)

views 25

યુવાનોની ઉજ્જવળ કારકિર્દી માટે પુસ્તકો પાયાનું માધ્યમ : કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે યુવાનોની ઉજ્જવળ કારકિર્દી માટે પુસ્તકો પાયાનું માધ્યમ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર ખાતે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી બેરાએ આમ જણાવ્યું હતું. આ અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયમાં વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, પુસ્તક આપ-લે વ...

માર્ચ 23, 2025 3:22 પી એમ(PM) માર્ચ 23, 2025 3:22 પી એમ(PM)

views 5

આજે સમગ્ર રાજ્યમાં યોજાઇ રહી છે ઈજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા

ઈજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા આજે સમગ્ર રાજ્યમાં યોજાઇ રહી છે. જેમાં એક લાખ 29 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યના 638 શાળા કેન્દ્રો પર લેવાઈ રહેલી આ પરીક્ષા સાંજે ચાર વાગ્યા ચાલશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 7 બિલ્ડિંગના 77 બ્લોકમાં પરીક્ષા ચાલી ર...