પ્રાદેશિક સમાચાર

માર્ચ 27, 2025 7:32 પી એમ(PM) માર્ચ 27, 2025 7:32 પી એમ(PM)

views 4

મોરબી સાયબર ક્રાઈમ ટીમે 90 જેટલી બનાવટી વૅબસાઈટથી લોકો સાથે છેતરપિંડી કરનારા આરોપીને છત્તીસગઢથી પકડી પાડ્યો

મોરબી સાયબર ક્રાઈમ ટીમે 90 જેટલી બનાવટી વૅબસાઈટથી લોકો સાથે છેતરપિંડી કરનારા આરોપીને છત્તીસગઢથી પકડી પાડ્યો છે. મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે, મૂળ ઝારખંડના આરોપીએ જિલ્લામાં સરકારી યોજનાઓ સહિત વિવિધ કંપનીઓની 90 બનાવટી વૅબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી. તપાસ દરમિયાન આ આરોપીએ ગુજ...

માર્ચ 27, 2025 7:28 પી એમ(PM) માર્ચ 27, 2025 7:28 પી એમ(PM)

views 1

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 29 માર્ચ બાદ ફરી તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા છે, તેમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપ...

માર્ચ 27, 2025 7:27 પી એમ(PM) માર્ચ 27, 2025 7:27 પી એમ(PM)

views 4

રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે.

રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે. રાજય સરકાર દ્વારા યોજયેલા મહાકુંભમાં 15થી 20 વર્ષની વયજુથમાં ગરબા કૃતિમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બોરખડીની ટીમ પ્રથમ ક્રમાંકે, 6 થી 14 વર્ષની વયજુથમાં વ્યારાના વિદ્યાર્થી યશકુમાર ગામીત દ્વિતીય ક્રમે વિજેતા થયા છે...

માર્ચ 27, 2025 7:23 પી એમ(PM) માર્ચ 27, 2025 7:23 પી એમ(PM)

views 3

સુરેન્દ્રનગરના મહાકાળી ભવાઈ મંડળ સહિતના જુદા જુદા મંડળના કલાકારો વિસરાતી જતી ભવાઈ કળાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરના મહાકાળી ભવાઈ મંડળ સહિતના જુદા જુદા મંડળના કલાકારો વિસરાતી જતી ભવાઈ કળાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. સરકારની બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન જેવી યોજના કે અભિયાનના પ્રચાર પ્રસારમાં ભવાઈ કળાનો ઉપયોગ કરવામાં તેવી કલાકારોની માગ હોવાનું ભવાઈ સમાજના આગેવાન હર્ષદ વ્યાસે જણાવ્યું.

માર્ચ 27, 2025 7:22 પી એમ(PM) માર્ચ 27, 2025 7:22 પી એમ(PM)

views 4

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોને જણાવાયું છે કે, ટ્રસ્ટની સત્તાવાર વૅબસાઈટ SOMNATH.ORG સિવાય કોઈ પણ માધ્યમથી ઑનલાઈન પૅમેન્ટ જમા ન કરાવવું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યાર...

માર્ચ 27, 2025 7:15 પી એમ(PM) માર્ચ 27, 2025 7:15 પી એમ(PM)

views 3

નર્મદામાં આ શનિવારથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

નર્મદામાં આ શનિવારથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પરિક્રમા માર્ગ પર કોઈ પ્રકારનો ટ્રાફિક ચાલુ રાખવામાં નહીં આવે. તેમ જ રામપુરા ખાતે આવતા ટ્રાફિકને અન્ય સ્થળે ખસેડવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા પ્રકાશ સુંબેએ જણાવ્યું હતું.

માર્ચ 27, 2025 7:12 પી એમ(PM) માર્ચ 27, 2025 7:12 પી એમ(PM)

views 4

ખેડાના નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આઠ લાખ 75 હજાર રૂપિયાનો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે કરાયો

ખેડાના નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આઠ લાખ 75 હજાર રૂપિયાનો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે કરાયો છે. દરમિયાન નડિયાદની મૅસર્સ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક ઍન્ડ મિલ્ક પ્રૉડક્ટ્સ ખાતેથી ઘી સહિત અન્ય ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા કુલ આઠ લાખ 75 હજાર રૂપિયાની કિંમતનો ત્રણ હજા...

માર્ચ 27, 2025 7:11 પી એમ(PM) માર્ચ 27, 2025 7:11 પી એમ(PM)

views 2

પોરબંદર જિલ્લામાં આવેલા કર્લી મોકરસાગર પક્ષી અભયારણ્યને 200 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ બનાવાશે.

પોરબંદર જિલ્લામાં આવેલા કર્લી મોકરસાગર પક્ષી અભયારણ્યને 200 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ બનાવાશે. સાથે જ વીસાવાડા અને મિયાણીના બિચને વૈશ્વિક કક્ષાના પ્રતિકાત્મક બિચ બનાવવા સરવેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વિધાનસભામાં પૂછેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ આ અં...

માર્ચ 27, 2025 3:51 પી એમ(PM) માર્ચ 27, 2025 3:51 પી એમ(PM)

views 6

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આગામી 30 માર્ચે ચૈત્ર સુદ એકમના દિવસે સવારે સવા નવ વાગ્યે ઘટસ્થાપન કરાશે, જેમાં સવારે સાતથી સાડા સાત વાગ્યા સુધી આરતી કરાશે. ભક્તો સાડા સાત વાગ્યાથી સાડા 11 સુધી દર્શન કરી શકશે. ત્યારબાદ બ...

માર્ચ 27, 2025 3:43 પી એમ(PM) માર્ચ 27, 2025 3:43 પી એમ(PM)

views 3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી છે. શ્રી પટેલે કહ્યું, ટેક્નિકલ ગ્રેડ પૅ અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. તેમણે કર્મચારીઓને હડતાળ સમાપ્ત કર્યા બાદ ચર્ચા કરવા જણાવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.