પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM)

views 11

પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે રાજ્યના કેટલીક જગ્યાએ બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, આતંકી હુમલાના વિરોધમાં લુણાવાડા સજ્જડ બંધ રહ્યું છે. લુણાવાડાના દરકોલી દરવાજા, આસ્થાના બજાર, માંડવી બજારના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક ...

એપ્રિલ 26, 2025 2:58 પી એમ(PM)

views 15

અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 900થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાઇ

અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 900થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાઇ છે. એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ...

એપ્રિલ 26, 2025 7:47 એ એમ (AM)

views 12

રાજ્યમાં ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભા...

એપ્રિલ 26, 2025 7:46 એ એમ (AM)

views 12

જાફરાબાદ બોટમાથી ચાઇનીઝ સ્વંયમ સંચાલિત ઓળખ ઉપકરણ મળ્યું

અમરેલીના જાફરાબાદ બોટમાથી ચાઇનીઝ કંપનીનુ સ્વંયમ સંચાલિત ઓળખ ઉપકરણ મળી આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે સામાકાંઠા પુલ પાસેની એક બોટમા તપાસ કરાઇ હતી. તપાસ બાદ આ ઉપકરણ હાથ લાગતાં તેમાંથી વાંધાજનક સંદેશા વ્યવહારની આપલેની પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. પીપાવાવના કોસ્ટગાર્ડ સ્ટેશન દ્વારા અપાયેલા મ...

એપ્રિલ 26, 2025 7:44 એ એમ (AM)

views 20

સુઈગામના મમાણા ખાતે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એનસીસી દ્વારા સુઈગામના મમાણા ખાતે “વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ”નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના સરહદી ગામોમાં રહેતા નાગરિકોના જીવનમાં સુધારો લાવવા તથા તેમને જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાવો” વિષય પર નાટક રજૂ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સુઈગ...

એપ્રિલ 26, 2025 7:42 એ એમ (AM)

views 26

કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્ર્ગ્સનો જથ્થો મળ્યો

કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્ર્ગ્સનો જથ્થો મળી આવ્યો છે.. જખૌ મરીન અને SRDના જવાનોને દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક પ્લાસ્ટિકના કોથળામાંથી ગુલાબી રંગના દસ શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં હતાં. સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી અંગ્રેજીમાં 'ઝમન' લખેલા આ દસ પેકેટનું વજન એક હજાર બસો ગ્રામ જેટલુ હતું . પ્રાથમિક તપાસ ...

એપ્રિલ 26, 2025 7:39 એ એમ (AM)

views 23

આવતીકાલથી મેટ્રો સચિવાલય સુધી જશે

અમદાવાદની મૅટ્રો ટ્રેનની સેવાઓ આવતીકાલથી સચિવાલય સુધી લંબાવવામાં આવશે. ગુજરાત મૅટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ- G.M.R.C.ની યાદી મુજબ, આ સાથે જ કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કૉલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર 10-એ, સચિવાલય એમ સાત નવા મથક પણ કાર્યરત્ થશે.

એપ્રિલ 26, 2025 7:37 એ એમ (AM)

views 20

શ્રીનગરમાં ફસાયેલા રાજકોટના પરિવારના વ્હારે રાજ્ય સરકાર આવ્યું

કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ પછી પહલગામમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફ્લાઈટ્સ ફુલ જતી હતી. આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું અને ફ્લાઈટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપતાં પરિવાર સલામત રીત...

એપ્રિલ 26, 2025 7:35 એ એમ (AM)

views 15

અમદાવાદ ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા નિમણૂંક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત યુવાનોને 51 હજારથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે લોકોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમને અનુલક્ષીને આજે અમદાવાદના દિનેશહોલ ખાતે ગ્રાહક બાબતોના રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાના અ...

એપ્રિલ 26, 2025 7:31 એ એમ (AM)

views 53

ગુજરાત વહીવટી સુધારણા પંચનો બીજો અહેવાલ સરકારને સુપરત કરાયો

ગુજરાત વહીવટી સુધારણા પંચનો બીજો અહેવાલ સરકારને સુપરત કરાયો છે. GARCના આ બીજા ભલામણ અહેવાલમાં મુખ્યત્વે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી ‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’-સરકાર તમારે દ્વારનો ધ્યેય રાખીને સિટીઝન સેન્ટ્રીક ૧૦ જેટલી ભલામણો કરવામાં આવેલી છે. પંચના અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયા દ્વારા સરકારને સુપરત કર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.