પ્રાદેશિક સમાચાર

મે 1, 2025 7:15 પી એમ(PM)

views 10

વિકસિત ગુજરાતની નેમ સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગોધરામાં ગુજરાતનાં સ્થાપના દિવસની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતનાં સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આજે પંચમહાલ જિલ્લાના ગોધરામાં કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 644 કરોડ રૂપિયાથી વધુના 85 જેટલા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં, મુખ્યમંત્રીએ કહ...

મે 1, 2025 7:13 પી એમ(PM)

views 212

ભારતના ચૂંટણી પંચ દ્વારા ત્રણ નવી પહેલ

ચૂંટણી પંચે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, બુથ સ્તરના અધિકારીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકુળ મતદાર કાપલી બનાવવા ત્રણ નવી પહેલ શરૂ કરી છે.ચૂંટણી પંચ મૃત્યુ નોંધણીની વિગતો ભારતના રજીસ્ટ્રાર જનરલ પાસેથી મેળવશે. મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદારકાપલીની ડિઝાઈનમાં ફે...

મે 1, 2025 7:10 પી એમ(PM)

views 14

રાજ્યના ગ્રામ્ય હસ્તકલા-હાથશાળના 8 હજારથી વધુ કારીગરોને આ વર્ષે 20 કરોડથી વધુની આવક થઈ

રાજ્યના ગ્રામ્ય હસ્તકલા-હાથશાળના 8 હજારથી વધુ કારીગરોને આ વર્ષે 20 કરોડ 89 લાખ રૂપિયાની આવક થઈ છે. રાજ્યમાં સતત બીજા વર્ષે હસ્તકલા-હાથશાળ ઉત્પાદનોનું 31 કરોડ 47 લાખ રૂપિયાનું વેચાણ થયું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ સાથે રાજ્યના આશરે 8 હજાર કરતા પણ વધુ કારીગરો જોડાયેલા છે. નિગમે આ ઉ...

મે 1, 2025 7:08 પી એમ(PM)

views 9

ખેલ મહાકુંભ અંતર્ગત પુરુષોની અંડર 17 અને અંડર 14 હોકી સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલી 17 અને 14 વર્ષથી ઓછી વયજૂથના પુરુષોની હોકી સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાની ટીમે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. પુરુષોની અંડર 14 સ્પર્ધામાં મોડાસા અને લીંબડી ડી.એલ.એસ.એસ શાળા વચ્ચે યોજાયેલી ફાઈનલમાં બંને ટીમ ૩-૩ ગોલ કરતાં મેચ ડ્રો થઈ હતી, ત્યારે પેનલ્ટી શૂટ આઉટમાં ગોલ કરી મોડા...

મે 1, 2025 3:09 પી એમ(PM)

views 12

INS સુરત આજે હજીરા બંદરે આવી પહોંચ્યું

INS સુરત આજે હજીરા બંદરે આવી પહોંચ્યું છે. ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ 'INS સુરત' ગત 15 જાન્યુઆરીએ દેશને સમર્પિત કરાયું છે. સુરતના નૌકા વેપારના વારસાને સન્માન આપતા ‘INS સુરત’ નામ અપાયું છે. યુદ્ધ જહાજ 'INS સુરત' થકી સુરતના ઐતિહાસિક વારસાને જીવંત માન્યતા અપાઈ છે.

મે 1, 2025 3:08 પી એમ(PM)

views 32

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગત અઢી વર્ષમાં 50 સફળ હ્રદય પ્રત્યારોપણ કરાયા

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગત અઢી વર્ષમાં 50 સફળ હ્રદય પ્રત્યારોપણ કરાયા છે. જેમાં 37 પુરુષ, 11 સ્ત્રી અને બે બાળકનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે હૃદય પ્રત્યારોપણ બાદ દર્દીના જીવિત રહેવાનો દર વિશ્વ સ્તરે 90 ટકા જેટલો છે. જ્યારે આ હોસ્પિટલમાં સરેરાશ 92 ટકા રહ્યો છે. યુ.એન.મહેતા હોસ્પિટલમાં આયુ...

મે 1, 2025 3:05 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પંચમહાલમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું રાજ્ય સરકાર આદિવાસી સમુદાયો અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉત્થાન માટે પ્રત...

મે 1, 2025 9:37 એ એમ (AM)

views 8

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો, રાજ્ય સહિત દેશભરમાં આજથી અમલી

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે પહેલી મેથી આ ભાવ વધારો લાગુ થશે. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, ગુજરાત કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ-અમૂલ દ્વારા 11 મહિના બાદ દૂધના ભાવમાં વધારો કરાયો છે.હવે આજથી અમૂલ સ્ટાન્ડર્ડ દૂધનું 500 મિલ...

મે 1, 2025 9:36 એ એમ (AM)

views 12

ખેડાના કનીજ ગામમાં મેશ્વો નદીમાં છ બાળકો ડૂબી જતાં પાંચના મોત, એકની શોધખોળ ચાલી રહી છે

ખેડાના કનીજ ગામમાં મેશ્વો નદીમાં છ બાળકો ડૂબી જતાં પાંચના મોત થયાના અહેવાલ છે. ગઇકાલે નદીમાં નાહવા ગયેલા છ બાળકો ડૂબી ગયા હોવાનું જણાયું હતું. અગ્નિશમન દળની ટુકડી દ્વારા પાંચ બાળકોના મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે એક બાળકની શોધખોળ ચાલી રહી છે. આ અંગે જિલ્લા કલેકટર અમિત યાદવે માહિતી આપી.

મે 1, 2025 9:35 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ અમૃતકાળમાં ગુજરાત મૉડેલ સ્ટેટ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આ અમૃતકાળમાં ગુજરાત દેશ અને વિશ્વને વિકાસનું આગવું દિશાદર્શન કરનારું મૉડેલ સ્ટેટ એટલે કે, આદર્શ રાજ્ય બનશે. રાજ્યના 65-મા સ્થાપના દિવસની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા અને પ્રજાજોગ સંદેશમાં ગઈકાલે શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, રાજ્યના ઘડતરમાં યોગદાન આપનારા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.