પ્રાદેશિક સમાચાર

માર્ચ 24, 2025 9:59 એ એમ (AM) માર્ચ 24, 2025 9:59 એ એમ (AM)

views 3

ઉનાળાની શરૂઆત થતાં કચ્છ જિલ્લાના પ્રવાસી પ્રક્ષીઓનું પોતાના ઘર તરફ પ્રયાણ.

ઉનાળાની શરૂઆત થતાં કચ્છ જિલ્લાના પ્રવાસી પ્રક્ષીઓએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આવતા આ પક્ષીઓ સામાન્ય રીતે 6 મહિના જેટલો સમય કચ્છ જિલ્લામાં વિતાવે છે.

માર્ચ 24, 2025 9:58 એ એમ (AM) માર્ચ 24, 2025 9:58 એ એમ (AM)

views 5

સુરત શહેરમાં માનવતાની એક અનોખી મિશાલ- પરિવારે અંગદાન કરી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપ્યું.

સુરત શહેરમાં એબ્રોડ઼રીનો વ્યવસાય કરનારા વઘાસિયા પરિવારે માનવતાની એક અનોખી મિશાલ કાયમ કરી છે. પરિવારે તેમના પરિવારના બ્રેઇન ડેડ સભ્યનું લીવર અને બંને આંખોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત દ્વારા આ ૨૧મું અંગદાન કરાવવામાં આવ્યું, જે સમાજ માટ...

માર્ચ 24, 2025 9:47 એ એમ (AM) માર્ચ 24, 2025 9:47 એ એમ (AM)

views 4

ગાંધીનગરમાં આજથી 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપનો આરંભ.

ગાંધીનગરમાં આજથી 28 માર્ચ દરમિયાન 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે. કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 27 રાજ્યોના 572 રમતવીરો સહભાગી થશે.રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું ઉદઘાટન થશે અને 28મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ...

માર્ચ 24, 2025 9:46 એ એમ (AM) માર્ચ 24, 2025 9:46 એ એમ (AM)

views 7

ટીબી નાબૂદીના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત દેશભરમા અગ્રેસર.

આજે 24 માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ છે. નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95 ટકા હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. વર્ષ 2024માં રાજ્યને અપાયેલા એક લાખ 45 હજાર ટીબી દર્દીઓની ઓળખના લક્ષ્યાંક સામે રાજ્યમાં એક લાખ 37 હજાર 929 ટીબી દર્દીઓની નોંધણી કરાઇ હતી.જેમની સારવાર પૂર્ણ થવાનો દર 90 ટકા ...

માર્ચ 24, 2025 9:41 એ એમ (AM) માર્ચ 24, 2025 9:41 એ એમ (AM)

views 6

મહિસાગરના ડ઼ુંગરો અને ખેડાની પેપરમીલમાં આગને કારણે વ્યાપક નુકસાન.

ખેડાની વરસોલા GIDC ખાતેની પેપર મિલમાં ગઈકાલે આગ લાગી હતી. લગભગ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં મોટી માત્રામાં કાચોમાલ બળી જતાં મોટું નુકશાન થયાની આશંકા છે. બીજી તરફ મહીસાગરના લુણાવાડામાં મહાકાળી માતાના ડુંગરના જંગલ વિસ્તારમાં એકા એક આગ ફાટી નીકળી હતી. ફાયર અને વન વિભાગ...

માર્ચ 24, 2025 9:34 એ એમ (AM) માર્ચ 24, 2025 9:34 એ એમ (AM)

views 3

સામાજિક ઉત્કર્ષ માટે નવો રાહ ચિંધનારા સમૂહલગ્નોને આજના સમયની માંગ લેખાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. વડોદરાના વાઘોડિયા ખાતે આયોજીત 501 નવ યુગલોના સમૂહલગ્નોત્સવમાં હાજરી આપવા પહોંચેલા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓના જીવનના દરેક તબક્કે...

માર્ચ 23, 2025 7:27 પી એમ(PM) માર્ચ 23, 2025 7:27 પી એમ(PM)

views 4

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પેપર મિલમાં લાગેલી આગ 24 કલાક બાદ કાબૂમાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પેપર મિલમાં લાગેલી આગ 24 કલાક બાદ કાબૂમાં આવી. ગઈકાલે બપોરે પેપર મિલમાં આગ લગતા નગરપાલિકાના અગ્નિશમન દળની ટીમ પહોંચી હતી છતાં આગ કાબૂમાં ન આવતા અમદાવાદ અગ્નિશમન દળ તેમજ ભારતીય સેનાના જવાનોની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનામાં સદનસીબે ક...

માર્ચ 23, 2025 7:23 પી એમ(PM) માર્ચ 23, 2025 7:23 પી એમ(PM)

views 2

ઈજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ.

ઈજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. રાજ્યમાં એક લાખ 29 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. સવારના 10 વાગ્યાથી ચાર વાગ્યા સુધી ત્રણ તબક્કામાં આ પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેવાઈ હતી. રાજ્યના 638 શાળા કેન્દ્રો પર આ પરીક્ષાનું આય...

માર્ચ 23, 2025 7:22 પી એમ(PM) માર્ચ 23, 2025 7:22 પી એમ(PM)

views 2

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કારમાં સક્ષમ અધિકારીના હોદ્દા સાથેના બોર્ડ લગાવેલી કાર ચલાવતા યુવકને પોલીસ ઝડપી લીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કારમાં સક્ષમ અધિકારીના હોદ્દા સાથેના બોર્ડ લગાવેલી કાર ચલાવતા યુવકને પોલીસ ઝડપી લીધો હતો. જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવતીનું નામ પણ બહાર આવ્યું હતું. પોલીસે આ બંનેની અટકાયત કરી છે.

માર્ચ 23, 2025 7:21 પી એમ(PM) માર્ચ 23, 2025 7:21 પી એમ(PM)

views 2

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા અસ્મિતા સિટી લીગ 2025 મહિલા ફૂટબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા અસ્મિતા સિટી લીગ 2025 મહિલા ફૂટબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 120 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દમણની કોસ્ટ ગાર્ડ પબ્લિક સ્કૂલે પ્રથમ સ્થાન, ખાનવેલની ઓસ્ક...