પ્રાદેશિક સમાચાર

માર્ચ 26, 2025 7:07 પી એમ(PM) માર્ચ 26, 2025 7:07 પી એમ(PM)

views 14

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઊભરતા ગટરના પાણીની સમસ્યાનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઊભરતા ગટરના પાણીની સમસ્યાનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ફતેવાડી કેનાલ સુધીનું ગટર લાઈનનું કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આગામી બે મહિનાની અંદર બોપલ,...

માર્ચ 26, 2025 6:11 પી એમ(PM) માર્ચ 26, 2025 6:11 પી એમ(PM)

views 9

સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનથી દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનથી દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદને સંબોધતા રાજ્યપાલે કહ્યું કે, આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ...

માર્ચ 26, 2025 6:08 પી એમ(PM) માર્ચ 26, 2025 6:08 પી એમ(PM)

views 9

રાજ્યના કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHCને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે

રાજ્યના કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHCને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે. વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, વર્ષ 2011ની વસતિ ધોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર P.H.C, સામૂહિક આરોગ્ય કેન્દ્ર C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ...

માર્ચ 26, 2025 6:04 પી એમ(PM) માર્ચ 26, 2025 6:04 પી એમ(PM)

views 4

પહેલી એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવશે

પહેલી એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવશે સુરત સ્ટેશન નું પૂર્ણ રૂપે કાયાકલ્પ થઈ રહ્યું છે અને તેને વિશ્વ કક્ષાના સ્ટેશનના રૂપ માં વિકસિત કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક યાદી અનુસાર, પ્લે...

માર્ચ 26, 2025 6:02 પી એમ(PM) માર્ચ 26, 2025 6:02 પી એમ(PM)

views 5

બોટાદ તાલુકાના બોડી ગામમાં ગામના આગેવાનો દ્રારા લાયબ્રેરી બનાવવામાં આવી

બોટાદ તાલુકાના બોડી ગામમાં ગામના આગેવાનો દ્રારા લાયબ્રેરી બનાવવામાં આવી હતી. છ થી સાત હજારની વસ્તી ધરાવતા આ ગામમાં વધુને વધુ લોકો અભ્યાસ બાદ સરકારી નોકરી અથવા સારી નોકરી મેળવી શકે તેવા સારા વિચાર સાથે 2013માં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો સાથે આ લાઇબ્રેરી બનાવવામાં આવેલ આજે આ લાઇબ્રેરીમાં 500 થી વધુ...

માર્ચ 26, 2025 5:59 પી એમ(PM) માર્ચ 26, 2025 5:59 પી એમ(PM)

views 4

અમદાવાદ મહાનગરપાલિકાના ફૂટ વિભાગે 500 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો

અમદાવાદ મહાનગરપાલિકાના ફૂટ વિભાગે 500 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વસ્ત્રાલ, નિકોલ, ગોતા અને જીવરાજ પાર્ક વિસ્તારમાંથી પકડાયેલો આ જથ્થો મહેસાણા અને રાજસ્થાનથી મંગાવાયો હતો. પનીર એનાલોગ તરીકે ઓળખાતું આ નકલી પનીર દુકાનો અને હોટલમાં વેચાતું હોવાનું સ...

માર્ચ 26, 2025 3:12 પી એમ(PM) માર્ચ 26, 2025 3:12 પી એમ(PM)

views 7

મહેસાણાના કડી તાલુકાના 27 ગામ સહિત જિલ્લાના 122 ગામ ક્ષયમુક્ત થયા

મહેસાણાના કડી તાલુકાના 27 ગામ સહિત જિલ્લાના 122 ગામ ક્ષયમુક્ત થયા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. બી. સોલંકીએ જણાવ્યું કે, દર એક હજારની વસતિએ એક વર્ષમાં 30 કે તેથી વધુ શંકાસ્પદ ક્ષય માટેની તપાસ કરવામાં આવે છે

માર્ચ 26, 2025 3:11 પી એમ(PM) માર્ચ 26, 2025 3:11 પી એમ(PM)

views 3

બનાસકાંઠા પોલીસે અંબાજીના 18 સહિત સમગ્ર જિલ્લામાં 513 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી

બનાસકાંઠા પોલીસે અંબાજીના 18 સહિત સમગ્ર જિલ્લામાં 513 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી છે. આ સાથે જ અંબાજીમાં અસામાજિક તત્વોના વીજ અને પાણીના જોડાણ કાપવામાં આવ્યા છે તેમ અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. ગોહિલે જણાવ્યું હતું.

માર્ચ 26, 2025 3:09 પી એમ(PM) માર્ચ 26, 2025 3:09 પી એમ(PM)

views 4

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ અમરેલીની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ અમરેલીની શાળામાં બાળકો દ્વારા પોતાને જ ઇજા પહોંચાડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. શ્રી પાનશેરિયાએ બાળકોને મોબાઈલ અને ગેમ્સથી દૂર રાખવા અપીલ કરી છે

માર્ચ 26, 2025 3:05 પી એમ(PM) માર્ચ 26, 2025 3:05 પી એમ(PM)

views 5

રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે

રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે. વિધાનસભામાં પ્રશ્નનો જવાબ આપતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આ વર્ષના અંદાજપત્રમાં સંગ્રહાલયોના સમારકામ માટે 39 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું 'ગુજરાત વંદના સંગ્રહાલય'નું 12 એકર વિસ્તારમાં...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.